Gujarat Assembly Election 2022: અભિનેતા પરેશ રાવલે (Paresh Rawal)ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન બંગાળીઓ પર આપેલા એક નિવેદનને લઇને માફી માંગી છે. વલસાડમાં અભિનેતા પરેશ રાવલે ચૂંટણી પ્રચારમાં ભાષણ આપવા દરમિયાન રોહિંગ્યા મુસલમાન અને બંગાળીઓ સાથે જોડાયેલ એક નિવેદન આપ્યું હતું. તેમના નિવેદનને લઇને સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા જોવા મળી હતી. હવે તેમણે આ નિવેદનને લઇને માફી માંગતા કહ્યું કે મારો મતલબ રોહિંગ્યા બાંગ્લાદેશીઓથી હતો. જો મેં કોઇને ભાવનાને ઠેસ પહોંચાડી છે તો હું માફી માંગું છું.
પરેશ રાવલે શું કહ્યું હતું?
પૂર્વ સાંસદ અને ભાજપા નેતા પરેશ રાવલ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપા માટે પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન વલસાડમાં ભાષણ આપતા કહ્યું કે ગેસ સિલિન્ડર મોંઘો છે પણ તે સસ્તો થઇ જશે. લોકોને રોજગારી પણ મળી જશે. પણ શું થશે જ્યારે રોહિંગ્યા મુસ્લિમ અને બાંગ્લાદેશી તમારી આસપાસ રહેવા લાગશે. જેવું કે દિલ્હીમાં થઇ રહ્યું છે. ત્યારે તમે ગેસ સિલિન્ડરનું શું કરશો? બંગાળીઓ માટે માછલી પકવશો?
આ પણ વાંચો – કોંગ્રેસે રોક્યો હતો ગુજરાતનો વિકાસ, કાંકરેજમાં પીએમ નરેન્દ્ર મોદીનો મોટો પ્રહાર
વિરોધ થતા માફી માંગી
પરેશ રાવલના નિવેદન પછી બંગાળી સમુદાય અને સોશિયલ મીડિયા પર કેટલાક અન્ય લોકોની પ્રતિક્રિયા આવી હતી. જે પછી ભાજપા નેતાએ ટ્વિટર પર માફી માંગતા કહ્યું કે નિશ્ચિત રુપથી માછલી મુદ્દો નથી કારણ કે ગુજરાતી માછલી પકાવે છે અને ખાય છે. હું સ્પષ્ટ કરી દઉં કે મારો મતલબ અવૈધ બાંગ્લાદેશી અને રોહિંગ્યાથી હતો. જોકે છતા જો મેં તમારી ભાવનાને ઠેસ પહોંચાડી છે તો હું માફી માંગું છું.