IAS Transfer : ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly elections) જેમ-જેમ નજીક આવી રહી છે તેમ બદલી-બઢતીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના ફરી ગુજરાત પ્રવાસના બીજા દિવસે હવે આઈએએસ ઓફિસરો (IAS Officer) ની બદલીનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પહેલા પીએમ મોદીના ગુજરાત પ્રવાસના બીજા દિવસે સુરત અને વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે ફરજ બજાવતા આઈએએલ શાલિની અગ્રવાલ અને બંછાનિધિ પાનીની બદલીનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. આજે રાજ્ય સરકાર દ્વારા 23 આઈએએસ ઓફિસરોની બદલીનો ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના કલેક્ટર તરીકેની જવાબદારી ધવલ પટેલને સોંપવામાં આવી છે, તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશ્નર તરીકે એમ. થેન્નારસનની નિમણૂક કરવામાં આવી છે.
તો રાહુલ ગુપ્તાને જીઆઈડીસી વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરનો વધારાનો ચાર્જ સોંપાયો છે. આ બાજુ ડી. એસ. ગઢવીને આણંદના કલેક્ટર, ધરમેન્દ્રસિંહ જાડેજાને ડાંગ-આહવના કલેક્ટર, ડી.ટી. પંડ્યાને મોરબી કલેક્ટર, બી.આર. દવેને તાપી-વ્યારા કલેક્ટર, પ્રવીણા ડી.કે.ને ગાંધીનગર કલેક્ટર, બી.કે. પંડ્યાને મહીસાગર-લુણાવાડાના કલેક્ટર તો આર.એ. મેરજાને ભાવનગરના કલેક્ટર તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.
બીજી બાજુ, આઈએએસ યોગેશ નિરગુડેને ગાંધીનગર આદિવાસી વિકાસ ડાયરેક્ટર, પી.આર. જોશીને ભરૂચના ડીડીઓ, બી.કે. વસાવાને સુરતના ડીડીઓ, એસ.ડી.ધાનાણીને દેવભૂમિ દ્વારકાના ડીડીઓ, સંદીપ સેગલેની ગાંધીનગર કોર્પોરેશન કમિશ્નર તરીકે નિમણૂક કરવામાં આવી છે.
અન્ય ઓફિસરોમાં એમ.વાય દક્ષિણીને સરકારના એડિશનલ સેક્રેટરી તરીકે, હરજી વાઘવાનિયાને એટીએમએના ડાયરેક્ટર, મનીષ કુમારને ગુજરાત લાઈવહુડ પ્રમોશન કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર, જે.બી. પટેલને ગાંધીનગર યુથ સર્વિસ એન્ડ કલ્ચર એક્ટિવીટીના ડાયરેક્ટર, યોગેશ ચૌધરીને દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર, કે.એસ. વસાવાને ટેક્નિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર તો જેશમીન હસરતને ગુજરાત સ્ટેટ એનર્જી જનરેશન લી. ના મેનેજિંગ ડાયરેક્ટરની જવાબદારી સોંપવામાં આવી છે.
આ પણ વાંચો – ગુજરાત ચૂંટણી 2022: શાલિની અગ્રવાલને સુરત તો બંછાનિધિ પાનીને વડોદરા મનપા કમિશ્નરનો હવાલો
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પોલીસ બેડામાં પણ બદલીની ધબધબાટી બોલાવવામાં આવી હતી. જેમાં અમદાવાદમાં 13, ગાંધીનગરમાં 13 અને વડોદરામાં 8 પોલીસ ઈન્સપેક્ટરોની બદલી કરવામાં આવી છે.