scorecardresearch

હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીની ત્રિપુટી વેરવિખેર, 2017માં ભાજપની વિરુદ્ધ હતા

Gujarat Assembly Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખ (Gujarat Assembly Election Date) જાહેર થઈ ગઈ છે. 2017ની ચૂંટણીમાં ભાજપ માટે મુશ્કેલી સર્જનાર હાર્દિક પટેલ (Hardik Patel), અલ્પેશ ઠાકોર (Alpesh Thakor) અને જીગ્નેશ મેવાણી (Jignesh Mevani) ની ત્રિપુટી વેરવિખેર થઈ ગઈ છે. તો જોઈએ હાલ શું કરે છે.

હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીની ત્રિપુટી વેરવિખેર, 2017માં ભાજપની વિરુદ્ધ હતા
હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરની ત્રિપુટી વેરવિખેર

ગુજરાત ચૂંટણી સમાચાર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો (Gujarat Assembly Election Date) જાહેર કરવામાં આવી છે. આવી સ્થિતિમાં તમામ રાજકીય પક્ષો ચૂંટણી જંગમાં કમર કસી રહ્યા છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી ખૂબ જ રસપ્રદ લાગી રહી છે, પરંતુ 2017ની વિધાનસભાનું ચિત્ર આનાથી થોડું અલગ હતું.

2017માં ત્રણ યુવા નેતાઓ ભાજપ વિરુદ્ધ એક સાથે આવ્યા હતા

2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ત્રણ યુવા નેતાઓ ભાજપ સામેની લડાઈમાં એકસાથે જોવા મળ્યા હતા. આ નેતાઓમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણી હતા. આ ચૂંટણી દરમિયાન આ ત્રણેય નેતાઓ ગુજરાતમાં ફર્યા હતા અને ભાજપ વિરુદ્ધ પ્રચાર કરતી વખતે પરિવર્તન લાવવાની વાત કરી હતી. આ નેતાઓને સીધું સમર્થન નહોતું, પરંતુ કોંગ્રેસનું સમર્થન હતું. જો કે આ ત્રણેયના સંયુક્ત વિરોધ છતાં ભાજપ સરકાર બનાવવામાં સફળ રહી હતી. જો કે, તેની બેઠકો સૌથી ઓછી (99) થઈ ગઈ હતી. કોંગ્રેસને 16 બેઠકો મળી હતી.

કોંગ્રેસે પણ ઉત્તર ગુજરાતની વડગામ બેઠક પર જિજ્ઞેશ મેવાણી (અપક્ષ) સામે પોતાનો ઉમેદવાર ન ઉતારીને તેને મદદ કરી હતી. તો અલ્પેશ કોંગ્રેસમાં જોડાયા હતા અને તેઓ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.

ફોટો – ઈન્ડીયન એક્સપ્રેસ

આ ચૂંટણીમાં આ ત્રણેય ક્યાં છે?

2017ની વિધાનસભાની ચૂંટણી બાદ આ ત્રણેયની રાજનીતિ અલગ-અલગ રીતે ચર્ચાતી હતી, પરંતુ 2022માં યોજાનારી આ ચૂંટણીમાં આ ત્રણેય ખાસ દેખાતા નથી. હાર્દિકના કોંગ્રેસમાં જોડાયાના ચાર મહિના બાદ અલ્પેશ ભાજપમાં જોડાયો હતો.

તો, જીગ્નેશ મેવાણી આખરે 2021 માં દિલ્હીમાં કોંગ્રેસમાં જોડાયા અને હવે તેઓ તેમની વિધાનસભા બેઠક સહિત ગુજરાતના અન્ય વિસ્તારોમાં પાર્ટી માટે પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ હાર્દિક પટેલને રાજ્યના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા પરંતુ તેઓ 2022માં ભાજપમાં જોડાયા હતા.

આ પણ વાંચોGujarat Election Survey: શું ગુજરાતના મતદારો ભાજપ સરકારની કામગીરીથી સંતુષ્ટ છે? જુઓ સર્વેમાં શું આવ્યું

ત્રણેય નેતાઓ અલગ-અલગ આધારો પર પોત-પોતાના પક્ષમાં છે અને 2017ની ચૂંટણીમાં પણ આ જ કારણોસર ખૂબ ચર્ચામાં આવ્યા હતા, પરંતુ આ વિધાનસભા ચૂંટણી પહેલા આ ત્રણેય સંપૂર્ણપણે વિખૂટા પડી ગયા છે.

Web Title: Gujarat assembly election 2022 hardik patel alpesh thakor jignesh mevani bjp

Best of Express