scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલીવાર માત્ર 38 દિવસની જ આચારસંહિતા

ગુજરાત વિધાનસભા ચૂંટણી: ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારને (Rajiv kumar) ગુજરાતમાં લાગૂ થયેલી શોર્ટટાઇમ આચારસંહિતાને લઇ સવાલ કરાયો હતો. જે અંગે રાજીવ કુમારે જણાવ્યું હતું કે, દિલ્હીમાં પણ સામાન્ય ચૂંટણી વખતે આચારસંહિતા માટે 38 દિવસનો જ સમય આપ્યો હતો.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 20 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલીવાર માત્ર 38 દિવસની જ આચારસંહિતા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઇ રેકોર્ડ સર્જાયો

ગઇકાલે 3 નવેમ્બરના રોજ મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. આ સાથે રાજ્યમાં આચારસિંહતા લાગુ થઇ ગઇ છે. ત્યારે આ વખતે આચારસંહિતાના સમયને લઇ છેલ્લા 20 વર્ષનો રેકોર્ડ તુટશે. કારણ કે આ વખતે રાજ્યમાં પ્રથમ વખત 38 દિવસની જ આચારસંહિતા લાગુ થશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં જ્યારે ચૂંટણીની તારીખો જાહેર થાય ત્યારથી લઇ ચૂંટણીના પરિણામ આવે ત્યાં સુધી તમામ પક્ષોએ આચારસંહિતાનું અમલીકરણ ફરજીયાત હોય છે. આ દરમિયાન ચૂંટણી આયોગ રાજકીય પક્ષોની ગતિવિધિઓ, બેઠકો, કાર્ય તેમજ સાર્વજનિક રેલીયો સહિત માસ મીડિયાનો ઉપયોગ તથા તેના દુરઉપયોગ વગેરે પર બાજ નજર રાખે છે.

ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારને ગુજરાતમાં લાગુ થયેલી શોર્ટટાઇમ આચારસંહિતાને લઇ સવાલ કર્યો હતો. જે અંગે રાજીવ કુમારે જણાવ્યું હતું કે, દિલ્હીમાં પણ સામાન્ય ચૂંટણી વખતે આચારસંહિતા 38 દિવસ માટે જ લાગુ થઇ હતી.

ચૂંટણી આયોગનો રેકોર્ડ દર્શાવે છે કે, ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2022 માટે અમલમાં મૂકાયેલી આચારસંહિતા છેલ્લા 20 વર્ષોમાં સૌથી ઓછા દિવસોની છે. ગુજરાતમાં ડિસેમ્બર 2002માં જ્યારે એક જ તબક્કામાં ચૂંટણી થઇ હતી ત્યારે આચારસંહિતાની સમયમર્યાદા 50 દિવસ સુધી લંબાવાઇ હતી. આ સાથે ગુજરાતમાં વર્ષ 2002માં પ્રથમ વખત ચૂંટણીમાં EVM મશીનનો ઉપયોગ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2002માં ગુજરાતમાં પ્રથમ વખત વિધાનસભાને સમયથી પહેલાં ભંગ કરવામાં આવી હતી. જેને પગલે ભાજપે તાત્કાલિક ચૂંટણીનું આહ્વાન કર્યું હતું.

આચારસંહિતાના સમયનો ઇતિહાસ

વર્ષ 2007માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં થઇ હતી. જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં એક જ દિવસમાં મતદાન કરવામાં આવ્યું હતું. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અલગ દિવસે મતદાન થયું હોવાના કારણે આચારસંહિતા 78 દિવસ સુધી લંબાવાઇ હતી. તો વર્ષ 2012માં વિધાનસભા ચૂંટણીમાં એમસીસી 83 દિવસ લંબાવાઇ હતી. જે અત્યારસુધીનો એમસીસીનો લાંબો સમય ગણાય છે.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીને પૂછવામાં આવ્યું હતું કે, શું આચારસંહિતાના કારણે ચૂંટણી પ્રચારને અસર થાય છે? જે અંગે મનીષ દોશીએ જણાવ્યું હતું કે હિમાચલ અને ગુજરાતમાં થનારી ચૂંટણીની તારીખો એકસાથે જાહેર કરવાની જરૂર હતી. કારણ કે બંને રાજ્યના પરિણામ એક જ દિવસે આવવના છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ ભાજપે જીતવા માટે કમર કસી લીધી, આટલા છે પડકારો

આ દરમિયાન અમદાવાદ જિલ્લાના ચૂંટણી અધિકારી ડો.ધવલ પટેલનું નિવેદન સામે આવ્યું હતું. ડો.ધવલ પટેલે ગુરુવારે તેના નિવેદનમાં કહ્યું હતું કે, ચૂંટણી આયોગે સાર્વજનિક સ્થળોને ખરાબ કરનાર રાજકીય પાર્ટીઓના પ્રતિકોને હટાવી આચારસંહિતા લાગૂ થઇ ગઇ છે. ઘવલ પટેલે જિલ્લા કલેક્ટ્રેટમાં મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, જિલ્લા પ્રશાસન સાથે સંકળાયેલા સરકારી ઓફિસરો સાથે એક બેઠક પણ થઇ હતી. જેમાં તેમણે લાગૂ કરેલી આચારસંહિતાના દિશાનિર્દેશો અંગે વિસતૃત જાણકારી આપી હતી.

પ્રથમ ચરણમાં ક્યાં જિલ્લામાં મતદાન થશે

ગુજરાતમાં 1 ડિસેમ્બરના રોજ ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન થશે. જેમાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી સહિત વલસાડ જિલ્લાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મોરબી પુલ દુર્ઘટના વિશે શું વિચારે છે મતદારો?

બીજા ચરણનું મતદાન

જ્યારે ચૂંટણીના બીજા ચરણનું મતદાન બાકી રહેલી 93 સીટ માટે 5 ડિસેમ્બરે થશે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંઘીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા સહિત છોટાઉદેપુર જિલ્લાનો સમાવેશ થાય છે.

Web Title: Gujarat assembly election 2022 in first time mcc implement only 38 days

Best of Express