/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/05/Gujarat-weather-heat-and-rain.jpg)
ગુજરાત આજનું હવામાન - photo by IEGujarati
Gujarat Weather, આજનું હવામાન, ગુજરાત વેધર ન્યૂઝ : દેશમાં તો ચોમાસાએ દસ્તક દઈ દીધી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું શનિવારે કેરળ પહોંચી ગયું છે.ગુજરાતમાં મે મહિનો પુરો થવાને આરે છે ત્યારે રાજ્યમાં જૂન મહિનામાં ચોમાસું દસ્તક આપશે. જોકે અત્યારે રાજ્યના મોટા ભાગા વિસ્તારોમાં કાળઝાળ કરી પડી રહી છે. ગુજરાતમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી પહોંચ્યું છે. તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે કરી છે. આજે સોમવારે સવારથી જ અમદાવાદમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.
આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
એક તરફ દક્ષિણ ભારતમાં ચોમાસું બેસી ગયું છે અને મુંબઈમાં પણ વરસાદ શરૂ થયો છે. તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લીમાં પણ પવન સાથે વરસાદની શક્યતાઓ સેવી છે. હવામાન વિભાગે ખેડા, અમદાવાદ, આણંદ, પંચહમલા, દાહોદ, મહિસાગર તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં ગરમી 41 ડિગ્રી, સુરેન્દ્રનગર 42 ડિગ્ર
હવામાન વિભાગે આપેલા તાપમાનના આંકડા પ્રમાણે રાજ્યમાં 33.4 ડિગ્રીથી લઈને 42 ડિગ્રી વચ્ચે મહત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગ પ્રમાણે 42 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. વેરાવળમાં 33.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું.
ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?
| શહેર | મહત્તમ તાપમાન (ડિગ્રીમાં) | લઘુતમ તાપમાન (ડિગ્રીમાં) |
| અમદાવાદ | 41.0 | 30.0 |
| ડીસા | 39.8 | 29.6 |
| ગાંધીનગર | 41.0 | 30.0 |
| વિદ્યાનગર | 40.1 | 29.2 |
| વડોદરા | 37.4 | 29.0 |
| સુરત | 33.9 | 28.4 |
| વલસાડ | – | – |
| દમણ | 32.8 | 28.4 |
| ભૂજ | 42.0 | 27.8 |
| નલિયા | 35.4 | 28.5 |
| કંડલા પોર્ટ | 35.6 | 28.4 |
| કંડલા એરપોર્ટ | 39.6 | 28.0 |
| અમરેલી | 39.9 | 25.8 |
| ભાવનગર | 40.6 | 28.8 |
| દ્વારકા | 34.6 | 29.4 |
| ઓખા | 35.8 | 29.7 |
| પોરબંદર | 35.8 | 28.0 |
| રાજકોટ | 42.0 | 26.7 |
| વેરાવળ | 33.4 | 29.5 |
| દીવ | 36.8 | 27.7 |
| સુરેન્દ્રનગર | 42.0 | 28.8 |
| મહુવા | 38.8 | 27.5 |
| કેશોદ | 37.0 | 27.7 |
કેરળમાં ચોમાસું પહોંચ્યું
ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું શનિવારે કેરળ પહોંચી ગયું છે. સામાન્ય રીતે, દક્ષિણપશ્ચિમ ચોમાસુ 1 જૂન સુધીમાં કેરળમાં આવે છે અને 8 જુલાઈ સુધીમાં સમગ્ર દેશને આવરી લે છે. તે 17 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તરપશ્ચિમ ભારતમાંથી પીછેહઠ કરવાનું શરૂ કરે છે અને 15 ઓક્ટોબર સુધીમાં સંપૂર્ણપણે પાછું ખેંચી લે છે.
આ પણ વાંચોઃ- Gujarat Bypolls: ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તારીખ જાહેર
પરંતુ આ વખતે ચોમાસુ આઠ દિવસ વહેલું આવી ગયું છે. 2009 પછી આ સૌથી પહેલું આગમન છે, જ્યારે 23 મેના રોજ ચોમાસુ રાજ્યમાં પહોંચ્યું હતું. કેરળમાં છેલ્લા અઠવાડિયામાં વરસાદમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us