જામનગરમાં પાંચ વિધાનસભા બેઠક માટે ભાજપ, કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ઉમેદવારો છેલ્લા દિવસે ફોર્મ ભરવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા. જેમાં ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા પોતાની ધર્મપત્ની રીવાબા જાડેજાનું ફોર્મ ભરવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યો હતો. અહીંયા મીડિયા સાથે વાત કરતા રવિન્દ્ર જાડેજાએ રાજકારણ અને દેશના વિકાસ અંગે મહત્વપૂર્ણ વાત કહી હતી.
રવિન્દ્ર જાડેજાએ શું કહ્યું…
ક્રિકેટની પીચ એ અલગ વાત છે, રાજકારણમાં જેટલં દબાણ હોય છે એટલું ક્રિકેટમાં નથી હતું. રાજકારણ ક્યારે, કેવી રીતે અને શું બોલું તેનું બહું જ ધ્યાન રાખવુ પડે છે. કોઇ વ્યક્તિને સામે કેવી રીતે જોવું તેનું પણ ધ્યાન રાખવું પડે છે.
ધર્મપત્ની રીવાબા અંગે રવિન્દ્ર જાડેજાએ કહ્યું ક, પત્નીને હરહંમેશા મારો ફુલ સપોર્ટ રહેશે તેમાં કોઇ કમી ન આવે. મારા પત્ની કરતા સમાજના લોકોના કામ થાય તેવી વ્યક્તિ ચૂંટાય તે વધારે મહત્વપૂર્ણ છે. ભાજપ દેશમાં વિકાસના કામ કરી રહી છે અને રિવાબા જાડેજા જામનગરવાસીઓના તમામ પ્રશ્નોનું સોલ્યુશન લાવે તેવા પ્રયાસો કરશે. ઓલ રાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મ પત્ની રિવાબાના પ્રચાર કાર્યમાં પણ કામ કરશે તેવું તેમણે જણાવ્યું હતું.
રીવાબા જાડેજા સૌથી યુવા ઉમેદવાર…
ગુજરાતના રાજકારણમાં રીવાબા જાડેજા હાર્દિક પટેલ બાદ ગુજરાતમાં સૌથી યુવા ઉમેદવાર છે અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક મહિલાઓ સાથે તેઓએ સંપર્ક પણ કર્યા છે ખાસ કરીને 150 જેટલા ગામડાઓની રિવાબા જાડેજા એ મુલાકાત પણ લીધી છે

રીવાબા જાડેજા નુ સપનું છે કે જામનગર સ્માર્ટ સિટી બને અને જામનગરમાં લોકોના તમામ પ્રશ્નોનું નિરાકરણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.
રીવાબા જાડેજાને પૂર્વ CM રૂપાણીનો સાથે
રીવાબા જાડેજા ગુજરાત ચૂંટણીમાં ભાજપ તરફથી ઉમેદવારી ફોર્મ ભરવા ગયા ત્યારે તેમની સાથે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાં ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજા, દિવ્યશ અકબરી અને રાઘવજી પટેલનું ફોર્મ ભરવામાં આવ્યું છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો તેમ જ નેતાઓ સાંસદ સહિતના ઉપસ્થિત રહ્યા હતા





