Gujarat Weather, આજનું હવામાન, ગુજરાત વેધર ન્યૂઝ, ગુજરાત વરસાદ : ગુજરાતમાં ઉનાળો પુરો થવાને આરે હોય છે. ગુજરાતમાં સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. અત્યારે રાજ્યમાં ગરમીમાં મોટો ઘટાડો નોંધાયો છે. જેના પગલે ગરમીમાં રાહત મળી રહી છે. જોકે, બફારાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. બીજી તરફ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
ઉનાળો વિદાય તરફ આગળ વધી રહ્યો હતો છે બીજી તરફ મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. અનુમાન છે કે એક સપ્તાહમાં ગુજરાતમાં પણ ચોમાસું આવી પહોંચશે. આવી પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર તેમજ વડોદરા, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
શહેર મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) અમદાવાદ 36.4  29.7 ડીસા 40.8  31.4 ગાંધીનગર 36.2  27.4 વિદ્યાનગર 37.6  28.8 વડોદરા 34.8  25.4 સુરત 30.0  23.6 વલસાડ – – દમણ 31.6  22.6 ભૂજ 39.7  29.0 નલિયા 34.8  29.0 કંડલા પોર્ટ 35.5  30.0 કંડલા એરપોર્ટ 40.6  30.0 અમરેલી 33.3  25.8 ભાવનગર 35.2  30.5 દ્વારકા 33.4  29.4 ઓખા 35.6  30.0 પોરબંદર 34.3  29.0 રાજકોટ 36.3  28.2 વેરાવળ 30.4  29.3 દીવ 29.8  29.4 સુરેન્દ્રનગર 37.3  30.0 મહુવા 30.0  28.7 કેશોદ 32.4  29.3 
આ પણ વાંચોઃ- એસિડિટી સમજીને હાર્ટ એટેકની અગણના કરી, નવસારીમાં 13 વર્ષના વિદ્યાર્થીનું આશ્રમ શાળામાં મોત
રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડો
હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે ગુજરાતમાં ગરમીમાં ઘટાડો થયો છે. એક તબક્કે 42 ડિગ્રી પહોંચેલું તાપમાન અત્યારે 40 ડિગ્રીની નીચે આવી ગયું છે. અત્યારે રાજ્યમાં 30 ડિગ્રીથી લઈને 40 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું છે. કંડલા એરપોર્ટ 40.6 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. સુરતમાં 30 ડિગ્રી તાપમાન નોંધાયું છે.





