ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ આ બેઠકો પરથી મળ્યા 'ગુજરાતના નાથ', સૌરાષ્ટ્ર, અમદાવાદનો દબદબો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 - હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયા (અમદાવાદ)નું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 - હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયા (અમદાવાદ)નું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 17 મુખ્યમંત્રી રહી ચૂક્યા છે

Gujarat Polls 2022: આમ આદમી પાર્ટીએ ઇસુદાન ગઢવીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે. આપ પાર્ટીએ મુખ્યમંત્રીના ચહેરા માટે એક સર્વે કરાયો હતો. જેમાં ઇસુદાન ગઢવીને સૌથી વધારે મત મળ્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે આ જાહેરાત કરી હતી. તે કઇ સીટ પરથી ચૂંટણી લડશે તે વિશે હજુ કોઇ જાહેરાત કરાઇ નથી. આ દરમિયાન તમને જણાવી રહ્યા છીએ કે અત્યાર સુધી ગુજરાતની 16 સીટોએ મુખ્યમંત્રી આપ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર અને અમદાવાદનો દબદબો જોવા મળી રહ્યો છે. હાલના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયા (અમદાવાદ)નું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

Advertisment

ઉત્તર ગુજરાતને નહીંવત પ્રતિનિધિત્વ

મુખ્યમંત્રીની સીટની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતને નહીંવત પ્રતિનિધિત્વ મળ્યું છે. એકમાત્ર શંકરસિંહ વાઘેલા ઉત્તર ગુજરાતની રાધનપુર સીટ પરથી લડ્યા હતા અને મુખ્યમંત્રી બન્યા હતા. જોકે તે ફક્ત 370 દિવસ માટે મુખ્યમંત્રી રહ્યા હતા. આ પછી ઉત્તર ગુજરાતની સીટ પરથી કોઇ મુખ્યમંત્રી ચૂંટાયા નથી.

આ પણ વાંચો - કોંગ્રેસનો હાથ છોડી કેસરિયો ધારણ કરનાર મોહનસિંહ રાઠવાથી કોંગ્રેસને કેમ મોટો ફટકો પડશે?

ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં 17 મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતા બન્યા હતા. જ્યારે રાજ્યના સૌથી લાંબો સમય મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ નરેન્દ્ર મોદીના નામે છે જે ઓક્ટોબર 2001થી 2014 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.

Advertisment

ગુજરાતના મુખ્યમંત્રીઓની સીટ

મુખ્યમંત્રીબેઠક
જીવરાજ મહેતાઅમરેલી
બળવંતરાય મહેતાભાવનગર
હિતેન્દ્ર દેસાઈઓલપાડ
ઘનશ્યામભાઈ ઓઝાદહેગામ
ચીમનભાઇ પટેલસંખેડા
બાબુભાઈ જશભાઈ પટેલસાબરમતી
માધવસિંહ સોલંકીભાદરણ
અમરસિંહ ચૌધરીવ્યારા
છબીલદાસ મહેતામહુવા
કેશુભાઈ પટેલવિસાવદર
સુરેશ મહેતામાંડવી
શંકરસિંહ વાઘેલારાધનપુર
દિલીપ પરીખધંધુકા
નરેન્દ્ર મોદીરાજકોટ-2
નરેન્દ્ર મોદીમણિનગર
આનંદીબેન પટેલઘાટલોડિયા
વિજય રૂપાણીરાજકોટ (પશ્ચિમ)
ભૂપેન્દ્ર પટેલઘાટલોડિયા
ચૂંટણી 2022 ગુજરાત Express Exclusive congress ભાજપ gujarat election 2022