Gujarat Elections 2022: ગુજરાતમાં ગણતરીના દિવસોમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થનારી છે. ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓ સ્થાનિક નેતાઓ અને ભાજપના કાર્યકરો સાથે સતત બેઠક કરી રહ્યા છે. સાથે સાથે ચૂંટણી જીતવાની રણનીતિ ઉપર ચર્ચા કરી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને રવિવારે ભાજપના મધ્ય ગુજરાત વિસ્તારના પદાધિકારીઓ સાથે મુલકાત લીધી હતી. વિસ્તારના આઠ જિલ્લાઓમાં ચૂંટણી જીતવાની રણનીતિ અંગે ચર્ચા કરી હતી.
ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેઠક દરમિયાન નેતાઓ પાસેથે ત્રણ નવેમ્બર સુધી પોતાની વિચારો આપવા માટે કહ્યું છે. પાર્ટી મધ્ય વિસ્તારના આઠ જિલ્લાઓના દરેક 52 ધારાસભ્ય સીટો ઉપર જીત મેળવી શકે છે. પદાધિકારીઓ સાથે અમિત શાહની બેઠક એક હોટલમાં આશરે ચાર કલાક ચાલી હતી.
ગુજરાતમાં આશરે ત્રણ દશકથી ભારતીય જનતા પાર્ટીએ સત્તા જમાવી છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ રાજ્યની 182 વિધાસભા સીટ પૈકી 150 સીટો જીતવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે. જો બીજેપી આ સંખ્યા સુધી પહોંચી જાય તો 1985માં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસની 149 સીટો ઉપર જીતનો રેકોર્ડ તોડી દેશે.
વડોદરામાં થયેલી બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ અને રાજ્યના પાર્ટી સંગઠ મહાસચિવ રત્નાકર પણ હાજર હતા. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે અમિત શાહે બેઠકમાં હાજર ધારાસભ્યો, સાંસદો, ભાજપના જિલ્લાધ્યક્ષો, પંચાયત અધ્યક્ષો, વડોદરાના મેયર અને વિભિન્ન સહકારી સમિતિઓના પ્રમુખો સાથે ચૂંટણી રણનીતિને ધ્યાનમાં રાખીને ચર્ચા કરી હતી.
શાહ અલગ-અલગ વિસ્તારના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે
આ પહેલા અમિત શાહે શનિવારે વલસાડમાં ગુજરાતના દક્ષિણ ક્ષેત્રના પાર્ટીના નેતાઓ સાથે બેઠક કરી હતી. તેઓ સોમવારે પાલનપુરમાં ઉત્તર વિસ્તારના પદાધિકારીઓ સાથે રણનીતિ ઉપર ચર્ચા કરશે. ભાજપે ગુજરાત વિધાનસભામાં વિપક્ષની રણનીતિ ઉપર નજીર જમાવી છે. આજ કારણ છે કે એક મીટિંગમાં અમિત શાહે બીજેપી નેતાઓને સંદેશો આપ્યો હતો કે તેઓ આમ આદમી પાર્ટીને હળવાસથી લેવાની ભૂલ ન કરે. ભાજપ નેતા 2017માં ચૂંટણીમાં 99 સીટો ઉપર જીત મેળવી હતી જ્યારે વિપક્ષી કોંગ્રેસે મજબૂતી મળવીને 77 સીટો ઉપર જીત મેળવી હતી.