ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં રાજકારણીઓ પોત-પોતાના પક્ષોના પક્ષમાં પ્રચાર કરવા માટે પુરી તાકાત લગાવી રહ્યા છે. તો સોમવારે પિરથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે આજે એટલે કે 15 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરી દેવામાં આવી છે. એટલે કે કોણ-કોણ ચૂંટણી લડી શકશે તે સ્પષ્ટ થઈ જશે. 19 જિલ્લાની 89 બેઠકો માટે લગભગ 1100થી વધુ ફોર્મ ભરાયા છે.
સૌથી વધુ સુરત જિલ્લામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1100થી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતરી પડ્યા છે. જેમાં સુરત જિલ્લામાં સૌથી વધુ ફોર્મ ભરવામાં આ્યા છે, અહીં 16 બેઠકો માટે 245થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. તો કચ્છ જિલ્લાની 6 બેઠકો માટે 96 ઉમેદવારો મેદાને ઉતર્યા. આ બાજુ નવસારી જિલ્લામાં 4 બેઠકો માટે 43 ફોર્મ ભરવામાં આવ્યા છે, તો વલસાડ જિલ્લાની પાંચ બેઠકો માટે 37 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા, ડાંગ જિલ્લાની 1 બેઠક માટે 18 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, અહીં 533 જેટલા ફોર્મ ભરાયા છે. તમને જણાવી દઈએ કે, કયા જિલ્લામાં કઈ બેઠક પર કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા તેની સત્તાવનાર માહિતી ચૂંટણી પંચ હજુ આજે મોડી રાત્રે જાહેર કરશે.
સુરત જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક ભાજપ કોંગ્રેસ આપ ઓલપાડ મુકેશ પટેલ દર્શનકુમાર નાયક ધાર્મિક માલવિયા માંગરોળ ગણપત વસાવા અનિલ ચૌધરી સ્નેહલ વસાવા માંડવી કુંવરજી હળપતિ આનંદ ચૌધરી સાયનાબેન ગામિત કામરેજ પ્રફૂલ પાનસેરિયા નિલેષ કુંભાણી રામ ધડૂક સુરત પૂર્વ અરવિંદ રાણા અસલમ સાયકલવાલા કંચન જરીવાલા સુરત ઉત્તર કાંતિ બલર અશોક પટેલ મહેન્દ્ર નાવડીયા વરાછા રોડ કિશોર કાનાણી પ્રફૂલ તોગડીયા અલ્પેશ કથીરિયા કરંજ પ્રવિણ ઘોઘારી ભારતીબેન પટેલ મનોજ સોરઠીયા લિંબાયત સંગીતા પાટીલ ગોપાલ ડી. પાટીલ પંકજ તાયડે ઉધના મનુ પટેલ ધનસુખ રાજપૂત મહેન્દ્ર પાટીલ મજુરા હર્ષ સંઘવી બળવંત જૈન પીવીએસ શર્મા કતારગામ વિનોદ મોરડીયા કલ્પેશ વરીયા ગોપાલ ઈટાલિયા સુરત પશ્ચિમ પૂર્ણેશ મોદી સંજય શાહ મોક્ષેસ સંઘવી ચૌર્યાસી સંદિપ દેસાઈ કાંતિભાઈ પટેલ પ્રકાશ કોન્ટ્રાક્ટર બારડોલી ઈશ્વર પરમાર પન્નાબેન પટેલ રાજેન્દ્ર સોલંકી મહુવા મોહન ડી. ઢોડીયા હેમાંગીની ગરાસીયા કુંજન પટેલ ઢોડીયા
વલસાડ જિલ્લો: વલસાડ જિલ્લો આમ તો ભાજપનો ગઢ છે. અહીંની પાંચ બેઠકો પર ગત ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો અને એકેય બેઠક કોંગ્રેસને મળી ન હતી. જિલ્લાની ધરમપુર બેઠક, વલસાડ, પારડી, કપરાડા અને ઉમરગામ બેઠક પર ભાજપનો વિજય થયો હતો.
વલસાડ જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક ભાજપ કોંગ્રેસ આપ ધરમપુર અરવિંદ પટેલ કિશન પટેલ કમલેશ પટેલ વલસાડ ભરત પટેલ કમલ પટેલ રાજુ મરચા પારડી કનુ દેસાઇ જયશ્રી બેન પટેલ કેતન પટેલ કપરાડા જીતુ ચૌધરી વસંત પટેલ જયેન્દ્ર ગામિત ઉમરગામ રમણ પાટકર નરેશ વળવી અશોક પટેલ
તાપી જિલ્લો: તાપી જિલ્લો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આદિવાસી વિસ્તારના મતદારો કોંગ્રેસ પર ઓળગોળ છે. જિલ્લાની વ્યારા અને નિઝર બંને બેઠકો પર ગત ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. અહીંની વ્યારા બેઠકની વાત કરીએ તો આ એક એવી બેઠક છે કે જ્યાં ભાજપનો ક્યારેય વિજય થયો નથી. આ બેઠક પર કોંગ્રેસનો પંજો હાવી રહ્યો છે.
તાપી જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક ભાજપ કોંગ્રેસ આપ વ્યારા મોહન કોંકણે પુના ગામિત બિપિન ચૌધરી નિઝર ડો. જયરામ ગામિત સુનિલ ગામિત અરવિંદ ગામિત
નવસારી જિલ્લો: નવસારી જિલ્લાની ચાર બેઠકની વાત કરીએ તો અહીં ભાજપનું કમળ ભારે રહ્યું છે. ચાર પૈકી જલાલપોર, નવસારી અને ગણદેવી ત્રણ બેઠક પર ભાજપ અને વાંસદા એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. આ વખતની ચૂંટણીમાં પણ અહીં ખરાખરીનો ખેલ જામ્યો છે.
નવસારી જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક ભાજપ કોંગ્રેસ આપ જલાલપોર આર. સી. પટેલ રણજીત પંચાલ પ્રદિપ મિશ્રા નવસારી રાકેશ દેસાઇ દિપક બારોટ ઉપેશ પટેલ ગણદેવી નરેશ પટેલ અશોક પટેલ પંકજ એલ પટેલ વાંસદા પિયૂષ પટેલ અનંત પટેલ ડો. પંકજ સી પટેલ
ડાંગ જિલ્લો: ડાંગ જિલ્લાની વાત કરીએ તો અહીંની એક ડાંગ બેઠક પર કમળ ખીલેલું છે. ડાંગ બેઠક પર ગત ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. અહીંના આદિવાસી વિસ્તારના મતદારોએ ભાજપના વિકાસની વાતો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વખતે પણ અહીં ભાજપે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આદિવાસી વિકાસની વાત પર ભાર મુક્યો છે.
ડાંગ જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક ભાજપ કોંગ્રેસ આપ ડાંગ વિજય પટેલ મુકેશ પટેલ સુનિલ ગામિત
ભરૂચ જિલ્લો: ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો પર ખરા અર્થમાં ત્રિપાંખીયા જંગ જેવી સ્થિતિ જોવા મળે છે. ગત ચૂંટણીમાં અહીં ત્રણ બેઠકો ભરૂચ, વાઘરા અને અંકલેશ્વર પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે જંબુસર બેઠક પર કોંગ્રેસ જીતી હતી અને ઝઘડિયા બેઠક પર બીટીપીનો વિજય થયો હતો. જોકે આ વખતે અહીં ઝઘડિયા બેઠક પર પિતા પુત્ર વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે. બીટીપી ધારાસભ્ય મહેશ વસાવાની સામે એમના પિતા છોટુ વસાવા અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે.
ભરૂચ જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક ભાજપ કોંગ્રેસ આપ અન્ય ભરૂચ રમેશ મિસ્ત્રી જયકાંત પટેલ મનહર પરમાર વાઘરા અરૂણસિંહ રાણા સુલેમાન પટેલ જયરાજસિંહ રાજ જંબુસર ડી કે સ્વામી સંજયસિંહ સોલંકી સાજીદ રેહાન અંકલેશ્વર ઇશ્વર પટેલ વિજય ઉર્ફે વલ્લભ પટેલ અંકુર પટેલ ઝઘડિયા રિતેશ વસાવા ફતેસિંહ વસાવા ઉર્મિલાબેન ભગત મહેશ વસાવા (બીટીપી) છોટુ વસાવા (અપક્ષ)
નર્મદા જિલ્લો: નર્મદા જિલ્લામાં વિધાનસભાની બે બેઠકો નાંદોદ અને દેડીયાપાડનો સમાવેશ થાય છે. રાજ્યમાં ભેલ ભાજપની સરકાર હોય પરંતુ અહીંના આદિવાસી વિસ્તારમાં ભાજપનો જાદુ ચાલ્યો નથી. નાંદોદ બેઠક પર કોંગ્રેસ અને દેડીયાપાડા બેઠક પર બીટીપીનો ગત ચૂંટણીમાં વિજય થયો હતો.
નર્મદા જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક ભાજપ કોંગ્રેસ આપ અન્ય નાંદોદ ડો. દર્શનાબેન દેશમુખ હરેશ વસાવા ડો.પ્રફુલ્લ વસાવા હર્ષદ વસાવા (અપક્ષ) દેડીયાપાડા હિતેશ વસાવા જેરમાબેન વસાવા ચૈતર વસાવા બહાદુર વસાવા (બીટીપી)
કચ્છ જિલ્લો: કચ્છ જિલ્લાની છ બેઠકો પૈકી પાંચ બેઠકો પર ગત ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. અબડાસા, માંડવી, ભૂજ, અંજાર અને ગાંધીધામ બેઠક પર કમળ ખીલ્યું હતું જ્યારે એક માત્ર રાપર બેઠક કોંગ્રેસના હાથમાં આવી હતી. આ વખતે પણ અહીં ભાજપ હાવી હોય એવું લાગે છે.
કચ્છ જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક ભાજપ કોંગ્રેસ આપ અબડાસા પ્રદ્યુમસિંહ જાડેજા મામદ જત વસંત ખેતાણી માંડવી અનિરૂધ્ધ દવે રાજેન્દ્રસિંહ જાડેજા કૈલાશદાન ગઢવી ભૂજ કેશુભાઇ પટેલ અરજણ ભૂડીયા રાજેશ પિંડોરીયા અંજાર ત્રિકમ છાંગા રમેશ ડાંગર અરજણ રબારી ગાંધીધામ માલતી મહેશ્વરી ભરત સોલંકી બી ટી મહેશ્વરી રાપર વિરેન્દ્રસિંહ જાડેજા બચુ આરેઠીયા અંબાલાલ પટેલ
રાજકોટ જિલ્લો: રાજકોટ જિલ્લામાં કમળ ખીલ્યું છે. વર્ષ 2017ની ચૂંટણીમાં જિલ્લાની આઠ બેઠકો પૈકી રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્વિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, ગાંડલ અને જેતપુરમાં ભાજપના ઉમેદવાર વિજયી બન્યા હતા. જ્યારે જસદણ અને ધોરાજી બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. જસદણ બેઠક પરથી ગત ટર્મમાં વિજયી થયેલા કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાયા હતા અને પેટા ચૂંટણીમાં વિજયી બન્યા હતા. જેમને ફરીથી ભાજપે આ વખતે રિપીટ કર્યા છે. જ્યારે રાજકોટ પશ્વિમ બેઠક પરથી વિજેતા એવા અને તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાજપે આ વખતે ટિકિટ આપી નથી. આ વખતના ચૂંટણી જંગમાં આઠ બેઠકો માટે અંતિમ દિવસે 88 અને કુલ 170 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.
રાજકોટ જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક ભાજપ કોંગ્રેસ આપ રાજકોટ પૂર્વ ઉદય કાંગડ ઇન્દ્રનીલ રાજ્યગુરૂ રાહુલ ભુવા રાજકોટ પશ્વિમ ડો. દર્શિતા શાહ મનસુખ કાલરીયા દિનેશ જોશી રાજકોટ દક્ષિણ રમેશ ટીલાળા હિતેશ વોરા શિવલાલ બારસીયા રાજકોટ ગ્રામ્ય ભાનુબેન બાબરિયા સુરેશ બધવાર વશરામ સાગઠીયા જસદણ કુંવરજી બાવળીયા ભોળાભાઇ ગોહિલ તેજશ ગાજીપરા ગાંડલ ગીતાબા જાડેજા યતિષ દેસાઇ નિમિષા ખૂંટ જેતપુર જયેશ રાદડીયા દિપક વેકરિયા રોહિત ભુવા ધોરાજી મહેન્દ્ર પાડલિયા લલિત વસોયા વિપુલ સખિયા
મોરબી જિલ્લો: ગત ચૂંટણીમાં સૌરાષ્ટ્ર ભાજપની પકડથી થોડું દૂર રહ્યું હતું. મોરબી જિલ્લામાં પણ એવી જ સ્થિતિ જોવા મળી હતી. જિલ્લાની ત્રણ બેઠકો પૈકી એક જ મોરબી બેઠક ભાજપને મળી હતી. જ્યારે ટંકારા અને વાંકાનેર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. તાજેતરમાં મોરબીમાં થયેલી પુલ દુર્ઘટના પણ ભાજપ માટે કેટલેક અંશે ભારે પડી શકે એમ છે. આ સંજોગો જોતાં મોરબી ભાજપ માટે ચિંતાજનક સાબિત થઇ શકે એમ છે.
મોરબી જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક ભાજપ કોંગ્રેસ આપ મોરબી કાંતિલાલ અમૃતિયા જ્યંતિ પટેલ પંકજ રાણસરીયા ટંકારા દુર્લભજી દેથરીયા લલિત કગથરા સંજય ભટાસણા વાંકાનેર જિતેન્દ્ર સોમાણી મહંમદ જાવિદ પીરઝાદા વિક્મ સોરાણી
જામનગર જિલ્લો: જામનગર જિલ્લામાં શહેરી વિસ્તારમાં ભાજપ તો ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો છે. અહીંની પાંચ બેઠકો પૈકી જામનગર શહેરી વિસ્તારને આવરી લેતી ગ્રામ્ય, ઉત્તર અને દક્ષિણ બેઠક પર ભાજપનો ગત ચૂંટણીમાં વિજય થયો હતો. જ્યારે જિલ્લામાં આવેલી કાલાવડ અને જામ જોધપુર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. આ વખતે ભાજપે જામનગર ઉત્તર બેઠક પરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ આપતાં આ બેઠક ચર્ચાસ્પદ બની છે.
જામનગર જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક ભાજપ કોંગ્રેસ આપ કાલાવડ મેઘજી ચાવડા પ્રવિણ મૂંછડીયા ડો. જિગ્નેશ સોલંકી જામનગર ગ્રામ્ય રાઘવજી પટેલ જીવણ કુંભારવડિયા પ્રકાશ દોંગા જામનગર ઉત્તર રિવાબા જાડેજા બિપેન્દ્રસિંહ જાડેજા કરસન કરમૂર જામનગર દક્ષિણ દિવ્યેશ અકબરી મનોજ કથિરીયા વિશાલ ત્યાગી જામ જોધપુર ચીમન સાપરિયા ચિરાગ કાલરિયા હેમંત ખવા
દેવભૂમિ દ્વારકા જિલ્લો: દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે બેઠકો ભાજપ કોંગ્રેસમાં વહેંચાઇ હતી. ગત ચૂંટણીમાં ખંભાળીયા બેઠક કોંગ્રેસને તો દ્વારકા બેઠક ભાજપને મળી હતી. જોકે આ વખતે આ જિલ્લો ચર્ચાની એરણ પર છે. અહીંની ખંભાળીયા બેઠક પરથી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર ઇશુદાન ગઢવી પણ ચૂંટણી લડી રહ્યા છે. જેને લઇને આ બેઠક પર સૌની નજર છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક ભાજપ કોંગ્રેસ આપ ખંભાળીયા મૂળુભાઇ બેરા વિક્રમ માડમ ઇશુદાન ગઢવી દ્વારકા પબુભા માણેક મૂળુભાઇ કંડોરિયા લખમણ નકુમ
ભાવનગર જિલ્લો: ભાવનગર જિલ્લામાં ગત ચૂંટણીમાં ભાજપને વધુ બેઠકો મળી હતી. જિલ્લાની સાત બેઠકો પૈકી છ બેઠકો મહુવા, ગારીયાધાર, પાલીતણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્વિમ બેઠક પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે તળાજા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. ભાજપ દ્વારા આ વખતે સિનિયર નેતાઓને રિપીટ નથી કરાયા જ્યારે ભાવનગર પશ્વિમ બેઠક પરથી જીતુ વાઘાણીને રિપીટ કરવામાં આવ્યા છે.
ભાવનગર જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક ભાજપ કોંગ્રેસ આપ મહુવા શિવાભાઇ ગોહિલ કનુ કલસરીયા અશોક જોલિયા તળાજા ગૌતમ ચૌહાણ કનુ બારૈયા લાલુબેન ચૌહાણ ગારીયાધાર કેશુભાઇ નાકરાણી દિવ્યેશ ચાવડા સુધીર વાઘાણી પાલીતણા ભીખાભાઇ બારૈયા પ્રવિણ રાઠોડ ડો. જે.પી ખૈની ભાવનગર ગ્રામ્ય પુરૂષોત્તમ સોલંકી રેવતસિંહ ગોહિલ ખુમાણસિંહ ગોહિલ ભાવનગર પૂર્વ સેજલ પંડ્યા બળદેવ સોલંકી હમીર રાઠોડ ભાવનગર પશ્વિમ જીતુભાઇ વાઘાણી કિશોર ગોહિલ રાજુ સોલંકી
જૂનાગઢ જિલ્લો: જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકોની વાત કરીએ તો ગત ચૂંટણીમાં કોંગ્રેસનો પંજો અહીં ભારે રહ્યો હતો. જૂનાગઢ, વિસાવદર, માંગરોળ અને માણાવદર બેઠકો કોંગ્રેસને મળી હતી. જોકે કોંગી ધારાસભ્ય જવાહર ચાવડા બાદમાં ભાજપમાં જોડાયા છે અને આ વખતે ભાજપ તરફથી માણાવદર ખાતેથી ચૂંટણી લડી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક ભાજપ કોંગ્રેસ આપ માણાવદર જવાહર ચાવડા અરવિંદ લાડાણી કરસન ભાદરકા જૂનાગઢ સંજય કોરડિયા ભીખાભાઇ જોશી ચેતન ગજેરા વિસાવદર હર્ષદ રીબડીયા કરસન વડોદરિયા ભૂપત ભાયાણી કેશોદ દેવાભાઇ માલમ હિરાભાઇ જોટવા રામજી ચૂડાસમા માંગરોળ ભગવાનજી કરગઢીયા બાબુભાઇ વાજા પિયૂષ પરમાર
ગીર સોમનાથ જિલ્લો: ગીર સોમનાથ જિલ્લો કોંગ્રેસના હાથમાં છે. ગત ચૂંટણીમાં જિલ્લાની ચારેય બેઠકો સોમનાથ, તલાલા, કોડિનાર અને ઉના બેઠક કોંગ્રેસને મળી હતી. આ વખતે ભાજપ અહીં જીત માટે મથી રહી છે તો કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા મથામણમાં છે જ્યારે આ વખતે અહીં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે જેથી ત્રિપાંખીયો જંગ છે.
ગીર સોમનાથ જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક ભાજપ કોંગ્રેસ આપ સોમનાથ માનસિંહ પરમાર વિમલ ચૂડાસમા જગમાલ વાળા તલાલા ભગવાનભાઇ બારડ માનસિંહ ડોડિયા દેવેન્દ્ર સોલંકી કોડિનાર ડો પ્રદ્યૂમન વાજા મહેશ મકવાણા વેલજીભાઇ મકવાણા ઉના કાળુભાઇ રાઠોડ પૂંજાભાઇ વંશ સેજલબેન ખૂંટ
અમરેલી જિલ્લો: અમરેલી જિલ્લો પણ ગત ચૂંટણીમાં કોંગ્રેસના પંજામાં રહ્યો હતો. જિલ્લાની એક માત્ર ધારી બેઠકને બાદ કરતાં અન્ય તમામ અમરેલી, લાઠી, સાવરકુંડલા અનેરાજુલા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.
અમરેલી જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક ભાજપ કોંગ્રેસ આપ ધારી જયસુખ કાકડિયા ડો. કિર્તી બોરીસાગર કાંતિ સતાસિયા અમરેલી કૌશિક વેકરિયા પરેશ ધાનાણી રવિ ધાનાણી લાઠી જનક તલાવીયા વિરજી ઠુમર જયસુખ દેત્રોલિયા સાવરકુંડલા મહેશ કસવાલા પ્રતાપ દૂધાત ભરત નાકરાણી રાજુલા હિરા સોલંકી અમરીશ ડેર ભરત બલદાણીયા
સુરેન્દ્રનગર જિલ્લો: સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસને 60-40 નો રેશીયો જોવા મળ્યો હતો. પાંચ બેઠકો પૈકી દસાડા અને ચોટીલા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો જ્યારે લીમડી, વઢવાણ અને ધ્રાંગધ્રા બેઠક પર ભાજપને જીત મળી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક ભાજપ કોંગ્રેસ આપ દસાડા પરસોત્તમ પરમાર નૌશાદ સોલંકી અરવિંદ સોલંકી લીંમડી કિરીટસિંહ રાણા કલ્પના મકવાણા મયૂર સાકડીયા વઢવાણ જગદીશ મકવાણા તરૂણ ગઢવી હિતેશ પટેલ ચોટીલા શામજી ચૌહાણ રૂતવિજ મકવાણા રાજુ કારપડા ધ્રાંગધ્રા પ્રકાશ વરમોરા છતરસિંહ ગૂંજારિયા વાઘજી પટેલ
પોરબંદર જિલ્લો: ગત ચૂંટણીમાં પોરબંદર જિલ્લાની બે બેઠકો પૈકી પોરબંદર બેઠક ભાજપને અને કુતિયાણા બેઠક એનસીપીને મળી હતી.
પોરબંદર જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક ભાજપ કોંગ્રેસ આપ અન્ય પોરબંદર બાબુ બોખીરિયા અર્જુન મોઢવાડિયા જીવણ જુંગી કુતિયાણા ઢેલીબેન ઓડેદરા નાથા ઓડેદરા ભીમા મકવાણા ગત ચૂંટણી એનસીપીની જીત
બોટાદ જિલ્લો: બોટાદ જિલ્લાની બંને બેઠકોની વાત કરીએ તો ગત ચૂંટણીમાં આ બંને બેઠકો પર ભાજપની જીત થઇ હતી. આ વખતે અહીં ભાજપ તરફથી ગઢડા બેઠક પરથી શંભુપ્રસાદ અને બોટાદ બેઠક પરથી ઘનશ્યામ વિરાણી મેદાનમાં છે.
બોટાદ જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક ભાજપ કોંગ્રેસ આપ ગઢડા શંભુપ્રસાદ ટૂંડિયા જગદીશ ચાવડા રમેશ પરમાર બોટાદ ઘનશ્યામ વિરાણી મનહર પટેલ ઉમેશ મકવાણા
ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કાની ઉપર જણાવેલી તમામ 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન થશે. હવે બીજા તબક્કાના ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર 2022 ગુરૂવારે છે, આ ફોર્મની ચકાસણી 18 નવેમ્બરે થશે, અને ઉમેદવારો 21 નવેમ્બર સુધી ફોર્મ પાછા ખેંચી શકે છે. તમને જણાવી દઈએ કે બીજા તબક્કા માટે મતદાન 5 ડિસેમ્બરે થશે.