રાઘવ ચઢ્ઢાએ ગુજરાત ચૂંટણીમાં કર્યો શોલેના ડાયલોગનો ઉલ્લેખ, કહ્યું- તમારા હાથમાં ભણેલી-ગણેલી સરકાર બનાવવાની તક

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : રાઘવ ચઢ્ઢાએ કહ્યું - અરવિંદ કેજરીવાલનો જન્મ ભારત દેશથી ભ્રષ્ટાચાર અને મોંઘવારીને ખતમ કરવા માટે થયો છે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 : રાઘવ ચઢ્ઢાએ કહ્યું - અરવિંદ કેજરીવાલનો જન્મ ભારત દેશથી ભ્રષ્ટાચાર અને મોંઘવારીને ખતમ કરવા માટે થયો છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update

કાંકરેજમાં જનસભાને સંબોધિત કરતા રાઘવ ચઢ્ઢા (તસવીર સોર્સ - : @AAPGujarat) Gujarat)

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને બધા રાજનીતિક દળોના સ્ટાર પ્રચારક પોતાના ઉમેદવારો માટે પ્રચાર કરી રહ્યા છે. જનતાને તમામ પ્રકારના વાયદાઓ કરી રહ્યા છે. એકબીજા પર પ્રહાર પણ કરી રહ્યા છે. બુધવારે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાએ (Raghav Chadha) એક જનસભા દરમિયાન શોલે ફિલ્મનો ડાયલોગ બોલીને પોતાના નેતા અરવિંદ કેજરીવાલની પ્રશંસા કરી હતી.

Advertisment

કાંકરેજમાં જનસભાને સંબોધિત કરતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે શોલે ફિલ્મમાં એક ડાયલોગ હતો કે સો જા બેટા, સો જા, નહીં તો ગબ્બર આ જાયેગા. આજે ગુજરાતમાં જ્યારે મીલો દૂર કોઇ ભ્રષ્ટાચારી રડે છે તો તેની માતા કહે છે કે બેટા સો જા, નહીં તો કેજરીવાલ આવી જશે અને તને જેલમાં નાખી દેશે.

રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલનો જન્મ ભારત દેશથી ભ્રષ્ટાચાર અને મોંઘવારીને ખતમ કરવા માટે થયો છે. લોકોના અભૂતપૂર્વ સમર્થનથી એ સ્પષ્ટ જોવા મળે છે કે ગુજરાતમાં ફેરફાર આવવાનો છે.

તમારા લોકોના હાથમાં ભણેલી-ગણેલી સરકાર બનાવવાની તક - રાઘવ ચઢ્ઢા

આપ નેતાએ કહ્યું કે આજે ગુજરાત ઘણા મહત્વપર્ણ મોડ પર આવીને ઉભું છે. તમારા જીવનકાળમાં પ્રથમ વખત એવી તક આવે છે કે લોકોને ભાજપા-કોંગ્રેસથી છૂટકારો મળી શકે છે. તમારા લોકોના હાથમાં ભણેલી-ગણેલી સરકાર બનાવવાની તક છે. જે તમારા બધાના હિતમાં કામ કરી શકે છે.

Advertisment

આ પણ વાંચો - ગુજરાત ચૂંટણી જંગ માદરે વતન મહેસાણામાં મોદીનો માસ્ટર સ્ટ્રોક, જીતનો રસ્તો કર્યો પાક્કો

દિલ્હીમાં 15 વર્ષ જૂની મજબૂત કોંગ્રેસ પાર્ટીને જડથી ઉખાડીને ફેંકી દીધી - રાઘવ ચઢ્ઢા

દિલ્હીનો ઉલ્લેખ કરીને રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે 15 વર્ષ દિલ્હીમાં કોંગ્રેસની સરકાર હતી. ઘણું મજબૂત શાસન હતું પણ દિલ્હીના લોકોએ એક દિવસ મન બનાવી લીધુ અને 15 વર્ષ જૂની મજબૂત કોંગ્રેસ પાર્ટીને જડથી ઉખાડીને ફેંકી દીધી અને આમ આદમી પાર્ટીને મજબૂત જનાદેશ આપીને સરકાર બનાવી હતી.

રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે પંજાબમાં 50 વર્ષથી કોંગ્રેસ અને અકાલી દળ બે જ પાર્ટી સરકાર ચલાવી રહી હતી. પંજાબના લોકોએ પણ કોંગ્રેસ પાર્ટીને જડથી ઉખાડી નાખી અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવી છે.

ગુજરાતમાં 35 વર્ષ કોંગ્રેસ અને 27 વર્ષ ભાજપે રાજ કર્યું - રાઘવ ચઢ્ઢા

રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે ગુજરાતમાં 1960થી 35 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર રહી. 27 વર્ષથી ગુજરાતમાં ભાજપાની સરકાર છે. આ બન્ને સરકારોએ પોતાની સત્તામાં ફક્ત પોતાના પરિવાર અને સંબંધીઓનું ભલુ કર્યું પણ ગુજરાતના ગરીબ આદમી માટે કશું કર્યું નથી. જ્યારે તમે લોકોએ 35 વર્ષ કોંગ્રેસ અને 27 વર્ષ ભાજપાને આપ્યા છે તો ફક્ત એક વખત આમ આદમી પાર્ટીને તક આપો. તે પછી જુઓ ગુજરાતના ખેડૂતો, ગરીબો માટે અરવિંદ કેજરીવાલની સરકાર શું કામ કરે છે.

ચૂંટણી 2022 અરવિંદ કેજરીવાલ ગુજરાત આપ gujarat election 2022