ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ વિભાગો તરફથી મળેલી પ્રાથમિક ફરિયાદો અને જાણકારીના આધારે ભાવનગર ડમી ઉમેદવાર રેકેટ કેસ સાથે જોડાયેલા 16 સહિત 51 સરકારી અધિકારીઓ સામે અપ્રમાણસર મિલકત – સંપત્તિ ધરાવવા બદલ તપાસ શરૂ કરી છે, એવું બુધવારે એક સત્તાવાર પ્રેસ રિલીઝમાં જણાવાયું હતું.
ACBના ડાયરેક્ટર અનુપમ ગહેલોતે જણાવ્યું હતું કે, શંકાના દાયરા હેઠળના 51 સરકારી અધિકારીઓમાંથી “લગભગ 70 ટકા” પહેલાથી જ લાંચના આરોપોનો સામનો કરી રહ્યા છે અને કાર્યવાહી ચાલી રહી છે. અપ્રમાણસર સંપત્તિની પૂછપરછ લાંચની કાર્યવાહીથી અલગ હશે.
ગહેલોતે ઉમેર્યું હતું કે, આવા કેસોની તપાસમાં બેથી ત્રણ મહિના જેટલો સમય લાગી શકે છે.
એસીબીના જણાવ્યા અનુસાર, તેણે તાજેતરમાં સરકારના વિવિધ વિભાગોના કથિત ભ્રષ્ટ સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની યાદી તૈયાર કરી છે. તેમના પર ખાસ નજર રાખવામાં આવી હતી.
તપાસમાં અપ્રમાણસર સંપત્તિના કબજામાં 35 અધિકારીઓ વિરુદ્ધ જાણકારી મળી હતી. આ 35 સરકારી કર્મચારીઓમાં ચોથા વર્ગ 1ના અધિકારીઓ, બીજા વર્ગના 12 અને ત્રીજા વર્ગના 19 કર્મચારીઓ છે.
ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકતની કાર્યવાહીનો સામનો કરી રહેલા 35 અધિકારીઓમાં શહેરી વિકાસ અને શહેરી ગ્રામીણ ગૃહ નિર્માણ વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ, ગૃહ વિભાગ, પંચાયત અને ગ્રામીણ ગૃહ નિર્માણ વિભાગ, મહેસૂલ વિભાગ, બંદરો અને પરિવહન વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, શિક્ષણ વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, અને નર્મદા અને જળ સંસાધન વિભાગ, નાણા વિભાગનો સમાવેશ થાય છે.
ભાવનગર ડમી ઉમેદવાર રેકેટ કેસમાં સંડોવાયેલા 35 ઉપરાંત અન્ય 16 અધિકારીઓ અપ્રમાણસર સંપત્તિ ધરાવતા હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. એપ્રિલમાં આ સમગ્ર કૌભાડનો પર્દાફાશ થયો હતો, જેમાં ભાવનગર જિલ્લાના ઉમેદવારો વતી સરકારી ભરતી પરીક્ષાઓ અને બોર્ડની પરીક્ષાઓમાં બેસવા માટે ડમી ઉમેદવારોને મોકલવામાં આવ્યા હતા.
Disclaimer : આ આર્ટિકલ Indian Express પરથી અનુવાદિત છે. મૂળ આર્ટીકલ તમે અહીં વાંચી શકો છો.