Gujarat cricket betting: ગુજરાતમાં 1400 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ

Gujarat cricket betting: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (ahmedabad crime branch) ઇતિહાસના સૌથી મોટા 1400 કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટાનો (cricket betting) પર્દાફાશ કર્યો છે અને તેના તાર વિદેશમાં દુબઇ સુધી જોડાયેલા હોવાનું જણાય છે.આ કેસમાં બે સટોડિયાઓ (betting bukky) રડારમાં અને તેમની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ (lookout notice) ઇશ્યૂ કરવામાં આવી શકે છે.

Written by Ajay Saroya
Updated : August 30, 2024 12:06 IST
Gujarat cricket betting: ગુજરાતમાં 1400 કરોડના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ
ગુજરાતમાં 1400 કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ

ગુજરાતના અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીના ઇતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પ્રાથમિક અંદાજ મુજબ ક્રિકેટમાં 1400 કરોડ રૂપિયાના સટ્ટાનો પકડી પાડ્યો છે અને તેના તાર વિદેશમાં દુબઇ સુધી જોડાયેલા છે. આ કેસમાં રાજકોટ અને ઉંઝાના બે સટોડિયાઓ રડારમાં છે.

અધધધ… 1400 કરોડનો સટ્ટો

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 1400 કરોડ રૂપિયાના ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો છે અને બે સટોડિયાઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જાહેર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી શકે છે. ક્રાઇમ બ્રાન્ચની આ કવાયતથી સટોડિયાઓ ફફડી ઉઠ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર ક્રાઇમ બ્રાન્ચે 1400 કરોડ રૂપિયાના સટ્ટાના હિસાબો પકડી પાડ્યા છે અને વિદેશમાં રહેલા બેન્ક એકાઉન્ટમાં નાણાંની હેરાફેરી કરવામાં આવી હોવાના સબૂત મળ્યા છે. હાલ આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ ઉંડી તપાસ કરી રહી છે.

બે સટોડિયાઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ

ક્રાઇમ બ્રાન્ચે ઇતિહાસના સૌથી મોટા ક્રિકેટ સટ્ટામાં બે સટોડિયાઓ વિરુદ્ધ લુકઆઉટ નોટિસ ઇશ્યૂ થઇ શકે છે. આ બંને વ્યક્તિના રાકેશ રાજદેવ અને ટોમી પટેલ છે. રાકેશ રાજદેવ જેને આર.આર.ના નામે પણ ઓળખવામાં આવે છે તે ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. રાકેશ એ બીજું કોઇ નહીં પણ એક સમયે ગુજરાતમાં સટ્ટા કિંગ તરીકે ઓળખાતા કલગીનો ચેલો છે.

મોબાઇલ એપ્લિકેશન પર રમાય છે સટ્ટો

સમયની સાથે સટ્ટો પણ હવે ડિજિટલ રીતે રમાય છે. ટેકનોલોજીના વધતા ઉપયોગથી હાલ વિવિધ એપ્લિકેશન્સ મારફતે મોબાઇલ વડે જ સટ્ટો રમાડવામાં આવે છે અને તેમાં નાણાંની લેવડ-દેવડ પણ ઓનલાઇન થાય છે. સરકાર, પોલીસ તેમજ કાયદાથી બચવા માટે આવી સટ્ટો રમાડતી એપ્લિકેશન્સના સર્વર અને સંબંધિત બેન્ક એકાઉન્ટ પર મહદંશે વિદેશમાં હોય છે. ક્રિકેટના સટ્ટામાં કોર્ડ વર્ડની ભાષાનો ઉપયોગ કર્યા છે.

મોદી સ્ટેડિયમમાં ચાલુ મેચે ઝડપાયા હતા 4 બુકીઓ

નોંધનિય છે કે, બે દિવસ પહેલા જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમાં રમાયેલી ઇન્ડિયા – ન્યુઝિલેન્ડનની ચાલુ મેચે સટ્ટો રમાડતા 4 બુકીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. આ બુકીઓ મહારાષ્ટ્ર, હરિયાણા, ઉત્તરપ્રદેશથી સટ્ટો માટે જ અમદાવાદ આવ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચને કેટલાક બુકીઓ સટ્ટો રમાડવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવવાની બાતમી મળી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ બુકીઓ પાસેથી 13 મોબાઇલ જપ્તા કર્યા હતા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ