Gujarat ATS Arrested Three Terrorists : ગુજરાત એટીએસ (Anti-Terrorist Squad) ને આતંકવાદી પ્રવૃત્તિઓ ડામવાની કાર્યવાહીમાં એક મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસ એ ગાંધીનગર નજીક અડાલજ ખાતેથી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. આ ત્રણેય આતંકવાદી પ્રવૃત્તિઓ સંડોવાયેલા છે અને હથિયારોની આપ લે કરતા હતા. તેઓ મોટો આતંકી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતો. જો કે તેની પહેલા જ ગુજરાત એટીએસે ત્રણેયની ધરપકડ કરતા ચોંકાવનારી બાબતો સામે આવશે.
એક વર્ષથી ગુજરાત ATSની રડારમાં હતા
ગુજરાત એટીએસ એ 3 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે. આ ત્રણેય વ્યક્તિ છેલ્લા એક વર્ષથી ગુજરાત એટીએસની રડારમાં હતા. ગુપ્ત બાતમીના આધારે ત્રણેયના સંબંધ ISIS સાથે હોવાની સ્ફોટક માહિતી મળી હતી. ઝડપાયેલા ત્રણેય આતંકવાદીઓની ઉંમર 30 થી 35 વર્ષની વચ્ચે હોવાનું જણાય છે.
ત્રણેય આતંકી હુમલા માટે હથિયારની સપ્લાય કરતા હતા
હાલ પ્રાપ્ત માહિતી મુજબ આ ત્રણેય આતંકવાદીઓ હથિયારોની સપ્લાય કરતા હતા, જેનો આતંકી હુમાલો કરવા માટે થતો હતો. ગુપ્ત બાતમીના આધારે પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાત એટીએસ એ તેમના ઝડપી લેવા વોચ ગોઠવી હતી. ઝડપાયેલા આતંકવાદીમાં 1 ઉત્તરપ્રદેશનો અને 1 હૈદરાબાદનો હોવાનું મનાય છે. ત્રણેય વ્યક્તિ હથિયારોની સપ્લાય કરતી વખતે ઝડપી લેવામાં આવ્યા છે. તેઓ દેશના વિવિધ વિસ્તારોમાં આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.
ગુજરાત ATSની આજે 1 વાગે પ્રેસ કોન્ફરન્સ
ગુજરાત એટીએમ દ્વારા આજે 1 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવે છે. તેમા આ ત્રણેય આતંકવાદી વિશે જાણકારી આપવામાં આવી શકે છે.





