Gujarat Assembly Election 2022 Voting : ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન થઈ ગયું છે. પ્રથમ તબક્કાની જેમ બીજા તબક્કાના મતદાનમાં પણ મતદારોનો મતદાનમાં ઉત્સાહ થોડો ઓછો જોવા મળ્યો, ગત 2017ની વિધાનસભા ચૂ્ંટણી કરતા આ વખતે 5.47 ટકા મતદાન ઓછુ થયું છે. વર્ષ 2017માં બીજા તબક્કામાં 70.77 ટકા મતદાન થયું હતું, જ્યારે વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 65.30 ટકા મતદાન થયું છે.
તમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022માં સોમવારે (5 ડિસેમ્બર) બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સમાપ્ત થયું છે. બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન યોજાયું હતું. બીજા તબક્કામાં 833 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હતા, જેમાં 69 મહિલા ઉમેદવારો પણ છે. આ તમામનું ભાવી ઈવીએમમાં કેદ થઈ ગયું છે. 13 બેઠકો અનુસુચિત જનજાતિ માટે રિઝર્વ બેઠકો છે, જ્યારે 6 બેઠકો અનુસુચિત જાતિ માટે અનામત છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યની તમામ 182 બેઠકો માટ મતગણતરી 8 ડિસેમ્બરે કરવામાં આવશે, જેમાં કોને કેટલી બેઠકો મળી તે જાહેર થઈ જશે.
બનાસકાંઠા
બેઠક ક્રમાંક બેઠક 2017 2022 તફાવત 7 વાવ 81.22 74.11 -7.11 8 થરાદ 86.15 86.91 0.76 9 ધાનેરા 75.81 75.63 -0.18 10 દાંતા 74.43 70.63 -3.8 11 વડગામ 72.12 66.21 -5.91 12 પાલનપુર 70.11 62.63 -7.48 13 ડિસા 71.74 73.94 2.2 14 દિયોદર 77.38 75.48 -1.9 15 કાંકરેજ 76.07 68.9 -7.17 કુલ સરેરાશ 75.92 72.49 -3.43
પાટણ
બેઠક ક્રમાંક બેઠક 2017 2022 તફાવત 16 રાધનપુર 68.64 65.06 -3.58 17 ચાણસ્મા 68.89 63.04 -5.85 18 પાટણ 70.26 66.87 -3.39 19 સિધ્ધપુર 70.98 69.53 -1.45 કુલ સરેરાશ 69.67 66.07 -3.6
મહેસાણા
બેઠક ક્રમાંક બેઠક 2017 2022 તફાવત 20 ખેરાલુ 72.16 67.38 -4.78 21 ઊંઝા 71.86 63.16 -8.7 22 વિસનગર 74.96 69.11 -5.85 23 બેેચરાજી 70.67 62.58 -8.09 24 કડી 74.86 71.09 -3.77 25 મહેસાણા 71.07 62.1 -8.97 26 વિજાપુર 72.29 70.02 -2.27 કુલ સરેરાશ 72.55 66.41 -6.14
સાબરકાંઠા
બેઠક ક્રમાંક બેઠક 2017 2022 તફાવત 27 હિંમતનગર 77.37 71.76 -5.61 28 ઇડર 75.92 71.35 -4.57 29 ખેેડબ્રહ્મા 76.18 72.23 -3.95 33 પ્રાંતિજ 74.94 70.28 -4.66 કુલ સરેરાશ 76.12 71.43 -4.69
અરવલ્લી
બેઠક ક્રમાંક બેઠક 2017 2022 તફાવત 30 ભિલોડા 69.46 65.07 -4.39 31 મોડાસા 71.17 68.2 -2.97 32 બાયડ 70.88 70.02 -0.86 કુલ સરેરાશ 70.44 67.55 -2.89
ગાંધીનગર
બેઠક ક્રમાંક બેઠક 2017 2022 તફાવત 34 દહેગામ 72.72 68.67 -4.05 35 ગાંધીનગર દક્ષિણ 70.77 65.21 -5.56 36 ગાંધીનગર ઉત્તર 69.1 60.73 -8.37 37 માણસા 76.31 71.24 -5.07 38 કલોલ 73.51 70.12 -3.39 કુલ સરેરાશ 72.3 66.89 -5.41
અમદાવાદ
બેઠક ક્રમાંક બેઠક 2017 2022 તફાવત 39 વિરમગામ 68.16 65.57 -2.59 40 સાણંદ 75.69 69.26 -6.43 41 ઘાટલોડિયા 68.71 59.71 -9 42 વેજલપુર 67.47 58.37 -9.1 43 વટવા 68.09 59.06 -9.03 44 એલિસબ્રિજ 63.93 55.41 -8.52 45 નારણપુરા 66.5 56.53 -9.97 46 નિકોલ 67.25 58.84 -8.41 47 નરોડા 62.54 52.78 -9.76 48 ઠક્કરબાપા નગર 66.22 55.55 -10.67 49 બાપુનગર 64.81 58.2 -6.61 50 અમરાઇવાડી 64.01 53.44 -10.57 51 દરિયાપુર 65.16 59.4 -5.76 52 જમાલપુર ખાડિયા 65.31 58.24 -7.07 53 મણીનગર 64.88 55.34 -9.54 54 દાણીલીમડા 67.63 58.62 -9.01 55 સાબરમતી 65.91 55.72 -10.19 56 અસારવા 65.58 56.59 -8.99 57 દસ્ક્રોઇ 71.91 64.44 -7.47 58 ધોળકા 69.83 66.61 -3.22 59 ધંધુકા 57.45 60.25 2.8 કુલ સરેરાશ 66.69 59.1 -7.59
આણંદ
બેઠક ક્રમાંક બેઠક 2017 2022 તફાવત 108 ખંભાત 69.59 67.61 -1.98 109 બોરસદ 70.27 69.31 -0.96 110 આંકલાવ 76.04 74.12 -1.92 111 ઉમરેઠ 71.63 68.44 -3.19 112 આણંદ 68.86 61.13 -7.73 113 પેટલાદ 72.76 70.83 -1.93 114 સોજીત્રા 75.18 70.13 -5.05 કુલ સરેરાશ 71.82 68.42 -3.4
ખેડા
બેઠક ક્રમાંક બેઠક 2017 2022 તફાવત 115 માતર 75.11 69.71 -5.4 116 નડિયાદ 67.44 59.9 -7.54 117 મહેેમદાબાદ 75.77 72.45 -3.32 118 મહુધા 69.77 69.16 -0.61 119 ઠાસરા 70.91 71.64 0.73 120 કપડવંજ 73.29 68.72 -4.57 કુલ સરેરાશ 72 68.55 -3.45
મહિસાગર
બેઠક ક્રમાંક બેઠક 2017 2022 તફાવત 121 બાલાસિનોર 66.27 62.63 -3.64 122 લુણાવાડા 67.33 62.96 -4.37 123 સંતરામપુર 67 59.01 -7.99 કુલ સરેરાશ 66.86 61.69 -5.17
પંચમહાલ
બેઠક ક્રમાંક બેઠક 2017 2022 તફાવત 124 શહેરા 72.41 68.94 -3.47 125 મોરવા હડફ 63.14 61.24 -1.9 126 ગોધરા 70.97 66.01 -4.96 127 કાલોલ 72.47 72.9 0.43 128 હાલોલ 74.44 72.27 -2.17 કુલ સરેરાશ 70.96 68.44 -2.52
દાહોદ
બેઠક ક્રમાંક બેઠક 2017 2022 તફાવત 129 ફતેહપુરા 61.92 54 -7.92 130 ઝાલોદ 67.82 58.86 -8.96 131 લીમખેડા 74.78 67.01 -7.77 132 દાહોદ 65.07 59.46 -5.61 133 ગરબડા 54.36 50.15 -4.21 134 દેવગઢબારીયા 78.84 72.26 -6.58 કુલ સરેરાશ 66.84 60.07 -6.77
વડોદરા
બેઠક ક્રમાંક બેઠક 2017 2022 તફાવત 135 સાવલી 77.43 75.77 -1.66 136 વાઘોડિયા 76.94 73.88 -3.06 140 ડભોઇ 79.74 72.99 -6.75 141 વડોદરા શહેર 68.33 60.02 -8.31 142 સયાજીગંજ 67.74 58.91 -8.83 143 અકોટા 67.51 59.36 -8.15 144 રાવપુરા 66.91 57.69 -9.22 145 માંજલપુર 68.99 59.54 -9.45 146 પાદરા 80.74 76.79 -3.95 147 કરજણ 77.31 71.43 -5.88 કુલ સરેરાશ 72.58 65.83 -6.75
છોટા ઉદેપુર
બેઠક ક્રમાંક બેઠક 2017 2022 તફાવત 137 છોટાઉદેપુર 67.62 63.14 -4.48 138 જેતપુર 69.32 66.19 -3.13 139 સંખેડા 72.46 70.22 -2.24 કુલ સરેરાશ 69.84 66.54 -3.3





