ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આજે બીજા તબક્કાની બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ છે, આવતીકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે, અને કાયદા અનુસાર ફોર્મમાં માહિતી બરોબર હશે તેમને ઉમેદવારી કરવા મંજૂરી મળશે. તમને જણાવી દઈએ કે, ગુજરાત ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે આ વખતે ત્રિકોણીયો જંગ રહેશે, ત્રણે પાર્ટીઓ દ્વારા મોટાભાગની બેઠક પર લગભગ ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. તો જોઈએ તમારા મતવિસ્તારમાં કઈ વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ એમ ત્રણે પાર્ટીના કયા-કયા ઉમેદવારો વચ્ચે જંગ રહેશે.
બનાસકાંઠા જિલ્લો : નવ બેઠક
બનાસકાંઠા જિલ્લાની નવ બેઠકો પૈકી ગત 2017ની ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ મજબૂત રહ્યો હતો. વાવ, ધાનેરા, દાંતા, પાલનપુર અને દિયોદર મળી પાંચ બેઠકો કોંગ્રેસના હાથમાં આવી હતી. જ્યારે થરાદ, ડિસા અને કાંકરેજ બેઠક ભાજપને મળી હતી જ્યારે વડગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર જિગ્નેશ મેવાણીની જીત થઇ હતી. આ વખતે જિગ્નેશ મેવાણી કોંગ્રેંસ તરફથી ચૂંટણી લડે છે.
બનાસકાંઠા જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક | ભાજપ | કોંગ્રેસ | આપ | અન્ય |
વાવ | સ્વરૂપજી ઠાકોર | ગેનીબેન ઠાકોર | ડો.ભીમ પટેલ | |
થરાદ | શંકર ચૌધરી | ગુલાબસિંહ રાજપૂત | વિરચંદ ચાવડા | |
ધાનેરા | ભગવાન ચૌધરી | નાથાભાઇ પટેલ | સુરેશ દેવડા | |
દાંતા | લઘુભાઇ પારઘી | કાંતિ ખરાડી | એમ કે બૂંબડિયા | |
વડગામ | મણીભાઇ વાઘેલા | જિગ્નેશ મેવાણી | દલપત ભાટીયા | |
પાલનપુર | અનિકેત ઠાકર | મહેશ પટેલ | રમેશ નાભાણી | |
ડીસા | પ્રવિણ માળી | સંજય રબારી | ડો. રમેશ પટેલ | |
દિયોદર | કેશાજી ચૌહાણ | શિવા ભુરીયા | ભેમાભાઇ ચૌધરી | |
કાંકરેજ | કિર્તીસિંહ વાઘેલા | અમરત ઠાકોર | મુકેશ ઠક્કર |
પાટણ જિલ્લો : ચાર બેઠક
પાટણ જિલ્લાની ચાર બેઠકો પૈકી ગત 2017ની ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. ઉત્તર ગુજરાતમાં પાટીદાર આંદોલનના વાયરા વચ્ચે પાટણ જિલ્લાની રાધનપુર, પાટણ અને સિધ્ધપુર બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. જ્યારે એક માત્ર ચાણસ્મા બેઠક પર ભાજપનો વિજય થયો હતો.
પાટણ જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક | ભાજપ | કોંગ્રેસ | આપ |
રાધનપુર | લવિંગજી ઠાકોર | રઘુ દેસાઇ | લાલજી ઠાકોર |
ચાણસ્મા | દિલીપ ઠાકોર | દિનેશ ઠાકોર | વિષ્ણું પટેલ |
પાટણ | રાજુલબેન દેસાઇ | કિરીટ પટેલ | લાલેશ ઠક્કર |
સિદ્ધપુર | બળવંતસિંહ રાજપૂત | ચંદનજી ઠાકોર | મહેન્દ્ર રાજપૂત |
મહેસાણા જિલ્લો : સાત બેઠક
મહેસાણા જિલ્લાની સાત બેઠકોમાં ગત ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો. જિલ્લાની સાત બેઠકો પૈકી મહેસાણા, ખેરાલુ, વિજાપુર, વિસનગર અને કડી બેઠક પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે ઊંઝા અને બેચરાજીમાં કોંગ્રેસની જીત થઇ હતી. જોકે બાદમાં ઊંઝાના કોંગી ધારાસભ્ય આશા બેન પટેલ ભાજપમાં જોડાતાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપ તરફથી તેઓએ ઉમેદવારી કરી હતી અને વિજયી બન્યા હતા.
મહેસાણા જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક | ભાજપ | કોંગ્રેસ | આપ |
ખેરાલુ | સરદાર ચૌધરી | મુકેશ દેસાઇ | દિનેશ ઠાકોર |
ઊંઝા | કે કે પટેલ | અરવિંદ પટેલ | ઉર્વિશ પટેલ |
વિસનગર | ઋષિકેશ પટેલ | કિરીટ પટેલ | જ્યંતિ પટેલ |
બેચરાજી | સુખાજી ઠાકોર | ભોપાજી ઠાકોર | સાગર રબારી |
કડી | કરસન સોલંકી | પ્રવિણ પરમાર | એચ કે ડાભી |
મહેસાણા | મુકેશ પટેલ | પી કે પટેલ | ભગત પટેલ |
વિજાપુર | રમણભાઇ પટેલ | સી જે ચાવડા | ચિરાગ પટેલ |
સાબરકાંઠા જિલ્લો : ચાર બેઠક
સાબરકાંઠા જિલ્લાની ચાર બેઠકોમાં ગત ચૂંટણીમાં ભાજપનો દબદબો રહ્યો હતો. ચાર પૈકી હિંમતનગર, ઇડર અને પ્રાંતિજ બેઠક પર ભાજપનો વિજય થયો હતો. જ્યારે ખેડબ્રહ્મા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.
સાબરકાંઠા જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક | ભાજપ | કોંગ્રેસ | આપ |
હિંમતનગર | વી ડી ઝાલા | કમલેશ પટેલ | નિર્મલસિંહ પરમાર |
ઈડર | રમણલાલ વોરા | રામભાઇ સોલંકી | જ્યંતિ પ્રણામી |
ખેડબ્રહ્મા | અશ્વિન કોટવાલ | તુષાર ચૌધરી | બિપીન ગામેતી |
પ્રાંતિજ | ગજેન્દ્રસિંહ પરમાર | બેચરસિંહ રાઠોડ | અલ્પેશ પટેલ |
અરવલ્લી જિલ્લો : ત્રણ બેઠક
અરવલ્લી જિલ્લામાં ગત ચૂંટણીમાં ભાજપનો રકાસ થયો હતો. જિલ્લાની ત્રણેય બેઠક ભિલોડા, બાયડ અને મોડાસા બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. ભાજપને એક પણ બેઠક મળી ન હતી.
અરવલ્લી જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક | ભાજપ | કોંગ્રેસ | આપ |
ભિલોડા | પીસી બરંડા | રાજુ પારઘી | રૂપસિંહ ભગોડા |
મોડાસા | ભીખુ પરમાર | રાજેન્દ્રસિંહ ઠાકોર | રાજેન્દ્રસિંહ પરમાર |
બાયડ | ભીખી પરમાર | મહેન્દ્રસિંહ વાઘેલા | ચુનીભાઇ પટેલ |
ગાંધીનગર જિલ્લો : પાંચ બેઠક
વર્ષ 2017 માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો હતો. જિલ્લાની પાંચ પૈકી ગાંધીનગર ઉત્તર, માણસા અને કલોલ બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. જ્યારે દહેગામ અને ગાંધીનગર દક્ષિણમાં ભાજપનો વિજય થયો હતો.
ગાંધીનગર જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક | ભાજપ | કોંગ્રેસ | આપ |
દહેગામ | બલરાજસિંહ ચૌહાણ | વખતસિંહ ચૌહાણ | સુહાગ પંચાલ |
ગાંધીનગર (દક્ષિણ) | અલ્પેશ ઠાકોર | હિમાંશુ પટેલ | દોલત પટેલ |
ગાંધીનગર (ઉત્તર) | રીટાબેન પટેલ | વિરેન્દ્રસિંહ વાઘેલા | મુકેશ પટેલ |
માણસા | જ્યંતિ ચૌધરી | બાબુસિંહ ઠાકોર | ભાસ્કર પટેલ |
કલોલ | બકાજી ઠાકોર | બળદેવજી ઠાકોર | કાંતિજી ઠાકોર |
અમદાવાદ : 21 બેઠક
અમદાવાદ શહેરી અને ગ્રામ્યની કુલ 21 બેઠકો પર ગત ચૂંટણીમાં 15 બેઠકો પર ભાજપ અને છ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો. વિરમગામ, બાપુનગર, દરિયાપુર, જમાલપુર, દાણીલીમડા અને ધંધુકા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.
અમદાવાદ પક્ષવાર ઉમેદવાર
બેઠક | ભાજપ | કોંગ્રેસ | આપ |
વિરમગામ | હાર્દિક પટેલ | લાખા ભરવાડ | કુંવરજી ઠાકોર |
સાણંદ | કનુ પટેલ | રમેશ કોળી | કુલદીપ વાઘેલા |
ઘાટલોડીયા | ભુપેન્દ્ર પટેલ | અમી યાજ્ઞિક | વિજય પટેલ |
વેજલપુર | અમિત ઠાકર | રાજેન્દ્ર પટેલ | કલ્પેશ પટેલ |
વટવા | બાબુસિંહ જાદવ | બળવંત ગઢવી | બિપીન પટેલ |
એલિસબ્રિજ | અમિત પી શાહ | ભીખુ દવે | પારસ શાહ |
નારણપુરા | જિતેન્દ્ર પટેલ | સોનલ પટેલ | પંકજ પટેલ |
નિકોલ | જગદીશ વિશ્વકર્મા | રણજીત બારડ | અશોક ગજેરા |
નરોડા | ડો પાયલ કુકરાણી | નિકુલસિંહ તોમર | ઓમ પ્રકાશ તિવારી |
ઠક્કરબાપા નગર | કંચન રાદડીયા | વિજય બ્રહ્મભટ્ટ | સંજય મોરી |
બાપુનગર | દિનેશસિંહ કુશવાહ | હિંમતસિંહ પટેલ | રાજેશ દિક્ષિત |
અમરાઈવાડી | ડો હસમુખ પટેલ | ધર્મેન્દ્ર પટેલ | વિનય ગુપ્તા |
દરિયાપુર | કૌશિક જૈન | ગ્યાસુદ્દિન શેખ | તાજ કુરેશી |
જમાલપુર-ખાડિયા | ભૂષણ ભટ્ટ | ઇમરાન ખેડાવાલા | હારૂન નાગોરી |
મણિનગર | અમૂલ ભટ્ટ | સી એમ રાજપૂત | વિપુલ પટેલ |
બેઠક | ભાજપ | કોંગ્રેસ | આપ |
દાણીલિમડા | નરેશ વ્યાસ | શૈલેષ પરમાર | દિનેશ કાપડિયા |
સાબરમતિ | ડો હર્ષદ પટેલ | દિનેશ મહિડા | જશવંત ઠાકોર |
અસારવા | દર્શના વાઘેલા | વિપુલ પરમાર | જે જે મેવાડા |
દસક્રોઈ | બાબુ જમના પટેલ | ઉમેદી બુઢાજી ઝાલા | કિરણ પટેલ |
ધોળકા | કિરીટસિંહ ડાભી | અશ્વિન રાઠોડ | જટુભા ગોલ |
ધંધૂકા | કાળુભાઇ ડાભી | હરપાલસિંહ ચુડાસમા | ચંદુ બમરોલીયા |
આણંદ જિલ્લો : સાત બેઠક
આણંદ જિલ્લાની સાત બેઠકોની વાત કરીએ તો ગત ચૂંટણીમાં સાત બેઠકો પૈકી બોરસદ, આંકલાવ, આણંદ, પેટલાદ અને સોજીત્રા પાંચ બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો હતો જ્યારે ખંભાત અને ઉમરેઠ પર ભાજપને જીત મળી હતી.
આણંદ જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક | ભાજપ | કોંગ્રેસ | આપ |
ખંભાત | મહેશ રાવલ | ચિરાગ પટેલ | અરૂણ ગોહિલ |
બોરસદ | રમણ સોલંકી | રાજેન્દ્રસિંહ પરમાર | મનિષ પટેલ |
આંકલાવ | ગુલાબસિંહ પઢિયાર | અમિત ચાવડા | ગજેન્દ્રસિંહ |
ઉમરેઠ | ગોવિંદ પરમાર | જયંત બોસ્કી | અમરીશ પટેલ |
આણંદ | યોગેશ પટેલ | કાંતિ સોઢા પરમાર | ગિરીશ શાંડિલ્ય |
પેટલાદ | કમલેશ પટેલ | પ્રકાશ પરમાર | અર્જુન ભરવાડ |
સોજીત્રા | વિપુલ પટેલ | પૂનમ પરમાર | મનુભાઇ ઠાકોર |
ખેડા જિલ્લો : છ બેઠક
ખેડા જિલ્લાની છ બેઠકો પર ગત ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસન બરોબરી પર હતા. માતર, નડીયાદ અને મહેમદાબાદ બેઠક પર ભાજપનો વિજય થયો હતો જ્યારે મહુધા, ઠાસરા અને કપડવંજ બેઠક પર કોંગ્રેસનો પંજો હાવી રહ્યો હતો.
ખેડા જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક | ભાજપ | કોંગ્રેસ | આપ |
માતર | કલ્પેશ પરમાર | સંજય પટેલ | લાલજી પરમાર |
નડિયાદ | પંકજ દેસાઇ | ધ્રુવલ પટેલ | હર્ષદ વાઘેલા |
મહેમદાબાદ | અર્જુનસિંહ ચૌહાણ | જુવાનસિંહ ચૌહાણ | પ્રમોદ ચૌહાણ |
મહુધા | સંજયસિંહ મહીડા | ઇન્દ્રસિંહ પરમાર | રવજી વાઘેલા |
ઠાસરા | યોગેન્દ્રસિંહ પરમાર | કાંત પરમાર | નટવરસિંહ રાઠોડ |
કપડવંજ | રાજેશ ઝાલા | કાળુ ડાભી | મનુભાઇ પટેલ |
મહીસાગર જિલ્લો : ત્રણ બેઠક
મહીસાગર જિલ્લાની ત્રણ બેઠક પર બાલાસિનોર પર કોંગ્રેસ, લુણાવાડા પર અપક્ષ અને સંતરામપુર બેઠક પર ભાજપનો વિજય થયો હતો.
મહિસાગર જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક | ભાજપ | કોંગ્રેસ | આપ | અન્ય |
બાલાસિનોર | માનસિંહ ચૌહાણ | અજિતસિંહ ચૌહાણ | ઉદેસિંહ ચૌહાણ | |
લુણાવાડા | જિગ્નેશ સેવક | ગુલાબસિંહ | નટવરસિંહ સોલંકી | |
સંતરામપુર | કુબેર ડિડોર | ગેંદાલ ડામોર | પરવત વાઘોડિયા ફુલજી |
પંચમહાલ જિલ્લો : પાંચ બેઠક
પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો અહીં ગત ચૂંટણીમાં કોંગ્રેસના હાથમાં કંઇ આવ્યું ન હતું. જિલ્લાની પાંચ બેઠકો પૈકી શહેરા, ગોધરા, કાલોલ, અને હાલોલ બેઠક પર ભાજપનો વિજય થયો હતો જ્યારે મોરવા હડફ બેઠક અપક્ષને મળી હતી.
પંચમહાલ જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક | ભાજપ | કોંગ્રેસ | આપ | અન્ય |
શેહરા | જેઠા ભરવાડ | ખાતુભાઇ પગી | તખતસિંહ સોલંકી | |
મોરવા હડફ | નિમિષા સુથાર | સ્નેહલતા ખાંટ | બાનાભાઇ ડામોર | |
ગોધરા | સી કે રાઉલજી | રશ્મિતા ચૌહાણ | રાજેશ પટેલ | |
કાલોલ | ફતેસિંહ ચૌહાણ | પ્રભાતસિંહ ચૌહાણ | દિનેશ બારીયા | |
હાલોલ | જયદ્રથસિંહ પરમાર | રાજેન્દ્રસિંહ પરમાર | ભરત રાઠવા |
દાહોદ જિલ્લો : છ બેઠક
દાહોદ જિલ્લાની છ બેઠકોની વાત કરીએ તો ગત ચૂંટણીમાં અહીં ભાજપ કોંગ્રેસને સરખી બેઠકો મળી હતી. ફતેહપુરા, લીમખેડા અને દેવગઢ બારીયા બેઠક ભાજપને તો ઝાલોદ, દાહોદ અને ગરબાડા બેઠક કોંગ્રેસને મળી હતી.
દાહોદ જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક | ભાજપ | કોંગ્રેસ | આપ |
ફતેપુરા | રમેશ કટારા | રઘુ મછાર | |
ઝાલોદ | મહેશ ભુરીયા | મિતેશ ગરાશીયા | અનિલ ગરાશીયા |
લિમખેડા | શૈલેષ ભાભોર | રમેશ ગુંદીયા | નરેશ બારીયા |
દાહોદ | કનૈયાલાલ કિશોરી | હર્ષદ નિનામા | દિનેશ મુનીયા |
ગરબાડા | મહેન્દ્ર ભાભોર | ચંદ્રિકા બારીયા | શૈલેષ ભાભોર |
દેવગઢ બારિયા | બચુ ખાબડ | ભરત વાખલા |
વડોદરા જિલ્લો : દસ બેઠક
વડોદરા જિલ્લાની વાત કરીએ તો અહીં ભાજપનો પરચમ લહેરાયો હતો. ગત ચૂંટણીમાં 10 પૈકી સાવલી, વાઘોડિયા, ડભોઇ, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા અને માંજલપુર બેઠક ભાજપને મળી હતી જ્યારે પાદરા અને કરજણ બેઠકને કોંગ્રેસને મળી હતી.
વડોદરા જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક | ભાજપ | કોંગ્રેસ | આપ |
સાવલી | કેતન ઇનામદાર | કુલદીપસિંહ રાઉલજી | વિજય ચાવડા |
વાઘોડિયા | અશ્વિન પટેલ | સત્યજિતસિંહ ગાયકવાડ | ગૌતમ રાજપૂત |
ડભોઈ | શૈલેષ મહેતા | બાલકિશન પટેલ | અજિત ઠાકોર |
વડોદરા સીટી | મનિષા વકીલ | ગુણવંત પરમાર | જીગર સોલંકી |
સયાજીગંજ | કેયૂર રોકડિયા | અમી રાવત | સ્વેજલ વ્યાસ |
અકોટા | ચૈતન્ય દેસાઇ | ઋત્વિક જોશી | શશાંક ખરે |
રાવપુરા | બાલકૃષ્ણ શુકલ | સંજય પટેલ | હિરેન શીરકે |
માંજલપુર | યોગેશ પટેલ | તશ્વિનસિંહ | વિનય ચૌહાણ |
પાદરા | ચૈતન્યસિંહ ઝાલા | જશપાલસિંહ પઢિયાર | સંદિપસિંહ રાજ |
કરજણ | અક્ષય પટેલ | પ્રિતેશ પટેલ | પરેશ પટેલ |
છોટા ઉદેપુર જિલ્લો : ત્રણ બેઠક
છોટા ઉદેપુર જિલ્લાની ત્રણ બેઠકો પર ગત ચૂંટણીના પરિણામની વાત કરીએ તો છોટા ઉદેપુર અને જેતપુર બેઠક પર ભાજપની જીત થઇ હતી જ્યારે સંખેડા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.
છોટાઉદેપુર જિલ્લાના પક્ષવાર ઉમેદવાર
બેઠક | ભાજપ | કોંગ્રેસ | આપ |
છોટા ઉદેપુર | રાજેન્દ્રસિંહ રાઠવા | સંગ્રામસિંહ રાઠવા | અર્જુન રાઠવા |
જેતપુર | જ્યંતિ રાઠવા | સુખરામસિંહ રાઠવા | રાધિકા રાઠવા |
સંખેડા | અભેસિંહ તડવી | ધીરૂભાઇ ભીલ | રંજન તડવી |
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જંગની વાત કરીએ ભાજપ, કોંગ્રેસના સીધા જંગમાં આ વખતે આમ આદમી પાર્ટી ઉમેરાતાં ત્રિપાંખિયો જંગ ખેલાયો છે.