scorecardresearch

ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કો : 19 જિલ્લાની 89 બેઠકો પર 1100 થી વધુ ફોર્મ ભરાયા

Gujarat Assembly Elections First Phase : ગુજરાત વિધાનસભા ચૂંટણીની પ્રથમ તબક્કાની 19 જિલ્લાની 89 બેઠક માટે ઉમેદવારીપત્ર (candidate) ભરવામાં આવ્યા, જેમાં ભાજપ (BJP), કોંગ્રેસ (Congress), આપ (AAP) સહિત અન્ય 1100થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભરી ચૂંટણી મેદાનમાં ઉતરવા ઉમેદવારી નોંધાવી.

ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કો : 19 જિલ્લાની 89 બેઠકો પર 1100 થી વધુ ફોર્મ ભરાયા
ગુજરાત વિધાનસભા ચૂંટણી – 19 જિલ્લાની 89 બેઠકો – 1100થી વધુ ફોર્મ ભરાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો વચ્ચેનો સંઘર્ષ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં રાજકારણીઓ પોત-પોતાના પક્ષોના પક્ષમાં પ્રચાર કરવા માટે પુરી તાકાત લગાવી રહ્યા છે. તો સોમવારે પિરથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. હવે આજે એટલે કે 15 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરી દેવામાં આવી છે. એટલે કે કોણ-કોણ ચૂંટણી લડી શકશે તે સ્પષ્ટ થઈ જશે. 19 જિલ્લાની 89 બેઠકો માટે લગભગ 1100થી વધુ ફોર્મ ભરાયા છે.

સૌથી વધુ સુરત જિલ્લામાં ઉમેદવારોએ ફોર્મ ભર્યા

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1100થી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતરી પડ્યા છે. જેમાં સુરત જિલ્લામાં સૌથી વધુ ફોર્મ ભરવામાં આ્યા છે, અહીં 16 બેઠકો માટે 245થી વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. તો કચ્છ જિલ્લાની 6 બેઠકો માટે 96 ઉમેદવારો મેદાને ઉતર્યા. આ બાજુ નવસારી જિલ્લામાં 4 બેઠકો માટે 43 ફોર્મ ભરવામાં આવ્યા છે, તો વલસાડ જિલ્લાની પાંચ બેઠકો માટે 37 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા, ડાંગ જિલ્લાની 1 બેઠક માટે 18 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા. સૌરાષ્ટ્રની વાત કરીએ તો, અહીં 533 જેટલા ફોર્મ ભરાયા છે. તમને જણાવી દઈએ કે, કયા જિલ્લામાં કઈ બેઠક પર કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા તેની સત્તાવનાર માહિતી ચૂંટણી પંચ હજુ આજે મોડી રાત્રે જાહેર કરશે.

સુરત જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠકભાજપકોંગ્રેસઆપ
ઓલપાડમુકેશ પટેલદર્શનકુમાર નાયકધાર્મિક માલવિયા
માંગરોળગણપત વસાવાઅનિલ ચૌધરીસ્નેહલ વસાવા
માંડવીકુંવરજી હળપતિઆનંદ ચૌધરીસાયનાબેન ગામિત
કામરેજપ્રફૂલ પાનસેરિયાનિલેષ કુંભાણીરામ ધડૂક
સુરત પૂર્વઅરવિંદ રાણાઅસલમ સાયકલવાલાકંચન જરીવાલા
સુરત ઉત્તરકાંતિ બલરઅશોક પટેલમહેન્દ્ર નાવડીયા
વરાછા રોડકિશોર કાનાણીપ્રફૂલ તોગડીયાઅલ્પેશ કથીરિયા
કરંજપ્રવિણ ઘોઘારીભારતીબેન પટેલમનોજ સોરઠીયા
લિંબાયતસંગીતા પાટીલગોપાલ ડી. પાટીલપંકજ તાયડે
ઉધનામનુ પટેલધનસુખ રાજપૂતમહેન્દ્ર પાટીલ
મજુરાહર્ષ સંઘવીબળવંત જૈનપીવીએસ શર્મા
કતારગામવિનોદ મોરડીયાકલ્પેશ વરીયાગોપાલ ઈટાલિયા
સુરત પશ્ચિમપૂર્ણેશ મોદીસંજય શાહમોક્ષેસ સંઘવી
ચૌર્યાસીસંદિપ દેસાઈકાંતિભાઈ પટેલપ્રકાશ કોન્ટ્રાક્ટર
બારડોલીઈશ્વર પરમારપન્નાબેન પટેલરાજેન્દ્ર સોલંકી
મહુવામોહન ડી. ઢોડીયાહેમાંગીની ગરાસીયાકુંજન પટેલ ઢોડીયા

વલસાડ જિલ્લો: વલસાડ જિલ્લો આમ તો ભાજપનો ગઢ છે. અહીંની પાંચ બેઠકો પર ગત ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો અને એકેય બેઠક કોંગ્રેસને મળી ન હતી. જિલ્લાની ધરમપુર બેઠક, વલસાડ, પારડી, કપરાડા અને ઉમરગામ બેઠક પર ભાજપનો વિજય થયો હતો.

વલસાડ જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠકભાજપકોંગ્રેસઆપ
ધરમપુરઅરવિંદ પટેલકિશન પટેલકમલેશ પટેલ
વલસાડભરત પટેલકમલ પટેલરાજુ મરચા
પારડીકનુ દેસાઇજયશ્રી બેન પટેલકેતન પટેલ
કપરાડાજીતુ ચૌધરીવસંત પટેલજયેન્દ્ર ગામિત
ઉમરગામરમણ પાટકરનરેશ વળવીઅશોક પટેલ

તાપી જિલ્લો: તાપી જિલ્લો કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. આદિવાસી વિસ્તારના મતદારો કોંગ્રેસ પર ઓળગોળ છે. જિલ્લાની વ્યારા અને નિઝર બંને બેઠકો પર ગત ચૂંટણીમાં કોંગ્રેસનો વિજય થયો હતો. અહીંની વ્યારા બેઠકની વાત કરીએ તો આ એક એવી બેઠક છે કે જ્યાં ભાજપનો ક્યારેય વિજય થયો નથી. આ બેઠક પર કોંગ્રેસનો પંજો હાવી રહ્યો છે.

તાપી જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠકભાજપકોંગ્રેસઆપ
વ્યારામોહન કોંકણેપુના ગામિતબિપિન ચૌધરી
નિઝરડો. જયરામ ગામિતસુનિલ ગામિતઅરવિંદ ગામિત

નવસારી જિલ્લો: નવસારી જિલ્લાની ચાર બેઠકની વાત કરીએ તો અહીં ભાજપનું કમળ ભારે રહ્યું છે. ચાર પૈકી જલાલપોર, નવસારી અને ગણદેવી ત્રણ બેઠક પર ભાજપ અને વાંસદા એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. આ વખતની ચૂંટણીમાં પણ અહીં ખરાખરીનો ખેલ જામ્યો છે.

નવસારી જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠકભાજપકોંગ્રેસઆપ
જલાલપોરઆર. સી. પટેલરણજીત પંચાલપ્રદિપ મિશ્રા
નવસારીરાકેશ દેસાઇદિપક બારોટઉપેશ પટેલ
ગણદેવીનરેશ પટેલઅશોક પટેલપંકજ એલ પટેલ
વાંસદાપિયૂષ પટેલઅનંત પટેલડો. પંકજ સી પટેલ

ડાંગ જિલ્લો: ડાંગ જિલ્લાની વાત કરીએ તો અહીંની એક ડાંગ બેઠક પર કમળ ખીલેલું છે. ડાંગ બેઠક પર ગત ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. અહીંના આદિવાસી વિસ્તારના મતદારોએ ભાજપના વિકાસની વાતો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વખતે પણ અહીં ભાજપે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આદિવાસી વિકાસની વાત પર ભાર મુક્યો છે.

ડાંગ જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠકભાજપકોંગ્રેસઆપ
ડાંગવિજય પટેલમુકેશ પટેલસુનિલ ગામિત

ભરૂચ જિલ્લો: ભરૂચ જિલ્લાની પાંચ બેઠકો પર ખરા અર્થમાં ત્રિપાંખીયા જંગ જેવી સ્થિતિ જોવા મળે છે. ગત ચૂંટણીમાં અહીં ત્રણ બેઠકો ભરૂચ, વાઘરા અને અંકલેશ્વર પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે જંબુસર બેઠક પર કોંગ્રેસ જીતી હતી અને ઝઘડિયા બેઠક પર બીટીપીનો વિજય થયો હતો. જોકે આ વખતે અહીં ઝઘડિયા બેઠક પર પિતા પુત્ર વચ્ચે જંગ જોવા મળી રહ્યો છે. બીટીપી ધારાસભ્ય મહેશ વસાવાની સામે એમના પિતા છોટુ વસાવા અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે.

ભરૂચ જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠકભાજપકોંગ્રેસઆપઅન્ય
ભરૂચરમેશ મિસ્ત્રીજયકાંત પટેલમનહર પરમાર
વાઘરાઅરૂણસિંહ રાણાસુલેમાન પટેલજયરાજસિંહ રાજ
જંબુસરડી કે સ્વામીસંજયસિંહ સોલંકીસાજીદ રેહાન
અંકલેશ્વરઇશ્વર પટેલવિજય ઉર્ફે વલ્લભ પટેલઅંકુર પટેલ
ઝઘડિયારિતેશ વસાવાફતેસિંહ વસાવાઉર્મિલાબેન ભગતમહેશ વસાવા (બીટીપી)
છોટુ વસાવા (અપક્ષ)

નર્મદા જિલ્લો: નર્મદા જિલ્લામાં વિધાનસભાની બે બેઠકો નાંદોદ અને દેડીયાપાડનો સમાવેશ થાય છે. રાજ્યમાં ભેલ ભાજપની સરકાર હોય પરંતુ અહીંના આદિવાસી વિસ્તારમાં ભાજપનો જાદુ ચાલ્યો નથી. નાંદોદ બેઠક પર કોંગ્રેસ અને દેડીયાપાડા બેઠક પર બીટીપીનો ગત ચૂંટણીમાં વિજય થયો હતો.

નર્મદા જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠકભાજપકોંગ્રેસઆપઅન્ય
નાંદોદડો. દર્શનાબેન દેશમુખહરેશ વસાવાડો.પ્રફુલ્લ વસાવાહર્ષદ વસાવા (અપક્ષ)
દેડીયાપાડાહિતેશ વસાવાજેરમાબેન વસાવાચૈતર વસાવાબહાદુર વસાવા (બીટીપી)

કચ્છ જિલ્લો: કચ્છ જિલ્લાની છ બેઠકો પૈકી પાંચ બેઠકો પર ગત ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. અબડાસા, માંડવી, ભૂજ, અંજાર અને ગાંધીધામ બેઠક પર કમળ ખીલ્યું હતું જ્યારે એક માત્ર રાપર બેઠક કોંગ્રેસના હાથમાં આવી હતી. આ વખતે પણ અહીં ભાજપ હાવી હોય એવું લાગે છે.

કચ્છ જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠકભાજપકોંગ્રેસઆપ
અબડાસાપ્રદ્યુમસિંહ જાડેજામામદ જતવસંત ખેતાણી
માંડવીઅનિરૂધ્ધ દવેરાજેન્દ્રસિંહ જાડેજાકૈલાશદાન ગઢવી
ભૂજકેશુભાઇ પટેલઅરજણ ભૂડીયારાજેશ પિંડોરીયા
અંજારત્રિકમ છાંગારમેશ ડાંગરઅરજણ રબારી
ગાંધીધામમાલતી મહેશ્વરીભરત સોલંકીબી ટી મહેશ્વરી
રાપરવિરેન્દ્રસિંહ જાડેજાબચુ આરેઠીયાઅંબાલાલ પટેલ

રાજકોટ જિલ્લો: રાજકોટ જિલ્લામાં કમળ ખીલ્યું છે. વર્ષ 2017ની ચૂંટણીમાં જિલ્લાની આઠ બેઠકો પૈકી રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્વિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, ગાંડલ અને જેતપુરમાં ભાજપના ઉમેદવાર વિજયી બન્યા હતા. જ્યારે જસદણ અને ધોરાજી બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. જસદણ બેઠક પરથી ગત ટર્મમાં વિજયી થયેલા કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાયા હતા અને પેટા ચૂંટણીમાં વિજયી બન્યા હતા. જેમને ફરીથી ભાજપે આ વખતે રિપીટ કર્યા છે. જ્યારે રાજકોટ પશ્વિમ બેઠક પરથી વિજેતા એવા અને તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાજપે આ વખતે ટિકિટ આપી નથી. આ વખતના ચૂંટણી જંગમાં આઠ બેઠકો માટે અંતિમ દિવસે 88 અને કુલ 170 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.

રાજકોટ જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠકભાજપકોંગ્રેસઆપ
રાજકોટ પૂર્વઉદય કાંગડઇન્દ્રનીલ રાજ્યગુરૂરાહુલ ભુવા
રાજકોટ પશ્વિમડો. દર્શિતા શાહમનસુખ કાલરીયાદિનેશ જોશી
રાજકોટ દક્ષિણરમેશ ટીલાળાહિતેશ વોરાશિવલાલ બારસીયા
રાજકોટ ગ્રામ્યભાનુબેન બાબરિયાસુરેશ બધવારવશરામ સાગઠીયા
જસદણકુંવરજી બાવળીયાભોળાભાઇ ગોહિલતેજશ ગાજીપરા
ગાંડલગીતાબા જાડેજાયતિષ દેસાઇનિમિષા ખૂંટ
જેતપુરજયેશ રાદડીયાદિપક વેકરિયારોહિત ભુવા
ધોરાજીમહેન્દ્ર પાડલિયાલલિત વસોયાવિપુલ સખિયા

મોરબી જિલ્લો: ગત ચૂંટણીમાં સૌરાષ્ટ્ર ભાજપની પકડથી થોડું દૂર રહ્યું હતું. મોરબી જિલ્લામાં પણ એવી જ સ્થિતિ જોવા મળી હતી. જિલ્લાની ત્રણ બેઠકો પૈકી એક જ મોરબી બેઠક ભાજપને મળી હતી. જ્યારે ટંકારા અને વાંકાનેર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. તાજેતરમાં મોરબીમાં થયેલી પુલ દુર્ઘટના પણ ભાજપ માટે કેટલેક અંશે ભારે પડી શકે એમ છે. આ સંજોગો જોતાં મોરબી ભાજપ માટે ચિંતાજનક સાબિત થઇ શકે એમ છે.

મોરબી જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠકભાજપકોંગ્રેસઆપ
મોરબીકાંતિલાલ અમૃતિયાજ્યંતિ પટેલપંકજ રાણસરીયા
ટંકારાદુર્લભજી દેથરીયાલલિત કગથરાસંજય ભટાસણા
વાંકાનેરજિતેન્દ્ર સોમાણીમહંમદ જાવિદ પીરઝાદાવિક્મ સોરાણી

જામનગર જિલ્લો: જામનગર જિલ્લામાં શહેરી વિસ્તારમાં ભાજપ તો ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો છે. અહીંની પાંચ બેઠકો પૈકી જામનગર શહેરી વિસ્તારને આવરી લેતી ગ્રામ્ય, ઉત્તર અને દક્ષિણ બેઠક પર ભાજપનો ગત ચૂંટણીમાં વિજય થયો હતો. જ્યારે જિલ્લામાં આવેલી કાલાવડ અને જામ જોધપુર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. આ વખતે ભાજપે જામનગર ઉત્તર બેઠક પરથી ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને ટિકિટ આપતાં આ બેઠક ચર્ચાસ્પદ બની છે.

જામનગર જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠકભાજપકોંગ્રેસઆપ
કાલાવડમેઘજી ચાવડાપ્રવિણ મૂંછડીયાડો. જિગ્નેશ સોલંકી
જામનગર ગ્રામ્યરાઘવજી પટેલજીવણ કુંભારવડિયાપ્રકાશ દોંગા
જામનગર ઉત્તરરિવાબા જાડેજાબિપેન્દ્રસિંહ જાડેજાકરસન કરમૂર
જામનગર દક્ષિણદિવ્યેશ અકબરીમનોજ કથિરીયાવિશાલ ત્યાગી
જામ જોધપુરચીમન સાપરિયાચિરાગ કાલરિયાહેમંત ખવા

દેવભૂમિ દ્વારકા જિલ્લો: દેવભૂમિ દ્વારકા જિલ્લાની બે બેઠકો ભાજપ કોંગ્રેસમાં વહેંચાઇ હતી. ગત ચૂંટણીમાં ખંભાળીયા બેઠક કોંગ્રેસને તો દ્વારકા બેઠક ભાજપને મળી હતી. જોકે આ વખતે આ જિલ્લો ચર્ચાની એરણ પર છે. અહીંની ખંભાળીયા બેઠક પરથી આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના દાવેદાર ઇશુદાન ગઢવી પણ ચૂંટણી લડી રહ્યા છે. જેને લઇને આ બેઠક પર સૌની નજર છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠકભાજપકોંગ્રેસઆપ
ખંભાળીયામૂળુભાઇ બેરાવિક્રમ માડમઇશુદાન ગઢવી
દ્વારકાપબુભા માણેકમૂળુભાઇ કંડોરિયાલખમણ નકુમ

ભાવનગર જિલ્લો: ભાવનગર જિલ્લામાં ગત ચૂંટણીમાં ભાજપને વધુ બેઠકો મળી હતી. જિલ્લાની સાત બેઠકો પૈકી છ બેઠકો મહુવા, ગારીયાધાર, પાલીતણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ અને ભાવનગર પશ્વિમ બેઠક પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે તળાજા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. ભાજપ દ્વારા આ વખતે સિનિયર નેતાઓને રિપીટ નથી કરાયા જ્યારે ભાવનગર પશ્વિમ બેઠક પરથી જીતુ વાઘાણીને રિપીટ કરવામાં આવ્યા છે.

ભાવનગર જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠકભાજપકોંગ્રેસઆપ
મહુવાશિવાભાઇ ગોહિલકનુ કલસરીયાઅશોક જોલિયા
તળાજાગૌતમ ચૌહાણકનુ બારૈયાલાલુબેન ચૌહાણ
ગારીયાધારકેશુભાઇ નાકરાણીદિવ્યેશ ચાવડાસુધીર વાઘાણી
પાલીતણાભીખાભાઇ બારૈયાપ્રવિણ રાઠોડડો. જે.પી ખૈની
ભાવનગર ગ્રામ્યપુરૂષોત્તમ સોલંકીરેવતસિંહ ગોહિલખુમાણસિંહ ગોહિલ
ભાવનગર પૂર્વસેજલ પંડ્યાબળદેવ સોલંકીહમીર રાઠોડ
ભાવનગર પશ્વિમજીતુભાઇ વાઘાણીકિશોર ગોહિલરાજુ સોલંકી

જૂનાગઢ જિલ્લો: જૂનાગઢ જિલ્લાની પાંચ બેઠકોની વાત કરીએ તો ગત ચૂંટણીમાં કોંગ્રેસનો પંજો અહીં ભારે રહ્યો હતો. જૂનાગઢ, વિસાવદર, માંગરોળ અને માણાવદર બેઠકો કોંગ્રેસને મળી હતી. જોકે કોંગી ધારાસભ્ય જવાહર ચાવડા બાદમાં ભાજપમાં જોડાયા છે અને આ વખતે ભાજપ તરફથી માણાવદર ખાતેથી ચૂંટણી લડી રહ્યા છે.

જૂનાગઢ જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠકભાજપકોંગ્રેસઆપ
માણાવદરજવાહર ચાવડાઅરવિંદ લાડાણીકરસન ભાદરકા
જૂનાગઢસંજય કોરડિયાભીખાભાઇ જોશીચેતન ગજેરા
વિસાવદરહર્ષદ રીબડીયાકરસન વડોદરિયાભૂપત ભાયાણી
કેશોદદેવાભાઇ માલમહિરાભાઇ જોટવારામજી ચૂડાસમા
માંગરોળભગવાનજી કરગઢીયાબાબુભાઇ વાજાપિયૂષ પરમાર

ગીર સોમનાથ જિલ્લો: ગીર સોમનાથ જિલ્લો કોંગ્રેસના હાથમાં છે. ગત ચૂંટણીમાં જિલ્લાની ચારેય બેઠકો સોમનાથ, તલાલા, કોડિનાર અને ઉના બેઠક કોંગ્રેસને મળી હતી. આ વખતે ભાજપ અહીં જીત માટે મથી રહી છે તો કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા મથામણમાં છે જ્યારે આ વખતે અહીં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે જેથી ત્રિપાંખીયો જંગ છે.

ગીર સોમનાથ જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠકભાજપકોંગ્રેસઆપ
સોમનાથમાનસિંહ પરમારવિમલ ચૂડાસમાજગમાલ વાળા
તલાલાભગવાનભાઇ બારડમાનસિંહ ડોડિયાદેવેન્દ્ર સોલંકી
કોડિનારડો પ્રદ્યૂમન વાજામહેશ મકવાણાવેલજીભાઇ મકવાણા
ઉનાકાળુભાઇ રાઠોડપૂંજાભાઇ વંશસેજલબેન ખૂંટ

અમરેલી જિલ્લો: અમરેલી જિલ્લો પણ ગત ચૂંટણીમાં કોંગ્રેસના પંજામાં રહ્યો હતો. જિલ્લાની એક માત્ર ધારી બેઠકને બાદ કરતાં અન્ય તમામ અમરેલી, લાઠી, સાવરકુંડલા અનેરાજુલા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.

અમરેલી જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠકભાજપકોંગ્રેસઆપ
ધારીજયસુખ કાકડિયાડો. કિર્તી બોરીસાગરકાંતિ સતાસિયા
અમરેલી કૌશિક વેકરિયાપરેશ ધાનાણીરવિ ધાનાણી
લાઠીજનક તલાવીયાવિરજી ઠુમરજયસુખ દેત્રોલિયા
સાવરકુંડલામહેશ કસવાલાપ્રતાપ દૂધાતભરત નાકરાણી
રાજુલાહિરા સોલંકીઅમરીશ ડેરભરત બલદાણીયા

સુરેન્દ્રનગર જિલ્લો: સુરેન્દ્રનગર જિલ્લામાં ગત ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસને 60-40 નો રેશીયો જોવા મળ્યો હતો. પાંચ બેઠકો પૈકી દસાડા અને ચોટીલા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો જ્યારે લીમડી, વઢવાણ અને ધ્રાંગધ્રા બેઠક પર ભાજપને જીત મળી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠકભાજપકોંગ્રેસઆપ
દસાડાપરસોત્તમ પરમારનૌશાદ સોલંકીઅરવિંદ સોલંકી
લીંમડીકિરીટસિંહ રાણાકલ્પના મકવાણામયૂર સાકડીયા
વઢવાણજગદીશ મકવાણાતરૂણ ગઢવીહિતેશ પટેલ
ચોટીલાશામજી ચૌહાણરૂતવિજ મકવાણારાજુ કારપડા
ધ્રાંગધ્રાપ્રકાશ વરમોરાછતરસિંહ ગૂંજારિયાવાઘજી પટેલ

પોરબંદર જિલ્લો: ગત ચૂંટણીમાં પોરબંદર જિલ્લાની બે બેઠકો પૈકી પોરબંદર બેઠક ભાજપને અને કુતિયાણા બેઠક એનસીપીને મળી હતી.

પોરબંદર જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠકભાજપકોંગ્રેસઆપઅન્ય
પોરબંદરબાબુ બોખીરિયાઅર્જુન મોઢવાડિયાજીવણ જુંગી
કુતિયાણાઢેલીબેન ઓડેદરાનાથા ઓડેદરાભીમા મકવાણાગત ચૂંટણી એનસીપીની જીત

બોટાદ જિલ્લો: બોટાદ જિલ્લાની બંને બેઠકોની વાત કરીએ તો ગત ચૂંટણીમાં આ બંને બેઠકો પર ભાજપની જીત થઇ હતી. આ વખતે અહીં ભાજપ તરફથી ગઢડા બેઠક પરથી શંભુપ્રસાદ અને બોટાદ બેઠક પરથી ઘનશ્યામ વિરાણી મેદાનમાં છે.

બોટાદ જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠકભાજપકોંગ્રેસઆપ
ગઢડાશંભુપ્રસાદ ટૂંડિયાજગદીશ ચાવડારમેશ પરમાર
બોટાદઘનશ્યામ વિરાણીમનહર પટેલઉમેશ મકવાણા

ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કાની ઉપર જણાવેલી તમામ 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન થશે. હવે બીજા તબક્કાના ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17 નવેમ્બર 2022 ગુરૂવારે છે, આ ફોર્મની ચકાસણી 18 નવેમ્બરે થશે, અને ઉમેદવારો 21 નવેમ્બર સુધી ફોર્મ પાછા ખેંચી શકે છે. તમને જણાવી દઈએ કે બીજા તબક્કા માટે મતદાન 5 ડિસેમ્બરે થશે.

Web Title: Gujarat assembly elections first phase 19 districts 89 seats 1100 candidate forms filled

Best of Express