scorecardresearch

કચ્છ-અંજારમાં 62 લાખના જીરાની લૂંટનો ભેદ ઉકેલાયો: જાણો – કેવી રીતે લૂંટ કરી? લૂંટેલો માલ ક્યાં છૂપાવ્યો? શું હતો પ્લાન?

Gujarat 62 lakh cumin robbery case solved : ગુજરાતના કચ્છ જિલ્લાના અંજાર નજીક હાઈવે પરથી 62 લાખ રૂપિયાના જીરાની લૂંટ થઈ હતી. જામનગર એસઓજી (Jamnagar SOG) અને અંજાર પોલીસે (Anjar Police) બે આરોપીની ધરપકડ કરી લૂંટનો ભેદ ઉકેલ્યો.

Gujarat 62 lakh cumin robbery case solved
ગુજરાત કચ્છ અંજાર જીરાની લૂંટનો કેસ

Gujarat 62 lakh cumin robbery case : કચ્છ જિલ્લાના અંજાર નજીક રૂ. 62.76 લાખની કિંમતના 135 ક્વિન્ટલ જીરા (જીરું)ની ટ્રકની કથિત લૂંટના ત્રણ દિવસ બાદ જામનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ જામનગરના મસીતિયા ગામના બે ખેડૂતોની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, પીરે પૂરો માલ મળી આવ્યો છે.

લૂંટેલો તમામ માલ કબ્જે

બાતમી આધારે કાર્યવાહી કરતા, એસઓજીની ટીમે મસીતિયા ગામમાં એક આરોપી ગફાર ખફીના કૃષિ ફાર્મ પરના ઝૂંપડામાં દરોડો પાડ્યો હતો અને ગફાર અને આબેદીન ખફીને કસ્ટડીમાં લીધા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટીમે 540 બેગ રિકવર કરી હતી, જેમાં પ્રત્યેક બેગમાં 25 કિલો જીરું હતું.

પોલીસે આબેદિનના મિત્રની એક કાર પણ કબજે કરી છે, જેનો આરોપીઓએ ઉપયોગ કર્યો હતો.

કેવી રીતે આરોપીઓ ઝડપાયા?

એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ભાવના ચૌધરીએ જણાવ્યું હતું કે, “અમને માહિતી મળી હતી કે, બંને આરોપીઓને પાંચ લોકો દ્વારા લૂંટવામાં આવેલી જીરાની ટ્રક મળી આવી હતી. તેથી, અમે ગફારની ઝૂંપડી પર દરોડો પાડ્યો, શનિવારે ગફાર અને આબેદિનની અટકાયત કરી અને સમગ્ર કન્સાઇનમેન્ટ રિકવર કર્યું.”

ચૌધરીએ જણાવ્યું હતું કે, ગફાર અને આબેદિનને કચ્છના અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા, જ્યાં ગુરુવારે લૂંટનો કેસ નોંધવામાં આવ્યો હતો. “જામનગરના બે શખ્સો, જેઓ ખેડૂત છે, તેઓનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી.

ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, જો કે, બે અઠવાડિયા પહેલા, એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન, બંને કચ્છના કેટલાક લૂંટારાઓને મળ્યા, જેમણે તેમને પૂછ્યું કે, શું તેઓ કાળા બજારમાંથી ચોખા, ખાદ્ય તેલ અને જીરું એકત્રિત કરશે. બંને સંમત થયા. આ શખ્સોએ અંજાર નજીક ટ્રક લૂંટી હતી અને તેને મસીટીયા મોકલી હતી.”

કેવી રીતે લૂંટ ચલાવી?

તેમણે કહ્યું કે, “લૂંટારાઓએ જામનગરના લોકોને અડધો માલ આપવાનું વચન આપ્યું હતું.” પોલીસે જણાવ્યું હતું કે, ઘટનાના દિવસે, પાંચ લૂંટારુઓએ કથિત રીતે એક ટ્રકના ડ્રાઇવર અને ક્લિનર જ્યારે સુઈ રહ્યા હતા ત્યારે તેમના પર હુમલો કર્યો હતો, જે મોરબીથી કચ્છના ગાંધીધામ તરફ માલ લઈને જઈ રહ્યા હતા.

ગુરુવારે અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ, લૂંટારાઓએ ટ્રક ડ્રાઈવર અને ક્લિનરને માર માર્યો હતો, તેમના મોબાઈલ ફોન છીનવી લીધા હતા, દોરડા વડે બાંધી દીધા હતા અને તેમને ટ્રકમાં ડ્રાઈવરની કેબિનમાં બંધ કરી દીધા હતા.

ત્યારબાદ લૂંટારુઓ ટ્રકને મસીટીયા ગામ તરફ લઈ ગયા હતા, જીરુંની 540 થેલીઓ ઉતારી હતી, અને પછી જિલ્લાના ફલા ગામ નજીક રાજકોટ-જામનગર સ્ટેટ હાઈવે નંબર 25 પર ડ્રાઈવર, ક્લીનર અને ટ્રકને છોડી દીધી હતી. ચૌધરીએ કહ્યું કે, પોલીસ લૂંટારાઓને પકડવા પ્રયાસ કરી રહી હતી.

આ પણ વાંચોઅમરેલી : દીપડો 2 વર્ષીય બાળકને ઘરમાંથી ઉઠાવી ગયો, સારવાર દરમિયાન બાળકનું મોત, એક અઠવાડિયામાં હુમલાની ત્રીજી ઘટના

આ લૂંટ એવા સમયે બની હતી, જ્યારે જીરાના ભાવ આસમાને છે.

એશિયાના સૌથી મોટા જીરું બજાર, મહેસાણા સ્થિત ઊંઝા એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટીમાં હાલમાં ભાવ રૂ. 45,000 પ્રતિ ક્વિન્ટલની આસપાસ છે.

Web Title: Gujarat 62 lakh cumin robbery case solved jamnagar sog kutch anjar police

Best of Express