ગુજરાત ભાજપ જૂથવાદ! પાટીલે ભાજપના કાર્યકરોને આપી ચેતવણી, આ સહન કરવામાં નહી આવે

ગુજરાત લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાત ભાજપ જૂથવાદ ભાજપ માટે માથાનો દુ:ખાવો બન્યું, સીઆર પાટીલે કહ્યું, આંતરીક મતભેદ કે જૂથવાદ ચલાવી લેવામાં નહીં આવે.

ગુજરાત લોકસભા ચૂંટણી 2024 પહેલા ગુજરાત ભાજપ જૂથવાદ ભાજપ માટે માથાનો દુ:ખાવો બન્યું, સીઆર પાટીલે કહ્યું, આંતરીક મતભેદ કે જૂથવાદ ચલાવી લેવામાં નહીં આવે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
CR Patil | Gujarat Lok Sabha Elections 2024

ગુજરાત ભાજપ જૂથવાદ મામલે સીઆર પાટીલે કાર્યકર્તાઓને આપી ચેતવણી (ફોટો - એક્સ્પ્રેસ)

Gujarat Loksabha Election 2024 : ગુજરાત માં લોકસભા ચૂંટણી 2024 ની તૈયારીઓ વચ્ચે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે બુધવારે સ્થાનિક એકમોમાં વધતા અસંતોષ વચ્ચે ચેતવણી આપી હતી કે, ગુજરાત ભાજપમાં કોઈપણ પ્રકારના જૂથવાદને સહન કરવામાં આવશે નહીં. પક્ષના ઉમેદવારો રંજન ભટ્ટ અને ભીખાજી ઠાકોરે વડોદરા અને સાબરકાંઠામાં 7 મેની લોકસભાની ચૂંટણી માટે તેમની ઉમેદવારી પાછી ખેંચી લીધા બાદ આ ટિપ્પણીઓ આવી છે અને બાદમાં તેમના સ્થાને અન્ય ઉમેદવારોએ ઉમેદવારી કરી છે.

Advertisment

પાટીલે બુધવારે અમરેલીમાં ભાજપના બૂથ-લેવલના કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, “નરેન્દ્ર મોદીને ત્રીજી વખત વડા પ્રધાન તરીકે ચૂંટવા અને હેટ્રિક સુનિશ્ચિત કરવા માટે અમારી પાસે કામ છે. જો કેટલાક નેતાઓ અંદરોઅંદર લડે તો તેમને લડવા દો. પરંતુ કાર્યકરોએ તેમના (નેતાઓના) હાથા ન બનવું જોઈએ.

તેમણે કહ્યું કે, હું છેલ્લા ઘણા દિવસોથી હું જોઈ રહ્યો છું કે, એકબીજા વિરુદ્ધ (સોશિયલ મીડિયા પર) પોસ્ટ લખવામાં આવે છે અને પછી તેને વાયરલ કરવામાં આવે છે. આ ગુનો છે. જો કોઈ (આવી પોસ્ટ) લખે છે અને તમને મોકલે છે, તો તમે કૃપા કરીને તેને દૂર કરો અને તેમને ફરીથી ક્યારેય પક્ષ વિરોધી પોસ્ટ ન મોકલવા ચેતવણી આપો."

પોરબંદરના ભાજપના ઉમેદવાર એવા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વિરુદ્ધના પોસ્ટરો ધોરાજી શહેર અને રાજકોટના કેટલાક ગામોમાં પણ લાગ્યા હતા. પોસ્ટરો બાદ રાજકીય શબ્દોની લડાઈ શરૂ કરી હતી અને કોંગ્રેસે આવા બેનરો માટે ભાજપની અંદરના આંતરિક મતભેદોને જવાબદાર ઠેરવ્યા હતા.

Advertisment

પાટીલે કહ્યું કે, પાર્ટી આવી પ્રવૃત્તિઓને સહન કરશે નહીં

ગુજરાત પ્રદેશ અધ્યક્ષે કહ્યું કે, “જેઓ (આવી પોસ્ટ) લખી રહ્યા છે તેમને ચેતવણી આપવી જોઈએ કે, તે સહન કરવામાં આવશે નહીં. કેટલીકવાર નેતાઓને (ચૂંટણીની) ટિકિટ મળી શકે છે અથવા નહીં. શક્ય છે કે મને પણ ક્યારેય ટિકિટ ન મળે (મંચ પર બેઠેલા બીજેપી નેતાઓ તરફ ઈશારો કરીને). તેમાંથી કેટલાકનું પણ આવું જ ભાગ્ય થઈ શકે છે. પરંતુ આવા નિર્ણયો સામેની કોઈપણ વિરોધી ઝુંબેશ સહન કરી શકાતી નથી.”

પાટીલે જણાવ્યું હતું કે, તેમણે સતત ત્રીજી વખત નવસારીથી લોકસભાની ચૂંટણી લડવા માટે ભાજપની ટિકિટ મેળવી છે. તેમણે ફરી ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભાજપના રાજ્ય એકમમાં કોઈ જૂથવાદને મંજૂરી આપવામાં આવશે નહીં.

પાટીલે કહ્યું, “છેવટે, એક કાર્યકર એક કાર્યકર છે. તમારા સમર્થન અને બિન-પક્ષપાતી માટે તમારો આભાર… અમે ગુજરાતમાં કોઈપણ જૂથવાદને સહન કરતા નથી. તમે પણ પ્રતિજ્ઞા લો અને ભાજપ તરફથી જે પણ તમારી પાસે કમળનું ચિહ્ન (ભાજપનું ચૂંટણી ચિન્હ) લઈને આવે તેના માટે કામ કરો. તેમને વિશ્વાસ છે કે ભાજપ ગુજરાતમાં તમામ 26 લોકસભા બેઠકો જીતશે, વિજય હાંસલ કરશે, અને તે પણ પાંચ લાખથી વધુ મતોના અંતરથી.”

તેમણે કહ્યું કે, હાર એ ભાજપના કાર્યકરો માટે વિકલ્પ નથી અને તેમને 2017 ની ભૂલોનું પુનરાવર્તન ન કરવા જણાવ્યું હતું, જ્યારે પક્ષ અમરેલીમાં તમામ પાંચ વિધાનસભા મતવિસ્તારો હારી ગયો હતો. પાટીલે કહ્યું, “અમે 2022 ની વિધાનસભા ચૂંટણીમાં 156 બેઠકો જીતી હતી. અમે ખૂબ હિંમતથી પીઠ થપથપાવી હતી.

પરંતુ (ભાજપની) રાષ્ટ્રીય કાર્યકારિણીમાં જ્યારે ગુજરાતના પરિણામો વિશે વાત કરવાનો સમય આવ્યો ત્યારે મારા પ્રથમ શબ્દો એજ હતા કે ભલે મારી આંખમાં આંસુ ન હોય, પરંતુ મારું હૃદય રડી રહ્યું છે કારણ કે અમે 26 બેઠકો ગુમાવી છે. દરેક વ્યક્તિ વિચારે છે કે, જીત અને હાર ચૂંટણીની રાજનીતિનો અભિન્ન ભાગ છે. પરંતુ હાર અમને સ્વીકાર્ય નથી અને ચોક્કસપણે નાની ભૂલને કારણે તો નહી જ”.

હર બાર મોદી : બીજેપીનું નવું પ્રચાર ગીત

પાટીલે હર બાર મોદીના નામે એક નવું પ્રચાર ગીત પણ લોન્ચ કર્યું. આ અભિયાન ગીત પીઢ ગીતકાર સંતોષ કુમાર દ્વારા લખવામાં આવ્યું છે અને દેવદાસ જેવી બોલિવૂડ ફિલ્મોમાં પ્લેબેક સિંગર રહી ચૂકેલા પાર્થિવ ગોહિલે ગાયું છે.

આ પણ વાંચો - Parshottam Rupala Vivad: રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલા વિ ક્ષત્રિય વિવાદ વચ્ચે પરેશ ધાનાણી ચૂંટણી લડવા તૈયાર

આ ગીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દસ વર્ષના કાર્યકાળનું વર્ણન કરવામાં આવ્યું છે, જેમાં ઉજ્જવલા યોજના જેવી મોટી યોજનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં મહામારી દરમિયાન અને અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન દરમિયાન તેમના નેતૃત્વની પણ પ્રશંસા કરે છે.

એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, વિવિધ રાજ્ય એકમો દ્વારા ઘણા ગીતો બનાવવામાં આવ્યા છે. “આ વિશેષ ગીત લેખક અને ગાયક દ્વારા દક્ષિણ ગુજરાતના અમારા નેતાઓના સંકલન સાથે બનાવવામાં આવ્યું છે. અન્ય ગીતો સાથે પ્રચાર માટે તેનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે.”

ગુજરાત ગુજરાતી ન્યૂઝ ભાજપ લોકસભા ચૂંટણી 2024 સીઆર પાટીલ