ઋતુ શર્માઃ નવરાત્રી દરમિયાન ખેડામાં એક ગરબા કાર્યક્રમમાં પથ્થરમારા બાદ કેટલાક મુસ્લિમ યુવકોને જાહેરમાં માર મરાયો હતો. ત્યારબાદ ગુજરાતના જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પાર્ટીના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કથિતર રૂપથી સામેલ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. ઇમરાન ખેડાવાલાએ અલ્પસંખ્યકો સંબંધિત મુદ્દાઓ ઉપર કોંગ્રેસના મૌન અંગે કહ્યું હતું કે હવે કોંગ્રેસે આ મુદ્દાઓ ઉઠાવવા જોઈએ.
ગુજરાતના કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાએ ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, “100 ટકા મુસલમાન કોંગ્રેસને વોટ આપે છે. બદલામાં તેઓ આશા રાખે છે કે પાર્ટી તેમના મુદ્દાઓ ઉઠાવે… આ વિશે વિચારવું જોઈએ અને હવે કોંગ્રેસે ખુલીને મુસલમાનો માટે ઊભા રહેવું જોઈએ.” કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પોલીસની પીટાઈની આલોચના કરતા કહ્યું હતું કે “તમે એક સમુદાયને ખુશ કરવા માટે બીજા સમુદાયના યુવકોને બાંધીને જાહેરમાં પીટાઈ ન કરી શકો… આ લોકતંત્રને ખતરમાં નાંખે છે.”
પાર્ટીના રૂપમાં કોંગ્રેસે ખેડાની માર મારવાની ઘટના પર પ્રતિક્રિયા કેમ ન આપી?
ખેડાવાલાઃ ખેડાની એ ઘટના ઉપર સૌથી પહેલા કોંગ્રેસે પ્રતિક્રિયા આપી હતી. ગ્યાસુદ્દીન અને હું પહેલા હતા. અમે ટ્વીટ કરીને કહ્યું હતું કે આ કૃત્ય પાછળ જે સબ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ છે તેમને તત્કાલ સસ્પેન્ડ કરવામાં આવે. અમે પથ્થર મારો કરનાર અથવા તો ગરબામાં ખલેલ પહોંચાડનારની સાથે નથી. પરંતુ જ્યારે સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન રજૂ કરી છે તો તેનું પાલન થવું જોઈએ. તમે બજાર વચ્ચે એક સમુદાયને ખુશ કરવા માટે બીજા સમુદાયના પુરુષોને બાંધીને ન મારી શકો. તેઓ (પોલીસ) આપણા મસિહા છે પરંતુ સમાજમાં ખોટો સંદેશ જાય છે. આ આપણાં લોકતંત્ર, આપણાં બંધારણને ખતરામાં નાંખે છે. આનાથી સમુદાયો વચ્ચે દુશ્મની વધે છે.
આ પણ વાંચોઃ- અરવિંદ કેજરીવાલે કહ્યું- ગુજરાતને આ વખતે ડબલ નહીં નવું એન્જીન જોઈએ
પોલીસ સ્ટેશનમાં પોલીસ કાર્યવાહી કરી શકે છે અને કોર્ટ સજા નક્કી કરી શકે છે પરંતુ જાહેરમાં આ પ્રકારના કૃત્યથી ખોટો સંદેશ જાય છે. હિન્દુ અને મુસલમાનો વચ્ચે ભાગલા ન પડાવવા જોઈએ. આપણે બંને સમુદાયને એક સાથે લાવવા જોઈએ. આપણા ગરબા એક નૃત્ય ઉત્સવના સ્વરૂપમાં આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પ્રસિદ્ધ છે. જોકે, સુરતમાં એક અન્ય ઘટનામાં તેમણે એક મુસ્લીમ સુરક્ષાકર્મીને માર માર્યો હતો. તે એક કંપનીમાં કામ કરતો હતો અને તમે એને વિધર્મી કહીને માર માર્યો હતો. આનાથી દેશને વ્યાપક નુકસાન પહોંચશે. તમે હિન્દુઓ, મુસલમાનોને વિધર્મી કહીને કેમ છૂટા પાડી રહ્યા છો? આ પ્રકારના કૃત્યો બજરંગ દળ, વિહિપ અને આરએસએસ જેવા સંગઠનો દ્વારા કરવામાં આવે છે.
તમે જ્યારે કહો છો કે ખેડાની ઘટના રાજનીતિથી પ્રેરિત હતી તો તમારો શું મતલબ છે?
ખેડાવાલાઃ સ્થાનિક ભાજપા ધારાસભ્ય અને ભાજપના સરપંચે મહેસૂસ કર્યું હતું કે તેમની સ્થિતિ તેમની જીતને અનુકૂળ નથી એટલા માટે હિન્દુઓ, મુસલમાનોને અંદરો અંદર લડાવવાનો સહારો લીધો. આવું અનેક જગ્યાએ થઈ રહ્યું છે જ્યાં બીજેપી હારી રહી છે.
એવું કેમ છે કે મુસલમાનોના સમર્થનમાં માત્ર મુસલમાન નેતાઓ જ સામે આવે છે?
ખેડાવાલાઃ છાસવારે અમે આ પ્રશ્નનો સામનો કરીએ છીએ. જે પણ આરોપી છે તેને સજા મળવી જોઈએ. પરંતુ આ મુદ્દે તેમણે (કોંગ્રેસ) નિવેદન આપવું જોઈએ. મુસ્લિમ સમુદાયના 100 ટકા લોકો આજે પણ કોંગ્રેસને વોટ આપે છે. જેના બદલામાં તેઓ અપેક્ષા રાખે છે કે પાર્ટી તેમના પ્રશ્નોને ઉઠાવે. બિલકીસ બાનો કેસમાં રાહુલ ગાંધીએ સૌથી પહેલા ટ્વીટ કરીને કહ્યું હતું કે તે દેશની બેટી છે, તે મુસ્લિમ (એકલી) નથી અને તેમની સાથે આવું ન થવું જોઈએ હતું. આ જ પ્રકારે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ પણ આ વાત કહી હતી. કોંગ્રેસે પણ ખુલીને સ્ટેડ લેવું જોઈએ. તે કરે પણ છે પરંતુ આ વાત લોકો સુધી પહોંચતી નથી.
આ પણ વાંચોઃ- રાઘવ ચઢ્ઢા ગુજરાતમાં નદીને પ્રણામ કર્યા, લોકોએ યમુનાની ગંદકીને લઈ ઉડાવી મજાક
શું તમે લઘુમતીઓના મુદ્દાને ઉઠાવવા અંગે તમારી પાર્ટીના નેતૃત્વ સાથે વાત કરવાની કોશિશ કરી હતી?
ખેડાવાલાઃ આ અંગે અમે (ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ) જગદીશ ઠાકોર અને (એઆઈસીસી ગુજરાત પ્રભારી) રુઘુ શર્માને બે ત્રણ વખત કહ્યું હતું કે આવા સમયે કોંગ્રેસનું સ્વષ્ટ વલણ હોવું જોઈએ. લઘુમતી સમુદાય સાથે આવી ઘટના થઈ છે અમે પણ અલ્પસંખ્યક ધારાસભ્યોના સમર્થનમાં છીએ. જો અમદાવાદમાં (અલ્પસંખ્યકો અંગે) કોઈ મુદ્દો હોય તો માત્ર બે જ ધારાસભ્ય હું અને ગ્યાસુદ્દીન પ્રતિક્રિયા આપીએ છીએ. શૈલેશ પરમાર અને હિમ્મતસિંહ પટેલ (અમદાવાદના અન્ય કોંગ્રેસ ધારાસભ્ય)ને પણ સાથે આવવું જોઈએ. શું તેમને પણ મુસ્લિમ વોટ નથી મળતા? તેમના મત વિસ્તારમાં 50 ટકા વોટ મુસ્લિમ વોટ છે એટલા માટે તેમણે પણ સમર્થનમાં આવવું જોઈએ. પરંતુ તેઓ આવું કેમ નથી કરતા એ અંગે હું કંઈ ન કહી શકું.
AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીના સતત ગુજરાત પ્રવાસને તમે શું સમજો છો? તેમણે કોંગ્રેસના ગઢમાં ઉમેદવારીની જાહેરાત કરી છે?
ખેડાવાલાઃ ઓવૈસીએ ઉત્તર પ્રદેશ અને પશ્વિમ બંગાળમાં ચૂંટણી લડી છે. ખાસ કરીને એવી સીટો જ્યાં સુધી ફાયદો બીજેપીને થાય છે. તેમણે (ઉત્તર પ્રદેશમાં) 100 સીટો ઉપર પોતાના ઉમેદવારોને ચૂંટણી લડાવી હતી. જેમાંથી 99એ પોતાની જામીન ગુમાવી હતી. આવનારા દિવસોમાં તેઓ ગુજરાત પ્રવાસે આવશે. ઓવૈસી સાહેબ આજે ભારતમાં એજ કરી રહ્યા છે જે મોહમ્મદ અલી જિન્નાએ પાકિસ્તામાં હિન્દુસ્તાન, પાકિસ્તાન બનાવવા માટે કર્યું હતું. ગુજરાતમાં તેમણે લઘુમતી વિસ્તારોમાં પોતાના ઉમેદવારોની જાહેરાત કરી છે. સબ્બીરભાઈ કાબલીવાળાને (AIMIM ગુજરાત પ્રમુખ) મારી સામે ઊભા રાખ્યા છે. આવી જ રીતે જ્યાં મુસ્લિમ વોટો વધારે છે ત્યાં તેમણે ઉમેદવારીની જાહેરાત કરી છે.