ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ અને આપ એમ ત્રણે પાર્ટી દ્વારા તેમની સરકાર બનશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આપ સહિત અન્ય પાર્ટીના 1600થી વધુ ઉમેદવારોનું ભાવી ઈવીએમમાં સીલ થઈ ગયું છે. હવે આવતી કાલે 8 ડિસેમ્બરે મતગણતરી થશે, અને કઈ પાર્ટીને કેટલી બેઠકો પર જીત પ્રાપ્ત થાય છે અને કોની સરકાર બનશે તે સ્પષ્ટ થઈ જશે. તો આ પહેલા જોઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2007માં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળી હતી? કેટલા ઉમેદવારો મેદાનમાં હતા? તમામ માહિતી.
2007માં મોદીના નેતૃત્વમાં ભાજપની જીત
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2007માં 182 બેઠકો પર ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ભાજપે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ફરી એકવાર ચૂંટણી મેદાનમાં આવી હતી. નરેન્દ્ર મોદીએ મણિનગરથી ચૂંટણી લડી હતી. અને 117 બેટકો મેળવી ભાજપે સરકાર બનાવી હતી.
કયા પક્ષે કેટલી બેઠકો જીતી
2007ની ચૂંટણીમાં 182 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, એનસીપી,સહિતની સાત નેશનલ પાર્ટી સહિત અન્ય રજિસ્ટર પાર્ટીઓના 1268 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ભાજપને 117, કોંગ્રેસને 59, એનસીપીને 3, જેડીયુને 1 અને અપક્ષને બે બેઠકો મળી હતી.
પાર્ટી ઉમેદવાર જીત વોટ શેર ભાજપ 182 117 49.12 કોંગ્રેસ 173 59 39.63 એનસીપી 10 03 1.05 જેડી(યુ) 35 01 0.66
કયો પક્ષ કેટલી બેઠક પર ચૂંટણી જંગ માટે મેદાનમાં હતો
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2007માં ભાજપ 182, કોંગ્રેસ 173, એનસીપી 10, બસપા 166, જેડીયુ 35 અને અપક્ષ ઉમેદવાર તરીકે 480 ઉમેદવારો ચૂંટણી લડવા ઉમેદવારી નોંધાવી હતી. જેમાં ભાજપને 117, કોંગ્રેસને 59, એનસીપીને 3, જેડીયુને 1 અને અપક્ષને બે બેઠકો મળી હતી. તમને જણાવી દઈએ કે, 2007માં 88 મહિલા ઉમેદવારો મેદાનમાં હતા, જેમાંથી 16 મહિલા ઉમેદવારોની જીત થઈ હતી.
કઈં બેઠક પર કયા ઉમેદવારની જીત
કઈ પાર્ટીને કેટલા વોટ શેર મળ્યા
2007ની વિધાનસભા ચૂંટણીમાં બીજેપીને 49.12 વોટ શેર, કોંગ્રેસને 39.63, એનસીપી 19.32 વોટ શેર અને જેડી (યુ)ને 03.68 વોટ શેર મળ્યા હતા.
નરેન્દ્ર મોદી અને દિનશા પટેલ વચ્ચે જંગ
ગુજરાતમાં 2007માં પણ મોદી લહેર છવાયેલી હતી. કોંગ્રેસ સત્તાથી દુર હતી, ત્યારે નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકે તેવો વ્યક્તિ કોંગ્રેસને મળી ગયો તેમનું નામ હતું દિનશા જેવરભાઈ પટેલ, મૂળ નડીયાદના અને કોંગ્રેસના પ્રમાણિક કાર્યકર હતા. કોંગ્રેસે મણિનગર બેઠક પર દિનશા પટેલને મેદાનમાં ઉતાર્યા, જેમાં નરેન્દ્ર મોદીને 139568 મત મળ્યા હતા, જ્યારે દિનશા પટેલને 52407 મત મળ્યા હતા. આ રીતે નરેન્દ્ર મોદી 87161 મતના માર્જિન સાથે જીત મેળવી હતી.
આ પણ વાંચો – ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના તમામ સમાચારો એક જ ક્લિકમાં
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પરિણામ પૂર્વે થયેલા એક્ઝિટ પોલમાં ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમત મળતો દેખાઇ રહ્યો છે. એક્ઝિટ પોલ આધારે ગુજરાતમાં ફરી એકવાર ભાજપ સરકાર આવે છે. 8 ડિસેમ્બર મત ગણતરી છે.