scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણી : મુસલમાન વિસ્તારમાં આપની તિરંગા યાત્રા, મુસ્લીમ બોલ્યા – ‘અમે AAP ને નથી ઓળખતા’

Gujarat Assembly Elections 2022 :ગુજરાત વિધાનસભા ચૂંટણી, આપ પાર્ટી (aap) દ્વારા મુસલમાન (Muslim) વિસ્તારમાં તિરંગા યાત્રા (Triranga Yatra) કાઢવામાં આવી. ત્યારબાદ મુસ્લીમ લોકોએ પોતાના મંતવ્યો જણાવ્યા, જેમાં તેમણે આપ પર ભરોસો ઓછો બતાવ્યો.

ગુજરાત વિધાનસભા ચૂંટણી : મુસલમાન વિસ્તારમાં આપની તિરંગા યાત્રા, મુસ્લીમ બોલ્યા – ‘અમે AAP ને નથી ઓળખતા’
આપ તિરંગા યાત્રા (ફોટો – પ્રતિકાત્મક – આપ ગુજરાત સોશિયલ મીડિયા)

Gujarat Assembly Elections 2022: ગુજરાતના ચૂંટણી પ્રચાર અને ખાસ કરીને 2002ના રમખાણોમાં મુસ્લિમ મુદ્દાઓ પર મૌન રહેનાર આમ આદમી પાર્ટી (AAP)એ શનિવારે સાંજે અમદાવાદના મુસ્લિમ બહુલ વિસ્તારોમાંથી ‘તિરંગા યાત્રા’ કાઢી હતી. આ વિધાનસભા બેઠકો પર AAPની પ્રથમ આવી ત્રિરંગા યાત્રાનું નેતૃત્વ પાર્ટીના સ્ટાર પ્રચારક અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં કોંગ્રેસ માટે ખતરા તરીકે જોવામાં આવી શકે છે, પરંતુ હાલમાં કોંગ્રેસના ધારાસભ્યોના પ્રતિનિધિત્વવાળી બેઠકો પર AAPની મુલાકાતના એક દિવસ પછી, મોટાભાગના લોકો કહે છે કે તેઓ તેમની રાજકીય નિષ્ઠા બદલવાના નથી.

આપને લઈ ગુજરાતના મુસ્લિમોએ કહ્યું – “આમનો શું ભરોસો, આજે છે અને કાલે નહીં”

શાહ-એ-આલમ વિસ્તારમાં બિસ્મિલ્લા હોટલના માલિક સરફરાઝ સેઠ, જે આપની સ્થાનિક ઓફિસથી માત્ર ત્રણ દુકાનો દૂર આવેલી છે. તેમના પ્રવેશદ્વાર પરના બેનર પર પાર્ટીના ચૂંટણીનું પ્રતીક સાવરણી દર્શાવવામાં આવી છે અને AAP સુપ્રીમો અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ, માન, પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા અને તેમના સીએમનો ચહેરો ઇસુદાન ગઢવીના ફોટોગ્રાફ્સ છે. આપે શનિવારની યાત્રા દરમિયાન જે વિસ્તારોને આવરી લીધા હતા તે રેસ્ટોરન્ટ્સ તેમજ નાના ભોજનાલયો, ઓટોમોબાઈલ સેવા કેન્દ્રો, સાયકલ રિપેર શોપ્સ અને રેસ્ટોરન્ટ્સ અને 15મી સદીના શાહ-એ-આલમ રોઝા જેવા તીરિથ સ્થળથી ઘેરાયેલો છે.

34 વર્ષીય શેઠનું કહેવું છે કે, કોંગ્રેસ દાની લિમડા સીટ પરથી ફરી જીતશે જે AAP યાત્રાના રસ્તામાં આવે છે. તે વધુમાં કહે છે કે, આમ આદમી પાર્ટી એક નવી પાર્ટી છે, અને તેણે ગુજરાતમાં ક્યાંય કામ કર્યું નથી. અમને ખબર નથી કે, તે કેવી રીતે કામ કરે છે. તેઓ પણ આપને ભાજપની બી ટીમ કહે છે. શેઠનો જન્મ આ વિસ્તારમાં થયો હતો અને તેઓ એક દાયકાથી અહીં હોટલ ચલાવે છે. તે આગળ કહે છે કે, તેમનો ભરોસો શું, આજે છે અને આવતી કાલે નહી.

રેલી ભલે હોય, અમે કોંગ્રેસને જ મત આપીશું

આ વિસ્તારમાં રહેતા મતદારોનું કહેવું છે કે, આ વિસ્તારમાં AAP દ્વારા ઉભા કરાયેલા ઉમેદવાર બહારના છે, જે આમ આદમી પાર્ટીને નુકસાન પહોંચાડશે. શાહ-એ-આલમ દરવાજા તરફ 41 વર્ષીય અનવર ખાનનો મેડિકલ સ્ટોર છે. ખાન કહે છે કે તેઓ AAPની કૂચમાં જોડાયા નથી અને હંમેશની જેમ ફરી કોંગ્રેસને મત આપશે. કોઈપણ રેલી કરી શકે છે. AAP એક નવી પાર્ટી છે જે દિલ્હી અને પંજાબમાં સારું પ્રદર્શન કરી રહી છે પરંતુ તેમના વચનો અમારી માનસિકતા સાથે મેળ ખાતા નથી.

આ પણ વાંચોPAAS સંગઠન સમેટાઈ ગયું! પાટીદાર આંદોલનના જાણીતા ચહેરાઓ રાજકારણમાં જોડાઈ ગયા

AAPએ કહ્યું “અમે મેનિફેસ્ટોને વળગી રહીએ છીએ”

AAP ઉમેદવાર કાપડિયાની ટીમના સભ્ય રમેશ વોહરા કહે છે કે, પાર્ટી તેના વિકાસના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે. તેમણે કહ્યું કે, અમે અમારા ઘોષણાપત્રને વળગી રહીશું, બંધ કરાયેલી શાળાઓને ફરીથી ખોલવી, વિસ્તારમાં શાળાના માળખામાં સુધારો કરવો, મફત વીજળી પ્રદાન કરવી વગેરે. વોહરા કહે છે કે, તેમણે આ વિસ્તારમાં બે મુખ્ય સમુદાયોની ઓળખ કરી હતી અને તે છે દલિત અને લઘુમતી (મુસ્લિમો). અમે તેમના માટે પહેલા કામ કરીશું. જો કે, બિલ્કીસ બાનો કેસ પર પક્ષ મૌન રહેવાના પ્રશ્ન પર, તેમણે કહ્યું કે, વિવાદાસ્પદ બાબતોમાં પડવાનો કોઈ અર્થ નથી.

Web Title: Gujarat assembly elections 2022 aap triranga yatra muslim people opinion

Best of Express