ગુજરાત ATS એ કચ્છમાંથી પાકિસ્તાને ગુપ્ત માહિતી પહોંચાડતા જાસૂસની કરી ધરપકડ, કેવી રીતે આવ્યો સંપર્કમાં?

Pakistani spy in kutch : આ જાસૂસ ગોહિલ માત્ર થોડા રૂપિયામાં પાકિસ્તાન માટે બાતમીદાર તરીકે કામ કરતો હતો. ગુજરાત ATS આ દેશદ્રોહી ગોહિલને વધુ પૂછપરછ માટે કચ્છથી અમદાવાદ લવાયો છે.

Written by Ankit Patel
May 24, 2025 13:25 IST
ગુજરાત ATS એ કચ્છમાંથી પાકિસ્તાને ગુપ્ત માહિતી પહોંચાડતા જાસૂસની કરી ધરપકડ, કેવી રીતે આવ્યો સંપર્કમાં?
પાકિસ્તાન માટે કામ કરતો જાસૂસ સહદેવ ગોહિલ - photo - GujaratATS

પાકિસ્તાન માટે જાસૂસી કરતી હરિયાણાની યુટ્યુબર જ્યોતિ મલહોત્રા બાદ હવે ગુજરાતમાંથી પણ પાકિસ્તાન માટે જાસૂસી કરતા બાતમીદારને ગુજરાત એટીએસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે. આ જાસૂસ ગોહિલ માત્ર થોડા રૂપિયામાં પાકિસ્તાન માટે બાતમીદાર તરીકે કામ કરતો હતો. ગુજરાત ATS આ દેશદ્રોહી ગોહિલને વધુ પૂછપરછ માટે કચ્છથી અમદાવાદ લવાયો છે.

કેવી રીતે પકડાયો આરોપી

પોલીસને બાતમી મળી હતી કે, આ હેલ્થ વર્કર પાકિસ્તાની એજન્ટને BSF અને ભારતીય નેવીની કેટલીક ગોપનીય માહિતી શેર કરે છે. પોલીસે વોચ ગોઠવી હતી અને તેના માટે એક ટીમ બનાવી હતી. સહદેવસિંહ પર શંકા પાકી થતાં તેને 1 મેના રોજ પ્રાથમિક તપાસ માટે એટીએસએ બોલાવ્યો હતો.

ગુજરાત એટીએસે મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે વર્ષ 2023ના જૂન-જુલાઈમાં સહદેવસિંહ અદિતિ ભારદ્વાજ નામની એક યુવતી સાથે વોટ્સએપથી સંપર્કમાં આવ્યો હતો, જે એક પાકિસ્તાની એજન્ટ છે. અદિતિએ સહદેવને કેટલાક ટાસ્ક આપ્યા હતા, જેમાં સહદેવના વિસ્તારમાં ભારતીય નેવી અને BSFની ઇમારતોના ચાલી રહેલા બાંધકામ અને નવા થયેલા બાંધકામના ફોટા અને વીડિયો માગ્યા હતા, જે સહદેવે અદિતિને વોટ્સએપથી મોકલ્યા હતા.

સહદેવે ત્રણ-ચાર વીડિયો અને ફોટો શેર કર્યા હતા

ગુજરાત એટીએસે વધુમા જણાવ્યું હતું ક સહદેવે પોતાના આધારકાર્ડથી એક સીમ કાર્ડ લઈ, તે નંબર પર વોટ્સએપ એક્ટિવેટ કરી OTP (વન ટાઈમ પાસવર્ડ) દ્વારા અદિતિને આપ્યું હતું. તે નંબર પર બંને સંપર્કમાં હતા અને સહદેવ બધી માહિતી તે નંબર પર શેર કરતો હતો. સહદેવે ત્રણ-ચાર વીડિયો અને ફોટો શેર કર્યા હતા, કેટલાક ડિલીટ કર્યા છે જેને રિકવર કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

જાસૂસને 40 હજાર રૂપિયા રોકડ આપ્યા હતા

સહદેવે એકથી દોઢ વર્ષ પહેલાંથી જાસૂસીનું આ કામ શરૂ કર્યું હતું. આ કામ માટે તેને એક વખત 40 હજાર રૂપિયા રોકડા મળ્યા હોવાની પણ માહિતી મળી છે. પ્રાથમિક તપાસમાં અદિતિ સહિતના બે નંબર પાકિસ્તાનમાં ઉપયોગમાં લેવાયા હોવાનો ખુલાસો થયો છે. હાલ એટીએસએ પાકિસ્તાની એજન્ટ અદિતિ અને સહદેવ સામે કેસ દાખલ કર્યો છે.

આ પણ વાંચોઃ- ‘માતાનો મઢ’ માસ્ટર પ્લાન અંતર્ગત આશાપુરા માતાને સુવિધાઓનો શણગાર, શ્રદ્ધાળુઓને મળશે અનેક સુવિધા

થોડા રૂપિયા માટે ગોહિલ કરતો હતો જાસૂસી

ઉલ્લેખનીય છેકે ઓપરેશન સિંદૂર પહેલા, 1 મે ના રોજ, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ ટીમે ગુજરાત સરહદી વિસ્તારમાં કચ્છ માતા મંદિરમાંથી ગોહિલને શંકાસ્પદ સ્થિતિમાં મોબાઇલ ફોન સાથે ધરપકડ કરી હતી. તે સમયે તેની પૂછપરછ કરવામાં આવી હતી અને પછી તેને છોડી દેવામાં આવ્યો હતો. તેની પાસેથી મળેલા મોબાઇલ ફોનની ફોરેન્સિક તપાસ બાદ જાણવા મળ્યું કે આ જાસૂસ ગોહિલ માત્ર થોડા રૂપિયામાં પાકિસ્તાન માટે બાતમીદાર તરીકે કામ કરતો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ