ગુજરાત વિધાનસભા ચૂંટણી સર્વે: CBI દ્વારા મનીષ સિસોદિયાની પૂછપરછથી કઈ પાર્ટીને ફાયદો થશે?

Gujarat assembly election ABP C-Voter Survey : ગુજરાત વિધાનસભા ચૂંટણી એબીપી સી-વોટર સર્વે, સીબીઆઈ (CBI) દ્વારા મનિષ સિસોદીયા (Manish Sisodia) ની પુછપરછથી કોને ફાયદો, પીએમ મોદીની મંદિરોની મુલાકાતથી ભાજપને ફાયદો થશે? મતદારોનો મૂડ

Written by Kiran Mehta
Updated : October 25, 2022 14:58 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી સર્વે: CBI દ્વારા મનીષ સિસોદિયાની પૂછપરછથી કઈ પાર્ટીને ફાયદો થશે?
ગુજરાત વિધાનસભા ચૂંટણી - એબીપી સી વોટર સર્વે

ABP News C-Voter Survey: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ABP News એ C-Voter સાથે સર્વે હાથ ધર્યો હતો અને તમામ મુદ્દાઓ પર લોકોનો અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો હતો. તાજેતરના સર્વેમાં ગુજરાતના લોકો તરફથી આમ આદમી પાર્ટી (AAP)ને લઈને પણ ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું કે, કથિત દારૂ કૌભાંડમાં સીબીઆઈ દ્વારા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પૂછપરછથી કઈ પાર્ટીને ફાયદો થશે. શું AAP આને ચૂંટણીના મુદ્દા તરીકે ઉઠાવવામાં સફળ થઈ શકશે?

સીબીઆઈ દ્વારા સોસિદિયાની પૂછપરછથી કયા પક્ષને ફાયદો?

આ સવાલના જવાબમાં 42 ટકા લોકોએ કહ્યું કે, તેનાથી ભાજપને ફાયદો થશે. 34 ટકા લોકોએ માન્યું કે તેનાથી AAPને ફાયદો થશે, જ્યારે 15 ટકા લોકોએ કહ્યું કે તેનાથી કોંગ્રેસને ફાયદો થશે. તો, 9 ટકા લોકોએ કહ્યું કે આનાથી કોઈપણ પક્ષને ફાયદો થશે નહીં.

સર્વે દરમિયાન લોકોને એ પણ પૂછવામાં આવ્યું કે શું સિસોદિયાને અરવિંદ કેજરીવાલ દ્વારા આજના ભગત સિંહ કહેવું યોગ્ય છે કે ખોટું? 63 ટકા લોકોને ખોટું લાગ્યું. જ્યારે 37 ટકા લોકોએ તેને સાચું માન્યું.

પીએમ મોદીની મુલાકાતથી ભાજપને શું ફાયદો?

આ જ સર્વે દરમિયાન લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ધાર્મિક સ્થળોની મુલાકાત વિશે પણ પૂછવામાં આવ્યું હતું. તેમને પૂછવામાં આવ્યું હતું કે શું નરેન્દ્ર મોદીની હિન્દુ ધર્મસ્થળોની મુલાકાતથી ભાજપને ચૂંટણીમાં ફાયદો થશે. જેના પર 54 ટકા લોકોએ સકારાત્મક જવાબ આપ્યો. જ્યારે 46 ટકા લોકોએ કહ્યું કે તેનાથી ભાજપને કોઈ ફાયદો થશે નહીં. તમને જણાવી દઈએ કે, પીએમ મોદીએ તાજેતરમાં જ ઉજ્જૈનમાં મહાકાલ મંદિર અને ઉત્તરાખંડના કેદારનાથ અને બદ્રીનાથની મુલાકાત લીધી હતી.

પીએમ મોદી પર વ્યક્તિગત હુમલાથી વિપક્ષને નુકસાન

એબીપી ન્યૂઝ અને સી-વોટરે તેમના સર્વેમાં ગુજરાતના લોકોને પણ પૂછ્યું હતું કે, શું પીએમ મોદી પર વ્યક્તિગત હુમલા અને તેમને સીધા નિશાન બનાવવાથી વિપક્ષને વિપરીત નુકસાન થઈ શકે છે. 57 ટકા લોકોએ માન્યું હતું કે, આનાથી વિપક્ષને નુકસાન થશે. જ્યારે 43 ટકા લોકોએ કહ્યું કે વિરોધ પક્ષો પર કોઈ અસર નહીં થાય.

આ પણ વાંચોગુજરાત ચૂંટણી એબીપી સી-વોટર સર્વે: મહિલા મતદારો કોની સાથે? બીજેપી, કોંગ્રેસ કે આપને આપશે સમર્થન

તમને જણાવી દઈએ કે એબીપી ન્યૂઝ અને સી-વોટર હિમાચલ અને ગુજરાતમાં ચૂંટણી પહેલા સાપ્તાહિક સર્વે દ્વારા લોકોના મૂડને જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. હિમાચલમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે. જો કે ગુજરાતમાં ચૂંટણીની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ