Ahmedabad Police Order Rickshaw, Taxi And Cabs : અમદાવાદ પોલીસે મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખી ઓટો રીક્ષા, ટેક્ષી અને કેબના માલિકો અને તેના ચાલકો માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર જારી કર્યો છે. આ પરિપત્ર મુજબ અમદાવાદની હદમાં દોડતી તમામ ઓટો રીક્ષા, ટેક્ષી અને કેબમાં ડ્રાઇવરની સીટની પાછળની તરફથી વાહન નંબર, માલિકનું નામ, વાહન ચાલક એટલે કે ડ્રાઇવરનું નામ, વુમન હેલ્પ લાઇન નંબર અને ટ્રાફિક હેલ્પ લાઇન નંબર મુસાફરને દેખાય અને વાંચી શકાય તેવી રીતે લખવાનું ફરજિયાત બનાવ્યુ છે. આ પરિપત્રમાં જણાવ્યું છે કે, નિર્ધારિત સમય મર્યાદામાં નિયમનું પાલન ન કરનાર વાહન માલિક સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.

અમદાવાદ પોલીસનો રીક્ષા, કેબ અને ટેક્ષીના માલિક અને ડ્રાઇવરને આદેશ
અમદાવાદ પોલીસે ઓટો રીક્ષા, કેબ અને ટેક્ષીના માલિક અને ડ્રાઇવર માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર જારી કર્યો છે. અમદાવાદ પોલીસના આ પરિપત્રમાં અમદાવાદની હદમાં દોડતી તમામ ઓટો રીક્ષા, ટેક્ષી અને કેબમાં ડ્રાઇવરની સીટની પાછળની તરફથી તેનો વાહન નંબર, માલિકનું નામ, વાહન ચાલક એટલે કે ડ્રાઇવરનું નામ, વુમન હેલ્પ લાઇન નંબર અને ટ્રાફિક હેલ્પ લાઇન નંબર મુસાફરને સ્પષ્ટપણે દેખાય અને વાંચી શકાય તેવી રીતે લખવાનું ફરજિયાત બનાવ્યુ છે.
આદેશના પાલન માટે વાહન માલિકોને 1 મહિનાની મુદ્દત
અમદાવાદ પોલીસે ઓટો રીક્ષા, ટેક્ષી અને કેબના માલિકોને ઉપરોક્ત નિયમનું પાલન કરવા માટે એક મહિનાની મુદ્દત આપી છે. એટલે કે 1 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર 2023 સુધીમાં તમામ ઓટો રીક્ષા, કેબ અને ટેક્ષી ચાલકોએ વાહનની ડ્રાઇવર સીટની પાછળની તરફ બોર્ડમાં આ વિગતો લખવાની રહેશે.
આ તમામ વિગતો પર્મેનન્ટ ઓઈલ પેઈન્ટ અને પર્મેનન્ટ માર્કલ પેનથી લખવાની રહેશે. વાહન ચાલકો અમુક સમયે બદલાતા હોવાથી તેમની વિગતો ભૂસી શકાય તેવી સ્કેચ પેનથી લખવાનો આદેશ કરાયો છે.
અમદાવાદ પોલીસના પરિપત્રમાં જણાવ્યુ છે કે, અમદાવાદ શહેરમાં ઓટો રીક્ષા, કેબ અને ટેક્ષીના માલિક અને ચાલકોએ વાહનમાં પેસેન્જર બેસવાની જગ્યાથી નજર સામે સ્પષ્ટપણે દેખાય તે રીતે વાહન ચાલકની સીટની પાછળના ભાગે અંગ્રેજીમાં વાહન નંબર, વાહન માલિકનું નામ, વાહન ચાલકનું નામ તેમજ અમદાવાદ શહેર પોલિસી કન્ટ્રોલનો નંબર, હેલ્થ લાઇન નંબર 12 ઇંચ * 10 ઇંચની સાઇઝના બોર્ડ પર આશેર 13 એમએમ એટલે કે કોમ્યુટરની 50ની ફ્રોન્ટ સાઇઝ તથા રજિસ્ટ્રેશન માહિતી નંબરની વચ્ચેની જગ્યા (સ્પેશ) આશેર 30 એમએમની રાખી ફરજિયાતપણે ઓઇલ પેન્ટ કે પર્મેનન્ટ માર્કર પેનથી વિગતો લખવાની રહેશે. વાહનો ચાલકો અમુક સમયે બદલાતા હોવાથી તેમની વિગતો ભૂસી શકાય તેવી પેનથી લખવાની રહેશે.
નિયમનું પાલન ન કરનાર સામે કાયદાકીય કાર્યવાહી થશે
અમદાવાદ પોલીસે પરિપત્રમાં જણાવ્યું છે કે, નિર્ધારિત સમય મર્યાદામાં નિયમનું પાલન ન કરનાર વાહન માલિક સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. નિયમનું પાલન કરવા માટે વાહન માલિકોને 1 ઓક્ટોબરથી એક મહિનાનો સમય આપ્યો છે. આ આદેશનું પાલન કરનાર વાહન માલિક – ચાલક વિરુદ્ધ ભારતીય ફોજદારી કાયદાની કલમ 188 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ પોલીસે કેમ આવો આદેશ આપ્યો
અમદાવાદમાં બહાર ગામથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે. ઘણી વખત ઓટો રીક્ષા, કેબ અને ટેક્ષીમાં મુસાફરો સાથે ચોરી, લૂંટફાટ, મહિલાઓની છેડતી જેવી ઘટનાઓ બને છે. આવા કિસ્સામાં વાહનની વિગતો હોવાથી કાર્યવાહી કરવામાં મુશ્કેલી પડે છે. આથી મુસાફરો અને તેમના માલસામાનની સુરક્ષા માટે અમદાવાદ પોલીસે આ આદેશ જાહેર કર્યો છે.





