ગુજરાત આમ આદમી પાર્ટી વેર વિખેર! AAPના વિસાવદર ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું રાજીનામું, હજુ બે વિકેટ પડવાની અટકળો શરૂ

Gujarat AAP Visavadar MLA Bhupat Bhayani resigns : ગુજરાત આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે, કોણ છે વિસાવદર ધારાસભ્ય ભૂપત ભાયાણી? જેમણે રાજીનામું આપ્યું. ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ (Can join BJP) શકે છે. આપના અન્ય બે ધારાસભ્યો પણ રાજીનામું આપી શકે છે તેવી અટકળો.

Written by Kiran Mehta
Updated : December 13, 2023 13:56 IST
ગુજરાત આમ આદમી પાર્ટી વેર વિખેર! AAPના વિસાવદર ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આપ્યું રાજીનામું, હજુ બે વિકેટ પડવાની અટકળો શરૂ
ગુજરાત આપના વિસાદર ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામુ આપ્યું

Gujarat AAP Visavadar MLA Bhupat Bhayani resigns : ગુજરાત આમ આદમી પાર્ટી વેરવિખેર થઈ રહી હોય તેવા રાજકીય સમીકરણો સર્જાયા છે. આપના નેતા અને વિસાવદર ધાાસભ્ય ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા ગુજરાતની આપ પાર્ટીમાં હડકંપ મચી ગયો છે. ભૂપત ભાયાણીએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપી આપ પર દેશવિરોધી કાર્યો અને જૂથી પાર્ટી હોવાના આક્ષેપ કર્યા છે.

ભૂપત ભાયાણીએ રાજીનામું આપતા શું કહ્યું?

આપ પાર્ટી તરફથી વિસાવદર બેઠકના ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામાના પત્રમાં જણાવ્યું છે કે, ‘અરવિંદ કેજરીવાલની રાષ્ટ્રવિરોધી નીતિ અને ભ્રામક વાતો તથા પ્રજાને ગેરમાર્ગે દોરવાની વાતોથી મને અફસોસ છે, હું રાષ્ટ્રવિરોધી વિચારધારા ધરાવતો વ્યક્તિ છું અને આવા ઢોંગી બિનસાંપ્રદાયિક કેજરીવાલની પાર્ટીમાં આવી ગયો, પણ જાગ્યા ત્યારથી સવાર. હું નરેન્દ્ર મોદીની સરકાર જે રાષ્ટ્રવાદી કામો કરી રહી છે, જેમાં રામ મંદિર હોય કે 370ની કલમ હટાવવાનું કામ હોય, કે આતંકવાદ ખતમ કરવાની વાત હોય, હું સૌથી મહત્વનું મારા મત વિસ્તારના લોકો વિકાસથી વંચિત ના રહે તે માટે અને સબકા સાથ સબકા વિકાસથી ભાજપની વિચાર ધારાથી પ્રેરાયો છુ તથા ખોટી-જુઠી અને દેશ વિરોધી આમ આદમી પાર્ટીની વિચારધારાથી કંટાળી ગયો છું. હું દેશભકત હોવાથી એક મિનીટ પણ આવી પાર્ટીમાં રહેવા માંગતો નથી, જેથી આપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી રહ્યો છું.’

ભૂપત ભાયાણી કોણ છે?

તમને જણાવી દઈએ કે, ભૂપત ભાયાણી વિસાવદર બેઠક પરથી આપના ધારાસભ્ય છે. તેઓ પહેલા ભાજપ સાથે જ જોડાયેલા હતા, પરંતુ 2020માં તેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને આપમાં જોડાયા હતા. જો તેમના રાજકીય કરિયારની વાત કરીએ તો, તેમણે ભેંસાણ ગામથી સરપંચ તરીકે ચૂંટાઈ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તોએ ભાજપ પક્ષમાં રહી તાલુકા પંચાયતમાં બે વખત અને જિલ્લા પંચાયતમાં એક વખત સભ્ય રહી ચુક્યા છે. આ સિવાય તેઓ જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠન ઉપપ્રમુખ તરીકે પણ કાર્ય કરી ચુક્યા છે. ભૂપત ભાયાણી તેમના સમાજ માટેના કાર્યો, દીકરીઓના સમૂહ લગ્ન સહિત કોરોના મહામારીમાં સેવા કાર્યોના કારણે પણ ખુબ ચર્ચામાં રહ્યા હતા અને વિસાવદર બેઠક પર સારૂ એવું પ્રભૂત્વ ધરાવે છે.

ભૂપત ભાયાણીએ ભાજપ કોંગ્રેસના કયા નેતાને હરાવ્યા હતા

ભૂપત ભાયાણી જૂનગઢ જિલ્લાની વિસાવદર બેઠકથી આપ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા, તેમની સામે ભાજપ તરફથી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા હર્ષદ રિબડિયા અને કોંગ્રેસના ઉમેદવાર કરશન વડોદરિયા મેદાનમાં હતા. ભૂપત ભાયાણીએ આપના ઉેદવાર તરીકે ભાજપના હર્ષદ રિબડિયાને 6 હજાર 900 મતોથી હરાવ્યા હતા અને જીત પ્રાપ્ત કરી હતી.

આપની હજુ બે વિકેટ પડવાની અટકળો

ગુજરાતમાં આપના પાંચ ધારાસભ્યો વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી હતી, જેમાંથી આપના વિસાવદર ધારાસભ્ય ભૂપત ભાયાણીએ રાજીનામું આપ્યા બાદ હવે અટકળો તેજ થઈ ગઈ છે અન્ય બે આપ ધારાસભ્યો પણ આપમાંથી રાજીનામું આપી શકે છે. જેમાં બોટાદ આપ ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ગારિયાધાર આપ ધારાસભ્ય સુધીર વાઘાણી પણ આપના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે.

આપના અન્ય બે ધારાસભ્યો ભાજપમાં જોડાઈ શકે છે

આપના વિસાવદર ધારાસભ્ય ભૂપત ભાયાણી તો પહેલા પણ ભાજપમાં સામેલ હતા, તેઓ ઘરવાપસી કરી શકે છે. આ પહેલા પણ તેઓ જ્યારે આપ ધારાસભ્ય તરીકે ચૂંટાયા તે જ સમયે પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કરી ચુક્યા છે. તો આપ ધારાસભ્ય ઉમેશ મકવાણા અને ગારિયાધાર ધારાસબ્ય સુધિર વાઘાણી પણ જો આપમાંથી રાજીનામું આપશે તો ભાજપ સાથે જોડાવાની સંભાવના વધુ હોવાની અટકળોઓ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચોCBSE Exam Date Sheet | સીબીએસસી પરીક્ષાની તારીખ જાહેર: 10મી અને 12મી બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે

ગુજરાતમાં પાંચ બેઠકો આપ પાર્ટીએ જીતી હતી

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીની 182 બેઠકોમાં AAPના પાંચ ધારાસભ્યો ભૂપત ભાયાણી (વિસાવદર), ઉમેશ મકવાણા (બોટાદ), સુધીર વાઘાણી (ગારીયાધાર), હેમંત ખાવા (જામજોધપુર), અને ચૈતર વસાવા (ડેડિયાપાડા)એ જીત મેળવી હતી. તો ભાજપને 156 બેઠકો પર જીત પ્રાપ્ત થઈ હતી. આ સિવાય કોંગ્રેસે 17 બેઠક, સપાને 1 બેઠક અને 3 બેઠક અપક્ષ ધારાસભ્યોએ જીતી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ