Gujarat Weather, આજનું હવામાન : ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, ગરમીમાંથી આંશિક રાહત

Gujarat Summer weather update, આજનું હવામાન : ગુજરાતમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Summer weather update, આજનું હવામાન : ગુજરાતમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat winter Weather update in gujarati

ગુજરાત વેધર સમાચાર - photo-freepik

Gujarat Weather, આજનું હવામાન, ગુજરાત વેધર ન્યૂઝ : ગુજરાતમાં મે મહિનો પુરો થવાના આરે જ છે. ઉનાળો પણ હવે વિદાય તરફ આગળ વધી રહ્યો છે. બીજી તરફ દક્ષિણ ભારત તેમજ મુંબઈ સુધી વરસાદ ચાલું થયો છે. ગુજરાતમાં વાતાવરણમાં પણ ફેરફાર થયો છે. જેના પગલે ગરમીમાં થોડી રાહત થઈ છે. જોકે, હજી પણ ગુજરાતમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Advertisment

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ઉનાળાના થોડા દિવસો બાકી છે ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ તેમજ કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.

મુંબઈમાં વરસાદ માટે રેડ એલર્ટ

મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈમાં સોમવારે સવારે ભારે વરસાદને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. લોકલ ટ્રેનોની ધીમી ગતિની સાથે, પાણી ભરાઈ જવાને કારણે રસ્તાઓ પર ભારે ટ્રાફિક પણ જોવા મળ્યો. આવી સ્થિતિમાં, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવાર 27મી પૂર્વે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.

Advertisment

IMD અનુસાર 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે. શહેર અને ઉપનગરોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. મ્યુનિસિપલ અધિકારીઓએ જણાવ્યું હતું કે IMD મુંબઈએ આગામી 24 કલાક દરમિયાન મહાનગરના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ39.5 26.8
ડીસા40.7 29.6
ગાંધીનગર39.6 26.5
વિદ્યાનગર40.4 28.8
વડોદરા38.2 24.0
સુરત36.6 28.6
વલસાડ
દમણ34.0 29.4
ભૂજ40.4 28.6
નલિયા34.8 29.0
કંડલા પોર્ટ38.7 29.5
કંડલા એરપોર્ટ43.0 29.4
અમરેલી39.900
ભાવનગર38.8 29.3
દ્વારકા33.2 29.3
ઓખા35.4 29.8
પોરબંદર35.8 27.6
રાજકોટ41.0 26.8
વેરાવળ33.0 28.9
દીવ35.4 28.7
સુરેન્દ્રનગર39.5 24.2
મહુવા36.8 27.9
કેશોદ37.0 28.3

આ પણ વાંચોઃ- Gujarat Bypolls: ગુજરાતમાં વિસાવદર અને કડી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તારીખ જાહેર

અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત

વરસાદની આગાહી વચ્ચે હવામાન વિભાગે તાપમાનના આપેલા આંકડા પ્રમાણે રાજ્યમાં ગરમીમાં આંશિક રાહત મળી છે. ગુજરાતમાં 33.2 ડિગ્રીથી લઈને 41 ડિગ્રીથી લઈને મહત્તમ તાપમાન નોંધાયું હતું. 41 ડિગ્રી મહત્તમ તાપમાન રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. દ્વરાકમાં 33.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 39.5 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.

ઉનાળો આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત