scorecardresearch

Gujarat Assembly Election Results 2022 Analysis: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત છતાં આ રેકોર્ડ ન તૂટી શક્યો

Gujarat Assembly Election Results 2022 Analysis : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠકો જીતી મોટો રેકોર્ડ (BJP Record) બનાવ્યો પરંતુ 2002નો આ રેકોર્ડ હજુ ન તોડી શકી.

Gujarat Assembly Election Results 2022 Analysis:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત છતાં આ રેકોર્ડ ન તૂટી શક્યો
આ વખતે ભાજપનો સ્ટ્રાઈક રેટ સુધર્યો, કોંગ્રેસને મોટું નુકસાન

પ્રભાત ઉપાધ્યાય : ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં, ભારતીય જનતા પાર્ટી (BJP) એ 156 બેઠકો જીતીને રેકોર્ડ બનાવ્યો. ગુજરાતની રચના બાદ ભાજપ આટલી બેઠકો જીતનારી પ્રથમ પાર્ટી બની. 2002 માં, જ્યારે ભાજપ સત્તામાં આવી, ત્યારે લગભગ 70 ટકા વર્તમાન ધારાસભ્યો ફરીથી ચૂંટણી લડ્યા, પરંતુ ચૂંટણી પછી આ આંકડો ઘટતો ગયો. જો કે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં આ આંકડો વધ્યો છે.

આ વખતે કેટલા ધારાસભ્યો ફરી ચૂંટણી લડ્યા?

2022માં એટલે કે 182 વર્તમાન ધારાસભ્યોમાંથી 126 ફરી ચૂંટણી લડ્યા હતા. આજ જ રીતે વર્ષ 2017માં 112 વર્તમાન ધારાસભ્યોએ ચૂંટણી લડી હતી. ભાજપની વાત કરીએ તો વર્ષ 2017માં તેમણે ફરીથી પોતાના 78 વર્તમાન ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા હતા, આ વખતે આ આંકડો ઘટીને 72 પર આવી ગયો છે. બીજી તરફ, કોંગ્રેસે આ વખતે ફરીથી તેના 51માંથી 31 ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા હતા.

ભાજપે રેકોર્ડ બનાવ્યો પરંતુ 2002નો આ રેકોર્ડ તોડ્યો નહીં

1967 માં યોજાયેલી પ્રથમ ચૂંટણી પછી, વર્ષ 2002 માં, સૌથી વધુ 81.9% વર્તમાન ધારાસભ્યો પુનઃચૂંટણી માટે લડ્યા હતા અને તેમાંથી 55.3% સફળ થયા હતા. 2007માં, 76.4% વર્તમાન ધારાસભ્યોએ ચૂંટણી લડી હતી અને 49% સફળ થયા હતા. 2012 માં, 69.8% ધારાસભ્યોએ ફરીથી ચૂંટણી લડી હતી અને માત્ર 59% જ સફળ થયા હતા. એ જ રીતે 2017 માં, 61.5% ધારાસભ્યોએ ફરીથી તેમનું નસીબ અજમાવ્યું અને 59.8% સફળ થયા. આ વખતે એટલે કે 2022ની વિધાનસભા ચૂંટણીમાં 69.2% વર્તમાન ધારાસભ્યોએ પોતાનું નસીબ અજમાવ્યું અને 65.% સફળ થયા.

આ વખતે ભાજપનો સ્ટ્રાઈક રેટ સુધર્યો, કોંગ્રેસને મોટું નુકસાન

જો આપણે વર્ષ 2002 પછી ફરીથી ચૂંટણી લડનારા ધારાસભ્યોના આંકડા પર નજર કરીએ તો 2002ની ચૂંટણીમાં ભાજપ પાસે 70%, 2007માં 64.2%, 2012માં 67.5%, 2017માં 68% અને 2022માં 86.1% સિટિંગ ધારાસભ્યો ફરી જીત્યા. આજ રીતે, કોંગ્રેસ કરફથી વર્ષ 2002માં ફરી ચૂંટણી લડનારાઓમાં 36.5%, 2007માં 42.6%, 2012માં 64.9%, વર્ષ 2017માં 71% ધારાસભ્યો કોંગ્રેસ તરફથી સફળ થયા હતા. આ વખતે આ આંકડો ઘટીને માત્ર 19.6% થયો છે. એટલે કે કોંગ્રેસને મોટું નુકસાન થયું છે.

182માંથી 86 પહેલીવાર ધારાસભ્ય બન્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં આ વખતે પહેલીવાર ધારાસભ્ય બનેલા નેતાઓની સંખ્યા પણ લગભગ ગત વખત જેટલી જ છે. આ વખતે કુલ 86 ધારાસભ્યો છે જેઓ પ્રથમ વખત ચૂંટાયા છે જ્યારે 2017માં આ આંકડો 88 હતો. આ વખતે 86 નવા ધારાસભ્યોમાંથી, 64 એકલા ભાજપના છે, જ્યારે 3 કોંગ્રેસના અને 5 આમ આદમી પાર્ટી (AAP) ના છે, જેમણે આ વખતે તેમની શરૂઆત કરી હતી.

આ પણ વાંચો – Gujarat Election Result Analysis: જાણો ગુજરાત ચૂંટણીમાં ભાજપની રેકોર્ડ જીતના પાંચ કારણો

ભાજપના આ 2 ધારાસભ્યો આઠમી વખત જીતીને વિધાનસભા પહોંચ્યા

એકંદર આંકડાઓ પર નજર કરીએ તો, આ વખતે કુલ 182 ધારાસભ્યોમાંથી 86 પહેલીવાર અને 40 બીજી વખત ધારાસભ્ય બન્યા છે, જ્યારે 56 એવા છે જેઓ 2થી વધુ વખત જીત્યા છે. જેમાં દ્વારકાથી ભાજપની ટિકિટ પર જીતેલા પબુભા વીરમભા માણેક અને માંજલપુરમાંથી જીતેલા યોગેશભાઈ નારણદાસ પટેલ આઠમી વખત ધારાસભ્ય બન્યા છે. તેવી જ રીતે કોંગ્રેસ તરફથી અમિત ચાવડા આંકલાવ બેઠક પરથી બીજી વખત જીતેલા ઉમેદવાર છે.

Web Title: Gujarat assembly election results 2022 analysis bjp could not break this record

Best of Express