scorecardresearch

ગુજરાતની કંપનીઓએ કર્યાં ચૂંટણી પંચ સાથે MoU, વોટ નહીં આપનાર કર્મચારીઓના નામ નોટિસ બોર્ડ પર લગાવશે

Gujarat Assembly election Election Commission: ગુજરાતમાં આશરે 1000થી વધારે કોર્પોરેટ હાઉસોએ ચૂંટણી પંચ સાથે કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. જે અંતર્ગત ચૂંટણી પ્રક્રિયામાં તેમના કર્મચારીઓની ભાગીદારી કરવા અને પોતાની વેબસાઈટો અથવા કાર્યાલય નોટિસ બોર્ડ પર મત નહીં આપનાર કર્મચારીઓના નામ જાહેર કરશે.

ગુજરાતની કંપનીઓએ કર્યાં ચૂંટણી પંચ સાથે MoU, વોટ નહીં આપનાર કર્મચારીઓના નામ નોટિસ બોર્ડ પર લગાવશે
ફાઈલ તસવીર

અવિનાશ નાયરઃ ગુજરાતમાં ટૂંક સમયમાં ચૂંટણીની તારીખો જાહેર થશે અને ગુજરાતમાં ચૂંટણીનો જોરદાર માહોલ છે. રાજકીય પક્ષો પણ ચૂંટણી મેદાનમાં આવી ગયા છે. પોતા પોતાના પક્ષોને ચૂંટણીમાં બહુમતીથી જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ચૂંટણી પંચ વધારે મતદાન થાય અને મતદાનમાં કોઈ ગેરરીતિ ન થાય એનું ધ્યાન રાખે છે. ત્યારે ગુજરાતમાં હવે કોર્પોરેટ ઓફિસો પણ ચૂંટણી પંચના સહયોગમાં આવી ગઈ છે. ગુજરાતમાં આશરે 1000થી વધારે કોર્પોરેટ હાઉસોએ ચૂંટણી પંચ સાથે કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે. જે અંતર્ગત ચૂંટણી પ્રક્રિયામાં તેમના કર્મચારીઓની ભાગીદારી કરવા અને પોતાની વેબસાઈટો અથવા કાર્યાલય નોટિસ બોર્ડ પર મત નહીં આપનાર કર્મચારીઓના નામ જાહેર કરશે.

આ અંગે વાત કરતા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (સીઈઓ) પી ભારતીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસ સાથે જણાવ્યું હતું કે ‘ અમે 233 એમઓયુ ઉપર હસ્તાક્ષર કર્યા છે. જે ચૂંટણી પંચના દિશાનિર્દેશોને લાગુ કરવામાં અમારી મદદ કરશે. ગુજરાતમાં પહેલીવાર અમે 1017 ઔદ્યોગિક એકમો સાથે સંબંધિત કાર્યબળની ચૂંટણી ભાગીદારીનું નિરિક્ષણ કરીશું.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉદ્યોગિક એકમોની સાથે સાથે વ્યક્તિગત એકમો સાથે પણ કરાર કરવામાં આવ્યા છે. મતદાનના દિવસ સુધી વધુમાં વધુ કંપનીઓ જોડાય એ અંગેનો પ્રયત્ન ચાલું રહેશે. આ વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણી થશે.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર ચૂંટણી આયોગે જૂનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિભાગો, જાહેરક્ષેત્રોના એકમો અને 500થી વધારે કર્મચારીઓવાળી કોર્પોરેટ સંસ્થાઓને કહ્યું હતું કે તેઓ એ કર્મચારીઓની ઓળખ કરવા માટે નોડલ અધિકારી નિયુક્ત કરે છે જે મતદાનના દિવસે રજા લે છે પરંતુ મતદાન કરતા નથી. આ ઉપરાંત અમે ગુજરાતમાં 100થી વધારે શ્રમીકોને રોજગાર આપનારા ઉદ્યોગ એકમોના અવલોકન કરવાનો નિર્ણય કર્યો છે. પરંતુ આ એકમોમાં માનવ સંસાધન અધિકારીઓને નોડલ અધિકારીને નોડલ અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા છે. આ અધિકારીઓ એવા લોકોની યાદી તૈયાર કરશે જે મતદાન નહીં કરે અને આ યાદી પોતાની વેબસાઈટ અથવા નોટિસ બોર્ડ ઉપર પ્રકાશિત કરશે.

પી ભારતીએ વધુમાં જણાવ્યું હતું કે, આ જ પ્રકારે રાજ્યના જાહેર ક્ષેત્રના એકમો અને સરકારી વિભાગોના કર્મચારીઓ જે મતદાન કરતા નથી તેમના ઉપર નજર રાખવામાં આવશે.

આ ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે જણાવ્યું હતું કે ‘2019માં સામાન્ય ચૂંટણી દરમિયાન સૌથી ઓછું મતદાન ધરાવતા સાત જિલ્લાઓમાં ચાર મહાનગરપાલિકા શહેરો હતા. સામાન્ય રીતે શહેરી વિસ્તારમાં મતદાન ઓછું થાય છે ત્યારે કુલ મતદાનની ટકાવારીમાં પણ ઘટાડો આવે છે. સમકાલીન મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાનો ઉત્સાહ માત્ર સોશિયલ મીડિયા પુરતો સીમિત ન હોવો જોઈએ. પરંતુ મતદાનના માધ્યમથી અભિવ્યક્તિ શોધવાની પણ જરૂર છે. એટલા માટે અમે ગ્રામીણ વિસ્તારો, મહિલાઓ અને યુવાઓ જેવા અન્ય લક્ષિત સમૂહોથી અલગ, તેજ સ્વીપ (વ્યવસ્થિત મતદાન શિક્ષા અને ચૂંટણી ભાગદારી) ગતિવિધિઓના માધ્યમથી શહેરી વિસ્તારોમાં રજા ન લેનાર અને મતદાન ન કરનાર મતદારોને પ્રેરિત કરી રહ્યા છીએ.

લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કમલ 135 બી અનુસાર કોઈ પણ વ્યવસાય, વેપાર, ઔદ્યોગિક એકમ અથવા અન્ય સંસ્થાઓમાં કામ કરનાર લોકો સંસદ અથવા વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરવાના હકદાર છે. અને દરેક નોંધાયેલા મતદાતાને મતદાન માટે રજા આપવી જોઈએ. નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ, 1881 ના સેક્શન 25 પ્રમાણે રાજ્ય અને કેન્દ્ર સરકારો હંમેશા મતદાન દિવસને પેઇડ રજા તરીકે જાહેર કરે છે.

ગુજરાતની તેમની તાજેતરની મુલાકાત દરમિયાન સીઈસીએ કહ્યું હતું કે કમિશન ફરજિયાત મતદાન લાગુ કરી શકતું નથી, પરંતુ મોટા ઉદ્યોગોમાં કામદારોને ઓળખવા માંગે છે જે રજાનો લાભ લેવા છતાં મતદાન કરતા નથી. પી ભારતીએ જણાવ્યું હતું કે કેટલાક ઉદ્યોગોમાં મેનેજમેન્ટ પોતે જ શ્રમિકોને વોટ આપવાની મંજૂરી આપવા માટે રજા આપવા માટે ઇચ્છુક નથી.

GCCI પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું કે, તેના મોટાભાગના સભ્યો MSME (માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ) એકમોનું સંચાલન કરે છે, તેથી તેઓ મતદાનના દિવસે કામદારોને રજા આપી શકશે નહીં. “EC સાથેના અમારા કરાર મુજબ, અમે અમારા કાર્યકરોને બહાર જઈને મતદાન કરવાની સુવિધા આપીશું. અમે રજા આપી શકીશું નહીં પરંતુ અમે ટાઈમ સ્લોટ ફાળવીશું અને અવરજવરની વ્યવસ્થા કરીશું. આ સુવિધા માત્ર સ્થાનિક કામદારો માટે જ હશે,”

એક વરિષ્ઠ EC અધિકારીએ અગાઉ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે એમ્પ્લોયરોને વિનંતી કરવામાં આવશે કે જેઓ મતદાન કરવાનું છોડી દીધું છે તેમને મતદાન પેનલ દ્વારા આયોજીત વિશેષ મતદાર જાગૃતિ વર્કશોપ માટે મોકલે. અધિકારીએ જણાવ્યું હતું કે, “આનો હેતુ ખાસ કરીને શહેરી વિસ્તારોમાં મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.”

ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં 69 ટકા અને 2019ની લોકસભા ચૂંટણીમાં 64 ટકા મતદાન થયું હતું. આ ઉપરાંત ગુજરાતમાં કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે “EC એ એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે કામદારોને તેમના મેનેજમેન્ટ અથવા ફેક્ટરી માલિકો દ્વારા કોઈ ચોક્કસ પક્ષને મત આપવા માટે દબાણ અથવા છેડછાડ કરવામાં ન આવે”.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે “કર્મચારીઓને મત આપવા માટે પ્રોત્સાહિત કરવું એ એક સારું પગલું છે. પરંતુ શું કમિશન કંપનીના માલિકોના નામ પણ જાહેર કરશે જો તેઓ મત ન આપે, ”

Web Title: Gujarat assembly election election commission mou corporate house

Best of Express