અરવિંદ કેજરીવાલે કહ્યું- ગુજરાતને આ વખતે ડબલ નહીં નવું એન્જીન જોઈએ

Gujarat Assembly Elections: કેજરીવાલે કહ્યું - હું તમને 30,000 કરોડનું પેકેજ તો આપી શકતો નથી પણ દર મહિને તમારા પરિવારના 30,000 રૂપિયાનો ફાયદો કરાવી દઇશ

Written by Ashish Goyal
Updated : October 16, 2022 22:50 IST
અરવિંદ કેજરીવાલે કહ્યું- ગુજરાતને આ વખતે ડબલ નહીં નવું એન્જીન જોઈએ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (તસવીર - આપ ટ્વિટર વીડિયો ગ્રેબ)

Gujarat Assembly Elections: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાવનગરમાં એક જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્રની મોદી સરકાર અને રાજ્યમાં સત્તા રહેલી ભાજપા સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જનસભાને સંબોધિત કરતા કહ્યું કે બીજેપી વાળા કહે છે કે ગુજરાતમાં ડબલ એન્જીનની સરકાર હોવી જોઈએ. આ વખતે ગુજરાતને ડબલ એન્જીનની સરકાર નથી જોઇતી પણ નવું એન્જીન જોઇએ છે. તેમણે કહ્યું કે આ ડબલ એન્જીન 40-50 વર્ષ જૂના છે. આ વખતે નવી પાર્ટી, નવા ચહેરા, નવા વિચાર, નવી ઉર્જા અને નવી સવાર થશે. એક વખત નવી પાર્ટીને ટ્રાય કરો. શું જાય છે.

કેજરીવાલે કહ્યું કે હું ગુજરાતની જનતા પાસે ફક્ત એક તક માંગવા આવ્યો છું. તમે લોકોએ આ લોકોને (વિપક્ષી પાર્ટીયો) ને 70 વર્ષ આપ્યા છે. એક તક કેજરીવાલને આપીને જોઇ લો. જો હું કામ ના કરું તો તમારી પાસે વોટ માંગવા આવીશ નહીં. તમારા પ્રેમ અને વિશ્વાસને તુટવા દહીશ નહીં આ મારી ગેરન્ટી છે.

આ પણ વાંચો – રાઘવ ચઢ્ઢા ગુજરાતમાં નદીને પ્રણામ કર્યા, લોકોએ યમુનાની ગંદકીને લઈ ઉડાવી મજાક

દિલ્હીના સીએમે કહ્યું કે આખા ગુજરાતનો સમય બદલાઇ રહ્યો છે. આ સમયે પરિવર્તનની આંધી ચાલી રહી છે. લોકો 27 વર્ષથી થાકી ચુક્યા છે. બધા લોકો પરિવર્તન ઇચ્છે છે. તમારા માટે ખુશખબરી લાવ્યો છું. આઈબી રિપોર્ટ આવ્યો છે. રિપોર્ટ એ છે કે ગુજરાતમાં આમ આદમીની સરકાર બની રહી છે પણ આ જીત કિનારે છે. 92-93 સીટ હાલ આવી રહી છે, 150 સીટો આવવી જોઇએ.

કેજરીવાલે કહ્યું કે હું તમને 30,000 કરોડનું પેકેજ તો આપી શકતો નથી પણ દર મહિને તમારા પરિવારના 30,000 રૂપિયાનો ફાયદો કરાવી દઇશ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ