ગુજરાતમાં છેલ્લા પખવાડિયાથી વરસાદી માહોલ છે અને તેમાંય સૌરાષ્ટ્ર પંથકમાં દરરોજ ક્યાંકને ક્યાંક કરા અને ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. આવા વરસાદી માહોલ વચ્ચે અમરેલી જિલ્લાના એક ગામમાં મકાન પર વીજળી પડી હતી. આ કુદરતી ઘટનામાં મકાનને નુકસાન થયું હતું.

અમરેલીમાં મકાન પર વીજળી પડતા સ્લેબમાં ગાબડું પડ્યું
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના દુધાળા ગામે અમરુભાઈ વરુ નામના ખેડૂતના મકાન ઉપર વીજળી પડી હતી. વીજળી પડવાથી મકાનના સ્લેબમાં મોટુ ગાબડું પડી ગયું હતું. વીજળી પડવાને કારણે મકાનનો સ્લેબ પોલો થઇ ગયો અને તિરાડો પડી ગઈ હતી. ઉપરાંત મકાનના ઈલેક્ટ્રીક વાયર અને ઇલેક્ટ્રિક ઉપકરણો બળીને ખાખ થઈ ગયા હતા.