ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP), ભાજપ અને કોંગ્રેસ આક્રમક છે. અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાત પ્રવાસે છે, તેમણે આજે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરી અને મહિલાઓ તથા યુવાનોને વોટ આપવા અને પરિવારના સભ્યોને વોટ અપાવવા અપીલ કરી, આ સિવાય તેમણે મોંઘવારી દુર કરવાનું અને રોજગાર માલે પોતાનું વિઝન મુક્યું આ સિવાય તેમણે ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ સાથે વાતચીતનો કેવો રિસ્પેન્સ મળ્યો તે જણાવ્યું તો આજે ડાયમંડ માર્કેટ સાથે જોડાયેલા વેપારીઓ સાથે પણ બેઠક છે તેની માહિતી આપી, ભાજપ સરકાર પર પ્રહાર કર્યા.
સુરતના ટેક્સટાઈલ વેપારીઓ સામે આપે પોતાનું વિઝન મુક્યું, તો વેપારીઓનો સારો પ્રતિભાવ મળ્યો. આજે તેઓ ડાયમંડ માર્કેટ સાથે જોડાયેલા લોકોને મળવા માટે અરવિંદ કેજરીવાલ જવાના છે. આવું પહેલીવાર બની રહયું છે કે, કોઈ નેતા તેમને સાંભળવા અને તેમના માટે કઈં સીધી વાત કરવા જઈ રહ્યું છે. આ પહેલા પણ અમે દરેક વેપારીઓ સાથે વાત કરી છે. તેમને સત્તાપક્ષ હેરાન કરે છે, ધમકાવે છે, તેઓ ખુલીને ભાજપ સામે આવી નથી શકતા, નહીં તો આ લોકો તેમનો ધંધો ચોપટ કરી શકે છે. મે વેપારીઓને કહ્યું તમે પૈસાતો કમાયા પરંતુ ઈજ્જત નહીં તો શું કરવાનું. અમારી સરકાર તમને માન-સન્માન પણ આપશે અને શાંતીથી વેપારી ધંધા કરી શકો તે માટે પ્રોત્સાહિત કરીશું.
અરવિંદ કેજરીવાલે આ સમયે કહ્યું કે, રાજ્ય સહિત દેશભરમાં મોંઘવારીએ માજા મુકી છે. મહિલાઓને ખબર છે, તેમના ઘર ખર્ચ માટેના પૈસા હવે 20 દિવસમાં ખતમ થઈ જાય છે. અમે લાઈટબીલમાં રાહત, આરોગ્ય સેવા મફત, બાળકના શિક્ષણ પાછળ થતો ખર્ચ બચાવીશું, યુવાનોને રોજગાર મળશે. હું મગિલાઓ અને યુવાનોને અપીલ કરૂ છુ કે, પોતાના ઘરના સભ્યોને મનાવી આપને વોટ આપે તે માટે સમજાવી લઈ જાઓ, ગુજરાતમાં પરિવર્તન હવે જરૂરી છે.
અરવિંદ કેજરીવાલ સુરતમાં
ઉલ્લેખનીય છે કે, અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતમાં સરકાર બનાવવાની ભવિષ્યવાણી કરી છે. પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે લેખિતમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં AAPની સરકાર બનવા જઈ રહી છે. આ પછી, તેમણે કોંગ્રેસ (Gujarat Congress) પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસને મત આપવો નકામો છે. આના પર કોંગ્રેસ ગુસ્સે થઈ ગઈ અને અરવિંદ કેજરીવાલ પર વળતો પ્રહાર કર્યો.
અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ પર શું કહ્યું?
ગુજરાતના લોકો સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે (AAP) કહ્યું કે AAPની સરકાર બની રહી છે. તમે રસ્તા પર જાઓ અને તમારો સર્વે કરો અને લોકોને પૂછો કે તેઓ કોને મત આપશે? કોંગ્રેસ ખતમ થઈ ગઈ, તેમનો મતદાર શોધવાથી પણ નહીં મળે. જે લોકો ડરના કારણે ભાજપને મત આપવાની વાત કરે છે, તેમાંથી પણ અડધાથી વધુ AAPને મત આપશે. આના પર કોંગ્રેસે પલટવાર કર્યો.
કોંગ્રેસે આ રીતે જવાબ આપ્યો
અરવિંદ કેજરીવાલના આ નિવેદન પર કોંગ્રેસે ટ્વીટ કર્યું, “AAPનો 1 ઉમેદવાર જીતવાનો નથી. ગુજરાતમાં AAPને 0 બેઠકો મળશે. જે પક્ષનું અસ્તિત્વ જ નથી, જે ચૂંટણી પછી અદૃશ્ય થઈ જશે તેના પર લોકો પોતાનો કિંમતી મત વેડફવાના નથી. 0 સીટ- 1 સીટ પણ નહીં આવે, ડિપોઝીટ પણ જપ્ત થશે, એ વાત જુદી છે. જનતાએ નક્કી કર્યું છે કે આ વખતે કોંગ્રેસની સરકાર બને છે.
લોકોની પ્રતિક્રિયાઓ
@Hemant_ITPro યુઝરે લખ્યું કે લડાઈ ભાજપ સાથે છે અને વિપક્ષો પોતાની વચ્ચે લડી રહ્યા છે. ભાઈ, લોકશાહીમાં ચૂંટણી લડવાનો દરેકને અધિકાર છે, પણ કેવી રીતે લડવું તે દરેકને ખબર નથી. @dr_sinhal યુઝરે લખ્યું કે, AAP પાર્ટીની સમસ્યા ભાજપ સાથે નહીં કોંગ્રેસ સાથે છે, તે ખૂબ જ આશ્ચર્યની વાત છે. @Bhaktavatsulu1 યુઝરે લખ્યું કે, ચૂંટણી કોંગ્રેસ અને AAP (સાવરણી) વચ્ચે છે કે ભાજપ કોંગ્રેસ અને AAP વચ્ચે છે? AAP અને કોંગ્રેસનો અભિપ્રાય એવો છે કે, અમે તો ડુબીશું સનમ, પરંતુ તમને પણ સાથે લઈ ડુબીશું.
આ પણ વાંચો – ભાજપ સંકલ્પ પત્ર : ખેડૂતો-મહિલાઓ-યુવાનો સહિત કોના માટે શું-શું વચન આપ્યા? જુઓ તમામ વિગત
@oneeight05 યુઝરે લખ્યું: અરવિંદ કેજરીવાલના કહેવા પર મેં 20 લોકોને પૂછ્યું કે, તમે કોને વોટ કરશો? 20 લોકોમાંથી 14 લોકોએ કહ્યું કે તેઓ ભાજપને મત આપશે અને 6 લોકોએ કહ્યું કે, તેઓ કોંગ્રેસને મત આપશે. મારા શ્રેષ્ઠ પ્રયાસો છતાં ઝાડુને મત આપવા માટેનું કોઈ મળ્યું નથી. @anshdby યુઝરે લખ્યું કે, કેજરીવાલ જી, તમારા કહેવા મુજબ હું ઘરની બહાર આવ્યો અને કેટલાક લોકોને પૂછ્યું કે, ગુજરાતમાં કોની સરકાર આવી રહી છે? તો બધાએ ભાજપની વાત કહી. પછી મેં પૂછ્યું કે, શું કેજરીવાલને મત આપવાનું તો બને છે, તો તેમનો જવાબ એવો હતો કે હું અહીં બતાવી ન શકુ.