ગુજરાત AAP ના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી કોંગ્રેસમાં જોડાયા

gujarat aap : ગુજરાત આપ નેતા ભેમાભાઈ ચૌધરી (Bhemabhai Chaudhary) સહિત કેટલાક આપ નેતા કોંગ્રેસ (Congress) માં જોડાઈ ગયા છે. આપ અધ્યક્ષ ઈસુદાન ગઢવી (Isudan Gadhvi) એ કહ્યું - “આ સંઘર્ષનો માર્ગ છે, અને તે લાંબો છે, કેટલાક જોડાય છે, કેટલાક છોડે છે'.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
AAP Gujarat | bhemabhawai chaudhary | congress

ગુજરાત AAP ના ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી કોંગ્રેસમાં જોડાયા

Gujarat AAP : આમ આદમી પાર્ટીના ગુજરાત ઉપાધ્યક્ષ ભેમાભાઈ ચૌધરી રવિવારે અન્ય AAP નેતા કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા.

Advertisment

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC)ના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને દાહોદ જિલ્લા પ્રમુખ ગોવિંદ પરમાર સહિતે ચૌધરીને પક્ષમાં આવકાર્યા હતા.

પક્ષ પલટો કર્યા પછી, ચૌધરીએ કહ્યું હતું કે, ગુજરાતમાં માત્ર કોંગ્રેસ પાર્ટી જ રાજકીય પરિવર્તન લાવી શકે છે, જ્યાં બે દાયકાના ભાજપના શાસન દરમિયાન મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર વ્યાપક વધ્યો છે.

છેલ્લા કેટલાક મહિનામાં AAPમાંથી બહાર નીકળવાનો સિલસિલો વધી રહ્યો છે, જ્યારે ગુજરાતમાં આપ પાર્ટીના નેતાઓ અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે.

Advertisment

આ પણ વાંચો - ગુજરાત ચૂંટણીમા ભાજપે કોંગ્રેસ કરતા કર્યો બે ગણો ખર્ચ, અમિત શાહ અને નીતિન ગડકરીના પ્રવાસ પર કેટલો ખર્ચ?

પાર્ટીમાંથી તાજેતરમાં કેટલાક નેતાઓના બહાર નીકળવા વિશે પૂછવામાં આવતા, ગુજરાત AAPના વડા ઇસુદાન ગઢવીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને કહ્યું, “આ સંઘર્ષનો માર્ગ છે, અને તે લાંબો છે. દરરોજ અનેક લોકો પાર્ટીમાં જોડાઈ પણ રહ્યા છે અને છોડી રહ્યા છે. જો તમે પાર્ટીમાં રહીને ખરાબ પ્રદર્શન કરો છો, તો તે વ્યક્તિએ પાર્ટીને જવાબ આપવો પડશે. આવી સ્થિતિમાં તેમના માટે મુશ્કેલી ઊભી થાય છે. પાર્ટીની અંદર દરેકને ખુશ રાખવા શક્ય નથી.

તેમણે કહ્યું, ગુજરાતમાં "સંઘર્ષનો માર્ગ મુશ્કેલ છે, પરંતુ નામુમકીન નથી, તમે આજ નહીં તો કાલ જરૂર મજબૂત બનશો."

ગુજરાતી ન્યૂઝ politics ગુજરાત આપ congress