ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: વિજય રુપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ચૂંટણી નહીં લડે

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરે તે પહેલા વિજય રૂપાણી, નીતિન પટેલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી

Written by Ashish Goyal
Updated : November 09, 2022 21:19 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: વિજય રુપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ચૂંટણી નહીં લડે
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ (તસવીર સોર્સ - નીતિન પટેલ ફેસબુક)

Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપા પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરે તે પહેલા જ મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ ઉપ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને આર સી ફળદુ પણ ચૂંટણી લડશે નહીં.

વિજય રૂપાણીએ કહ્યું કે મેં બધાના સહયોગથી પાંચ વર્ષ સુધી સીએમના રુપમાં કામ કર્યું. આ ચૂંટણીમાં નવા કાર્યકર્તાઓને જવાબદારી આપવામાં આવે. હું ચૂંટણી લડીશ નહીં. મેં વરિષ્ઠોને પત્ર મોકલીને દિલ્હી જાણ કરી દીધી છે. અમે પસંદ થયેલા ઉમેદવારોને જીતાડવાનું કામ કરીશું.

ઉલ્લેખનીય છે કે 2017માં રાજકોટ પશ્વિમ બેઠક પરથી વિજય રૂપાણી ચૂંટણી લડ્યા હતા. વિજય રૂપાણી હાલમાં પંજાબ ભાજપના પ્રભારી છે. આ વિધાનસભા ચૂંટણીમાં રાજકોટ પશ્વિમ બેઠક પર નવા ચહેરાની પસંદગી થશે તે નક્કી છે.

નીતિન પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખીને ચૂંટણી નહી લડવાની વાત કરી હતી. તેમણે મહેસાણા બેઠકથી ચૂંટણી નહી લડવાની વાત કરી છે.

આ પણ વાંચો – આ બેઠકો પરથી મળ્યા ‘ગુજરાતના નાથ’, સૌરાષ્ટ્ર, અમદાવાદનો દબદબો

નીતિન પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખીને ચૂંટણી નહી લડવાની વાત કરી

નીતિન પટેલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પત્ર લખીને ચૂંટણી નહી લડવાની વાત કરી

ભગાભાઈ બારડ ભાજપમાં જોડાયા

છોટા ઉદેપુરના કોંગ્રેસના મોટા નેતા મોહન સિંહ રાઠવા બાદ ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભગાભાઈ બારડ ભાજપમાં જોડાતા બીજેપીની તાકાત વધી રહી છે. ગીર સોમનાથ જિલ્લાની તલાલા બેઠકના ધારાસભ્ય ભગાભાઈ બારડ ભાજપમાં જોડાઈ ગયા છે. ભગાભાઈ બારડ ગીર સોમનાથ જિલ્લાની તલાલા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય છે. ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં તેમની પકડ મજબુત માનવામાં આવે છે. ભગાભાઈ આહિર સમાજનો મોટો ચહેરો છે. અને ગીર સમોનાથ સહિત 11 બેઠકો પર આહિર સમાજના મતદારોનું પ્રભુત્વ વધારે છે. ભગાભાઈ બારડ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ગોવિંદભાઈ પરમારને 1730 મતોથી હરાવ્યા હતા.

ગુજરાતમાં બે તબક્કામાં મતદાન

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મતદાન બે તબક્કામાં થશે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બર 2022ના દિવસે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર 2022ના દિવસે થશે. જ્યારે મતગણતરી 8 ડિસેમ્બર 2022ના રોજ થશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ