ગુજરાત વિધાનસભા ચૂંટણી : 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાને, 20.35 ટકા ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવતા

Gujarat Assembly Elections : ગુજરાત વિધાનસભા ચૂંટણીની કુલ 182 બેઠકો પર 1621 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 330 ઉમેદવારો એટલે કે 20.35 ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ (Criminal Candidates) ધરાવે છે, તો જોઈએ રસપ્રદ વિશ્લેષ્ણ...

Written by Kiran Mehta
Updated : November 29, 2022 15:08 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી : 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારો મેદાને, 20.35 ટકા ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવતા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 - ગુનાહિત ઈતિહાસ ધરાવતા ઉમેદવાર

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બચ્યા છે. 1લી ડિસેમ્બર, 2022ના રોજ પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે જેમાં 788 ઉમેદવારો, તો 5મી ડિસેમ્બર, 2022ના રોજ બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે જેમાં 833 ઉમેદવારો, એટલે કે પ્રથમ અને બીજા તબક્કા માટે કુલ 1621 ઉમેદવારો મેદાનમાં છે, જેમનું રાજકીય ભવિષ્ય ઇવીએમમાં બંધ થઇ જશે. તો તમને જણાવી દઈએ કે, આ વખતની વિધાનસભા ચૂંટણીમાં કુલ 1621 ઉમેદવારોમાંથી 330 ઉમેદવારો (20.35 ટકા) ગુનાહિત ઈતિહાસ ધરાવે છે, કેટલાક તો ગંભીર ગુનાઓનો પણ ઈતિહાસ ધરાવે છે, તો જોઈએ કઈ પાર્ટીના કેટલા ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે, સમગ્ર વિશ્લેષણ.

પ્રથમ તબક્કાના ઉમેદવારોનું ગુનાહિત વિશ્લેષ

સૌપ્રથમ પ્રથમ તબક્કાના 89 બેઠકોના ઉમેદવારોનું વિશ્લેષ્ણ કરીયે તો વર્ષ 2017ની તુલનાએ વર્ષ 2022માં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની સંખ્યામોં નોંધપાત્ર વધારો થયો છે. અત્રે પ્રસ્તૃત છે પ્રથમ તબક્કાની ચૂંટણીના ઉમેદવારોના ગુનાહિત, અભ્યાસ અને આવક-સંપત્તિનું રસપ્રદ વિશ્લેષ્ણ…

પ્રથમ તબક્કાના 21 ટકા ઉમેદવારો ‘દાગી’

ગુજરાતમં 1લી ડિસેમ્બર 2022ના રોજ પ્રથમ તબક્કામાં 89 બેઠકો મતદાન યોજાશે. પ્રથમ તબક્કાના 89 બેઠકોનો કુલ 788 ઉમેદારોમાંથી 167 ઉમેદવારો (21 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાંથી 100 ઉમેદવારો ( 13 ટકા) સામે હત્યા, ભ્રષ્ટાચાર, બળાત્કાર, અપહરણ જેવા ગંભીર ગુનાના કેસ નોંધાયેલા છે. વર્ષ 2017માં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 923 ઉમેદવારોમાંથી 137 ઉમેદવારો (15 ટકા) દાગી હતા જેમાંથી 78 ઉમેદવારો (8 ટકા) ગંભીર ગુનામાં સંડોવાયેલા હતા.

કઇ પાર્ટીના કેટલા ઉમેદવારો ‘દાગી’

ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં અરવિંદ કેજરીવાલની આપ પાર્ટીના 88 ઉમેદવારોમાંથી 32 ઉમેદવાર એટલે કે 36 ટકા ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં 30 વિરુદ્ધ હત્યા, બળાત્કાર જેવા ગંભીર ગુના નોંધાયેલા છે. તો કોંગ્રેસના 89માંથી 31 ઉમેદવારો (35 ટકા) અને ભાજપના 14 ઉમેદવારો (16 ટકા) વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)ના 14માંથી 4 ઉમેદવારોએ તેમની વિરુદ્ધ ગુનો નોંધાયેલો હોવાની માહિત રજૂ કરી છે.

2017માં પ્રથમ તબક્કામાં કેટલા ઉમેદવાર દાગી હતા

જો વર્ષ 2017ની વાત કરીયે તો તે સમયે કોંગ્રેસના 86માંથી 31 ઉમેદવાર (36 ટકા) અને ભાજપના 89માંથી 22 ઉમેદવાર (25 ટકા) તેમજ ભારતીય ટ્રાયબલ પાર્ટીના 3માંથી 2 ઉમેદવારો ગુનાહિત ભૂતકાળ ધરાવતા હતા. આમ આ વખતે ગુનાહિત ભૂતકાળ ધરાવતા કોંગ્રેસના ઉમેદવારોની સંખ્યા વધી છે જ્યારે ભાજપની ઘટી છે.

બીજા તબક્કાના ઉમેદવારોનું ગુનાહિત ઈતિહાસનું વિશ્લેષણ

હવે બીજા તબક્કાના 93 બેઠકોના ઉમેદવારોનું વિશ્લેષ્ણ કરીયે તો વર્ષ 2017ની તુલનાએ વર્ષ 2022માં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોની સંખ્યામોં નોંધપાત્ર વધારો થયો છે. અત્રે પ્રસ્તૃત છે બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસ અને અભ્યાસનું રસપ્રદ વિશ્લેષ્ણ…

બીજા તબક્કાના 20 ટકા ઉમેદવારો ‘દાગી’

ગુજરાતમાં 5લી ડિસેમ્બર 2022ના રોજ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો મતદાન યોજાશે. બીજા તબક્કાના 93 બેઠકોનો કુલ 833 ઉમેદારોમાંથી 163 ઉમેદવારો (20 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાંથી 92 ઉમેદવારો ( 11 ટકા) સામે હત્યા, ભ્રષ્ટાચાર, બળાત્કાર, અપહરણ જેવા ગંભીર ગુનાના કેસ નોંધાયેલા છે. વર્ષ 2017માં બીજા તબક્કાની ચૂંટણીમાં 822 ઉમેદવારોમાંથી 101 ઉમેદવારો (12 ટકા) દાગી હતા જેમાંથી 64 ઉમેદવારો (8 ટકા) ગંભીર ગુનામાં સંડોવાયેલા હતા. આ માહિતી એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મસના (ADR reports) એક અહેવાલમાં જણાવવામાં આવી છે. બીજા તબક્કાની ચૂંટણીના કુલ 833 ઉમેદવારોમાં 764 પુરુષ અને 69 મહિલા ઉમેદવારો છે.

કઇ પાર્ટીના કેટલા ઉમેદવારો ‘દાગી’

ગુજરાતમાં વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવારોના મામલે આ વખતે કોંગ્રેસ અને આપ પાર્ટી સમાન સ્તરે છે. અરવિંદ કેજરીવાલની આપ પાર્ટીના 93 ઉમેદવારોમાંથી 29 ઉમેદવાર (31 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તો કોંગ્રેસના 90 માંથી 29 ઉમેદવારો (32 ટકા) અને ભાજપના 93માંથી 18 ઉમેદવારો (19 ટકા) વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા છે. ભારતીય ટ્રાયબલ પાર્ટી (બીટીપી)ના 12માંથી 4 ઉમેદવારોએ (33 ટકા) તેમની વિરુદ્ધ ગુનો નોંધાયેલો હોવાની માહિત રજૂ કરી છે.

ગંભીર ગુનાઓવાળા ઉમેદવારો

હત્યા, બળાત્કાર જેવા ગંભીર ગુનાની દ્રષ્ટિએ જોયે તો ભાજપના 14 ઉમેદવારો (15 ટકા), આપ પાર્ટીના 17 ઉમેદવાર (18 ટકા, કોંગ્રેસના 10 ઉમેદવાર (11 ટકા) અને 40 અપેક્ષ ઉમેદવારો (14 ટકા) સામે અત્યંત ગંભીર ગુનાના કેસ નોંધાયેલા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ