ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સુરત, અમદાવાદ, જામનગર, ભરૂચ અને ભાવનગરના 150 સ્થળો પર ATS-GSTના દરોડા

ATS and GST raid: ગુજરાત એટીએસે જીએસટી વિભાગ સાથે મળીને સુર, અમદાવાદ, જામનગર, ભરૂચ અને ભાવનગરના 150 સ્થળોએ છાપેમારી શરૂ કરી છે.

Written by Ankit Patel
November 12, 2022 13:54 IST
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા સુરત, અમદાવાદ, જામનગર, ભરૂચ અને ભાવનગરના 150 સ્થળો પર ATS-GSTના દરોડા
પ્રતિકાત્મક તસવીર

ગુજરાતમાં એટીએસ અને જીએસટી વિભાગ ગુજરાતમાં સપાટો બોલાવ્યો હતો. ગુજરાતભરમાં 150 જગ્યાઓએ દરોડા પાડ્યા છે. ગુજરાત એટીએસે જીએસટી વિભાગ સાથે મળીને સુર, અમદાવાદ, જામનગર, ભરૂચ અને ભાવનગરના 150 સ્થળોએ છાપેમારી શરૂ કરી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય માર્ગો પર કર ચોરી અને રોકડ વ્યવહારની તપાસ કરવામાં આવી રહી છે.

એજન્સીઓએ નકલી બિલના નામ પર કરોડો રૂપિયાની લેવડ-દેવડને લઈને દરોડા કર્યા છે. ગુજરાતમાં સરકારી એજન્સીઓએ દરોડા એવા સમયે કર્યા છે જ્યારે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરી છે. દરોડાની આ કાર્યવાહીમાં કેટલી રકમ જપ્ત થઈ અને કેટલી ટેક્સ ચોરી પકડાઈ એ અંગે હજી સુધી કોઈ ખુલાસો થઈ શક્યો નથી.

ડિસેમ્બરમાં બે તબક્કામાં થશે ગુજરાત ચૂંટણીનું મતદાન

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મોટા પ્રમાણમાં કાળા નાણાંનો ઉપયોગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અટકળો પણ છે કે ચૂંટણી પહેલા આ પ્રકારની છાપેમારી ચૂંટણીમાં કાળા નાણાંનો ઉપયોગ આશંકાને રોકવા માટે કરવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં થશે. એક અને પાંચ ડિસેમ્બર 2022ના રોજ બે તબક્કામાં મતદાન થશે. જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

ઇનકમ ટેક્સ વિભાગે પાડ્યા હતા દરોડ

આ પહેલા પણ શુક્રવારે ઇનકમ ટેક્સ વિભાગે ગુજરાતના અનેક જિલ્લાઓમાં તાબડબ દરોડા કર્યા હતા. ઇનકમ ટેક્સ વિભાગે રાજકો, ભૂજ અને ગાંધીધામના મોટા બિઝનેસ હાઉસો સાથે જોડાયેલા લોકોના ત્યાં દરોડા પાડ્યા હતા. આ પહેલા ગુજરાત એટીએસે 56 કરોડ રૂપિયાની આઠ કિલોગ્રામ હેરોઈનની સાથે દિલ્હીથી એક અફઘાની નાગરિકની ધરપકડ કરી હતી. અધિકારીઓએ શુક્રવારે આ અંગે જાણકારી આપી હતી.

હેરોઈન તસ્કરની યોજના

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું હતું કે દિલ્હીના લાજપ નગર વિસ્તારમાં રહેનારા અફઘાનિસ્તાનના નાગરિક હકમતુલ્લાહ એક ડ્રગ કાર્ટેલનો ભાગ હતો. તેણે સમુદ્ર માર્ગે પાકિસ્તાનથી ભારતમાં 350 કરોડ રૂપિયાનું 50 કિલોગ્રામ હેરોઈનની સ્કરી કરવાની યોજના બનાવી હતી. સુર પોલીસે પણ લગભગ 500 કરોડ રૂપિયાના ગોરખધંધાનો ખુલાસો કરતા 21 લોકોની ધરપકડ કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ