Today Accident news : ગુજરાતમાં આજે મંગળવારે વહેલી સવારે દર્દનાક ઘટના બની હતી. મોડાસાથી અમદાવાદ આવતી એમ્બ્યુલન્સ દુર્ઘટનાનો ભોગ બની હતી. એમ્બ્યુલન્સમાં ભીષણ આગ લાગતા નવજાત સહિત ચાર લોકો જીવતા ભુંજાયા હતા.
મળતી માહિતી મહિસાગર જિલ્લાની એક મહિલાને પ્રસુતિ માટે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહિલાની પ્રસુતિ બાદ બાળકની તબિયત લથડતાં નવજાતને અમદાવાદ ખસેડવામાં આવી રહી હતી. એમ્બ્યુલન્સ મારફતે બાળકને મોડાસાથી અમદાવાદા લાવવામાં આવી રહ્યું હતું.
આ પણ વાંચોઃ- ગુજરાત પોલીસ @100 કલાક: રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ આરોપીનું વિગતવાર ડોઝિયેર તૈયાર કરવા આદેશ
જોકે, આજે વહેલી સવારે મોડાસા-અમદાવાદ રોડ પર રાણાસૈયદ પેટ્રોલપંપ સામે એમ્બ્યુલન્સમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ભીષણ આગના કારણે નવજાત બાળક સહિત પિતા, ડોક્ટર અને નર્સનું કરુણ મોત નીપજ્યું હતું. આમ આ દુર્ઘટનામાં એક નવજાત બાળક સહિત ચાર લોકો જીવતા ભડથું થઈ ગયા હતા.





