અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં AAP વિરોધીઓને કંસના વંસજ કહ્યા, અમારી સરકાર બનશે તો રામભક્તોને ફ્રી અયોધ્યા મોકલશે

Gujarat Assembly Election, Arvind Kejriwal, Rambhakt, Ayodhya, Kans, Son of Kans, opposition Leaders, ગુજરાત વિધાનસભા ચૂંટણી, અરવિંદ કેજરીવાલ, ગુજરાત, વડોદરા, દાહોદ, અરવિંદ કેજરીવાલ સ્પીચ, રામ મંદિર, અયોધ્યા,

Written by Kiran Mehta
Updated : October 09, 2022 00:38 IST
અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં AAP વિરોધીઓને કંસના વંસજ કહ્યા, અમારી સરકાર બનશે તો રામભક્તોને ફ્રી અયોધ્યા મોકલશે
અરવિંદ કેજરીવાલ સ્પીચ

Gujarat Assembly Election : દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) શનિવારે કહ્યું હતું કે, જો ગુજરાત (Gujarat) માં તેમની સત્તા પર આવશે, તો ભગવાન રામના દર્શન માટે અયોધ્યા જવા ઇચ્છતા લોકોનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવશે. (Arvind Kejriwal speech) તેમણે એમ પણ કહ્યું કે, તેમની આમ આદમી પાર્ટી (AAP) આ વર્ષે ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાતની આગામી ચૂંટણી જીતશે, કારણ કે તે લોકો માટે અને “ભગવાન માટે” કામ કરી રહી છે. સાથે વડોદરામાં રેલી (Vadodara) માં કહ્યું કે, તેમનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો અને ભગવાને તેમને કંસના વંશજોને ખતમ કરવાનું એક વિશેષ કાર્ય સોંપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, હિંદુ વિરોધી ગણાવતા પોસ્ટરો ગુજરાતમાં લગાવ્યા પછી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ટિપ્પણી આવી છે. જે રાજ્યમાં ચૂંટણી છે ત્યાં કેજરીવાલ દ્વારા ભગવાન રામનું આહ્વાહન એક વીડિયો ક્લિપની પૃષ્ઠભૂમિના વિરુદ્ધ થયો, જેમાં દિલ્હીના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમને એક કાર્યક્મમાં દેખાડવામાં આવ્યા હતા, જેમાં સેકડો લોકોએ હિન્દુ દેવતાઓની નીંદા કરી બૌદ્ધ ધર્મ અપનાવવાનો સંકલ્પ લીધો હતો.

ગુજરાતમાં કેજરીવાલના હિન્દુ વિરોધી હોવાના પોસ્ટર લાગ્યા

ગુજરાતની બે દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે દાહોદમાં એક રેલીને સંબોધતા AAPના રાષ્ટ્રીય કન્વીનરે કહ્યું કે, દિલ્હી સરકારે આવી જ એક યોજના શરૂ કરી છે જેમાં ભગવાન રામના ભક્તોને વિશેષ ટ્રેનમાં વિનામૂલ્યે અયોધ્યા લઈ જવામાં આવે છે. તેમણે કહ્યું, “અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર આવતા વર્ષે તૈયાર થઈ જશે. કોણ મંદિરે જવા માંગે છે? તમે બધા આ કરવા માંગો છો? પણ મુસાફરી, રહેવાનું, ખાવાનું બહુ મોંઘું છે ને? અને જો તમે પણ તમારા આખા કુટુંબને લઈ જવા માંગો છો, તો તો ખર્ચ ખુબ વધી જાય છે.”

આ પણ વાંચોવડોદરામાં કેજરીવાલના રોડ શો પહેલા તોડફોડ, દાહોદમાં કેજરીવાલે શું કહ્યું?

અમારી સરકાર બનશે તો રામભક્તોને અયોધ્યા દર્શન કરાવશે

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જો અમે ગુજરાતમાં સરકાર બનાવીશું તો અમે તમને પણ અયોધ્યાજીના મફતમાં દર્શન કરવા લઈ જઈશું. તેમણે કહ્યું, “દિલ્હીમાં રામ ભક્તો સાથે સ્પેશિયલ ટ્રેન રવાના થાય છે. લોકોની મુસાફરી, ભોજન અને રહેઠાણ મફત છે. મુસાફરોને તેમના ઘરેથી પીકઅપ કરવામાં આવે છે અને પ્રવાસ પછી પાછા છોડવામાં આવે છે. કેજરીવાલે કહ્યું કે, જ્યારે ટ્રેન અયોધ્યા માટે રવાના થાય છે ત્યારે તે દિલ્હી રેલવે સ્ટેશન પર જાય છે અને ભક્તો પરત આવે ત્યારે તેમનું સ્વાગત પણ કરે છે. “જ્યારે હું પાછો આવું ત્યારે તેઓ મને ખૂબ આશીર્વાદ આપે છે.”

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ