આજનું હવામાન : ગુજરાતના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, અમદાવાદમાં ગરમી 41 ડિગ્રી

Gujarat Summer weather update, આજનું હવામાન : સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. ગુજરાતમાં 22 થી 24 મેં સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે.

Gujarat Summer weather update, આજનું હવામાન : સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. ગુજરાતમાં 22 થી 24 મેં સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat weather update rain forecast

ગુજરાત, આજનું હવામાન - photo- canva

Gujarat Weather, આજનું હવામાન, ગુજરાત વેધર ન્યૂઝ : ઉનાળા દરમિયાન હવામાન વિભાગે વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ પ્રમાણે આજે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી તેમજ જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં 55 કિલોમીટર પ્રતિ કલાક પવનની ગતિ સાથે ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.

Advertisment

હવામાન વિભાગે આજે 23 મે 2025ના રોજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા તેમજ કચ્છમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદમાં તાપમાન વધીને 41 ડિગ્રી પહોંચ્યું

ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. અમદાવાદમાં તાપમાન વધીને 41 ડિગ્રીની સપાટી પહોંચી છે. ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી નોંધાયું હતું. શહેરમાં ગરમ પવન ફૂંકાતા કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. સુરેન્દ્રનગર અને રાજકોટ 42.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યના સૌથી ગરમ શહેરો રહ્યા હતા.

ગુજરાતમાં ક્યાં કેટલી ગરમી નોંધાઈ?

શહેરમહત્તમ તાપમાન (ડિગ્રીમાં)લઘુતમ તાપમાન (ડિગ્રીમાં)
અમદાવાદ41.0 30.1
ડીસા40.6 30.0
ગાંધીનગર40.5 29.6
વિદ્યાનગર39.9 29.0
વડોદરા39.0 29.2
સુરત35.0 28.0
વલસાડ
દમણ33.6 28.0
ભૂજ41.7 27.8
નલિયા36.4 28.0
કંડલા પોર્ટ37.5 29.0
કંડલા એરપોર્ટ42.0 28.5
અમરેલી38.6 25.6
ભાવનગર37.6 28.9
દ્વારકા34.0 29.3
ઓખા35.9 29.3
પોરબંદર35.5 26.6
રાજકોટ42.3 27.0
વેરાવળ33.4 28.2
દીવ34.3 26.2
સુરેન્દ્રનગર42.3 30.2
મહુવા35.8 27.1
કેશોદ36.9 26.8
Advertisment

આ પણ વાંચોઃ- ગુજરાતના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

હવામાન વિભાગની ચેતવણી

હવામાન વિભાગે જણાવ્યું છે કે 22 મે બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. ગુજરાતમાં 22 થી 24 મેં સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. 24 મે એ રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ચાર્ટ અનુસાર અમરેલી, ભાવનગર, વલસાડ. નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદની આગાહી છે.

ઉનાળો આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત