/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Gujarat-Additional-Advocate-General-AAG.jpg)
ગુજરાત એએજી નિમણૂક
Gujarat AAG : ગુજરાતમાં રાજ્ય સરકારે શનિવારે એક જાહેરનામું બહાર પાડીને વરિષ્ઠ વકીલ મનીષા લવકુમાર શાહ અને મિતેશ અમીનને ગુજરાત માટે એડિશનલ એડવોકેટ જનરલ (એએજી) તરીકે નિયુક્ત કર્યા છે. AAG તરીકેની નિમણૂકો ચાર વર્ષથી વધુ સમયની ખાલી જગ્યા પછી આવી છે.
શાહ અને અમીન હાલમાં અનુક્રમે રાજ્ય સરકારના વકીલ અને સરકારી વકીલ છે. આ ઘટનાક્રમથી પરિચિત એક સ્ત્રોતે જણાવ્યું હતું કે, જ્યાં સુધી તેમની નિયમિત AAG નિમણૂંકો સાથે તેમની હાલની પોસ્ટ્સ પર નવી નિમણૂંકો કરવામાં ન આવે ત્યાં સુધી તેઓ જ બંને ચાર્જ સંભાળવાનું ચાલુ રાખશે. AAGs તરીકે, શાહ અને અમીન સિવિલ અને ફોજદારી બંને કેસોનો સામનો કરશે.
કાયદા વિભાગ દ્વારા 9 ડિસેમ્બરે જાહેર કરાયેલ અને કાયદા વિભાગના નાયબ સચિવ એન.એ. બારિયા દ્વારા નીચે હસ્તાક્ષર કરાયેલ જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, “ભારતના બંધારણના અનુચ્છેદ 162 દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, ગુજરાતના રાજ્યપાલે મનીષાબેન લવકુમાર શાહ, એડવોકેટ અને શ્રી મિતેશ આર. અમીન જે તારીખથી ઓફિસનો ચાર્જ સંભાળશે, ત્યારથી તેઓ ગુજરાત રાજ્ય માટે એડિશનલ એડવોકેટ જનરલ બનશે."
આ પણ વાંચો - Cheetahs in Gujarat : હવે ગુજરાતમાં પણ ચિત્તા ફરતા જોવા મળશે, આ જિલ્લામાં ચિત્તા સંરક્ષણ કેન્દ્ર સ્થાપવાની મળી મંજૂરી
તમને જણાવી દઈએ કે, નવેમ્બર 2019 માં, વરિષ્ઠ એડવોકેટ પ્રકાશ જાનીએ એક દાયકા સુધી પદ સંભાળ્યા પછી ગુજરાત હાઈકોર્ટમાં એડિશનલ એડવોકેટ જનરલ (એએજી) તરીકે રાજીનામું આપ્યું હતુ. જાનીના રાજીનામા બાદ આ પદ ખાલી હતુ, જે હવે ચાર વર્ષ બાદ ભરવામાં આવ્યું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us