ગુજરાત : ભાવનગર 19 વર્ષના મિત્રનું ગળું દબાવી હત્યા કરી દીધી, બેની ધરપકડ

ભટ્ટના મિત્ર અકીલ મકવાણાનું સ્નેપચેટ એકાઉન્ટ કોઈએ હેક કર્યું હતું. ભટ્ટે મકવાણાને એ જાણવામાં મદદ કરી હતી, ત્રિવેદીએ મકવાણાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કર્યું છે, જેનો બદલો લેવા હત્યા કરવામાં આવી

Written by Kiran Mehta
February 14, 2024 18:04 IST
ગુજરાત : ભાવનગર 19 વર્ષના મિત્રનું ગળું દબાવી હત્યા કરી દીધી, બેની ધરપકડ
પ્રતિકાત્મક તસ્વીર (Photo Canva)

ભાવનગરમાં ગયા અઠવાડિયે સ્નેપચેટ એકાઉન્ટ હેક કરવા બાબતે થયેલા ઝગડા બાદ 19 વર્ષીય યુવકનું ગળુ દબાવીને હત્યાનો મામલો સામે આવ્યો હતો. પોલીસે આ મામલે બે યુવકોની ધરપકડ કરી છે.

ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આરોપીઓએ ભાવનગર શહેરના રહેવાસી રામ ભટ્ટને 9 ફેબ્રુઆરીએ મરીન પોલીસ સ્ટેશન પાસેના પુલ પર બોલાવ્યા ત્યારે તેની હત્યા કરી દીધી હતી, આ મામલે 19 વર્ષીય સન્ની ત્રિવેદી અને 24 વર્ષીય ચેતન ઉર્ફે વાઘેલાની ધરપકડ કરી છે.

તેમણે કહ્યું કે, આરોપીઓએ બપોરે 3.30 વાગ્યે 12મા ધોરણના વિદ્યાર્થી ભટ્ટને પકડી, તેનું ગળું દબાવીને તેની બોડી પુલ પરથી ફેંકી દીધું.

“લગભગ ચાર મહિના પહેલા, ભટ્ટના મિત્ર અકીલ મકવાણાનું સ્નેપચેટ એકાઉન્ટ કોઈએ હેક કર્યું હતું. ભટ્ટે મકવાણાને એ જાણવામાં મદદ કરી હતી કે, ત્રિવેદીએ મકવાણાનું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કર્યું છે. જેના કારણે મકવાણા અને ત્રિવેદી વચ્ચે બોલાચાલી થઈ હતી. ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર અશ્વિન ખાંટે બુધવારે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, ભટ્ટે મકવાણા ત્રિવેદીનું નિવાસસ્થાન બતાવ્યું હતુ, અને તેમને ત્યાં લઈ ગયો હતો, જેના કારણે ભટ્ટ સામે બદલો લેવામાં આવ્યો.

રામ ભટ્ટના પિતા અશોક ભટ્ટે ફરિયાદમાં જણાવ્યું હતું કે, રામ 8 ફેબ્રુઆરીના રોજ રાત્રે 10.30 વાગ્યે પોતાની મોટરસાઇકલ પર નીકળ્યો હતો અને મોડી રાત સુધી ઘરે પરત ફર્યા ન હતા. જ્યારે રામની માતા આશા ભટ્ટ કે જેઓ ભાવનગર શહેરની રાજ્ય સરકાર સંચાલિત સર ઠકતાસિંહજી જનરલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ છે, તેમણે તેનો સંપર્ક કર્યો, ત્યારે રામે તેમને કહ્યું કે, તે તેના મિત્રો સની અને ચેતન સાથે છે અને તે ટૂંક સમયમાં ઘરે પરત આવી જશે. બીજા દિવસે તે ઘરે પરત ન ફરતાં તેના માતા-પિતાએ પોલીસને જાણ કરી હતી.

પોલીસને 10 ફેબ્રુઆરીના રોજ પુલ પાસે રામની મોટરસાઇકલ મળી હતી અને તેનો મૃતદેહ પુલની નીચે પાણીમાં તરતો જોવા મળ્યો હતો.

“આરોપી અને રામ બંને મિત્રો જ હતા. જો કે, જ્યારે રામે મકવાણાને સન્ની ત્રિવેદીનું નિવાસસ્થાન બતાવ્યું, ત્યારે કમ્પાઉન્ડર અને લેબ ટેકનિશિયને ભટ્ટની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું,” ઇન્સ્પેક્ટર ખાંટે જણાવ્યું હતું કે, આરોપીએ ગુનો કરતી વખતે ગ્લોવ્ઝ પહેર્યા હતા.

આ પણ વાંચો – સુરેન્દ્રનગર દુર્ઘટના : બુબવાણા ગામે ટ્રેક્ટરની ટ્રોલીમાં કરંટ લાગતા ત્રણ મજૂરના મોત, પાંચ ગંભીર રીતે દાઝ્યા

ખાંટે જણાવ્યું હતું કે, તે વિસ્તારમાં ત્રિવેદીનો મોબાઈલ ફોન ખોવાઈ ગયો હતો. ઇન્સ્પેક્ટરે કહ્યું કે, “તે તેના સેલ ફોનને શોધવા માટે પાછો ગયો પરંતુ તે મળ્યો નહીં. તેથી, હત્યા પછી, ત્રિવેદીએ પોલીસમાં પોતાનો ફોન ગુમાવવાની ફરિયાદ પણ નોંધાવી.”

પોલીસ આરોપીઓને બુધવારે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરશે – જેમાંથી એક ખાનગી ક્લિનિકનો કમ્પાઉન્ડર છે અને બીજો લેબોરેટરી ટેકનિશિયન છે અને તેમના રિમાન્ડ માંગશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ