Gujarat Board, Class 12 General Stream Result 2024 : ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે આપણે સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો, રાજ્યમાં ધોરણ સામાન્ય પ્રવાહનું કૂલ પરિણામ 91.93 ટકા નોંધાયું છે, જે ગત વર્ષ (2023) ના 73.27 ટકા પરિણામ કરતા 18.66 ટકા વધુ છે.
કેટલા વિદ્યાર્થીએ પરીક્ષા આપી, કેટલા પાસ થયા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ 11-03-2024 થી 26-03-2024 ના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 502 કેન્દ્રો પર યોજવામાં આવી હતી, જેમાં 3,78, 268 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા બેઠા હતા, જેમાંથી 3,47,738 વિદ્યાર્થીઓ પરીક્ષામાં પાસ થયા છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2024 – ક્યાં સૌથી વધુ, સૌથી ઓછુ પરિણામ
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2024 માં જિલ્લા પ્રમાણે વધુ-ઓછા પરિણામની વાત કરીએ તો, બોટાદ જિલ્લો 96.40 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો છે, જ્યારે જુનાગઢ જિલ્લો 84.81 ટકા પરિણામ સાથે સૌથી ઓછુ પરિણામ મેળવનાર જિલ્લો છે.આ સિવાય જો કેન્દ્ર પ્રમાણે વધુ-ઓછા પરિણામની વાત કરીએ તો, છાલા કેન્દ્રનું સૌથી વધુ 99.61 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર ખાવડા 51.11 ટકા નોંધાયું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2024 : ગત વર્ષ 2023 કરતા 18.66 ટકા વધારે પરિણામ
ગુજરાત શિક્ષણ બોર્ડે જાહેર કરેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ પ્રમાણે આ વર્ષે 2024નું 91.93 ટકા પરિણામ છે. જોકે, ગત વર્ષ 2023માં સામાન્ય પ્રવાહનું પરિણામ 73.27 ટકા રહ્યું હતું. આમ આ વર્ષે 18.66 ટકા વધારે પરિણામ આવ્યું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2024 – હાઈલાઈટ્સ
વિગત માર્ચ 2023 માર્ચ 2024 ઉપસ્થિત નિયમિત ઉમેદવારોની સંખ્યા 4,77,392 3,78,268 પ્રમાણપત્ર પ્રાપ્ત નિયમિત ઉમેદવારોની સંખ્યા 3,49,792 3,47,738 નિયમિત ઉમેદવારોના પરિણામની ટકાવારી 73.27% 91.93% ઉપસ્થિત પુનરાવર્તિત ઉમેદવારોની સંખ્યા 28,321 59,137 પ્રમાણપત્રને પાત્ર પુનરાવર્તિત ઉમેદવારોની સંખ્યા 11,205 29,179 પુનરાવર્તિત ઉમેદવારોના પરિણામની ટકાવારી 39.56% 49.34% ઉપસ્થિત નિયમિત ઉમેદવારોની સંખ્યા 31,988 28,021 પ્રમાણપત્રને પાત્ર નિયમિત ઉમેદવારોની સંખ્યા 10,830 15,407 નિયમિત ઉમેદવારોના પરિણામની ટકાવારી 33.86% 54.98% ઉપસ્થિત પુનરાવર્તિત ઉમેદવારોની સંખ્યા 11,833 12,805 પ્રમાણપત્રને પાત્ર પુનરાવર્તિત ઉમેદવારોની સંખ્યા 3,425 6,420 પુનરાવર્તિત ઉમેદવારોની પરિણામની ટકાવારી સંખ્યા 28.94% 50.14% વધુ પરિણામ ધરાવતુ કેન્દ્ર 95.85% – વાંગધ્રા 99.61% – છાલા ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર 36.28% – દેવગઢબારિયા 51.11% – ખાવડા વધુ પરિણામ ધરાવતો જિલ્લો 84.59% – કચ્છ 96.40% – બોટાદ ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો 54.67% – દાહોદ 84.81% – જુનાગઢ 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 311 1609 10 ટકાથી ઓછુ પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 44 19 નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ 67.03% 89.45% નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ 80.39% 94.36% દિવ્યાંગ ઉમેદવારોની સંખ્યા 3,097 2,367 20 ટકા પાર્સિગ સ્ટાન્ડર્ડથી પાસ થનાર દિવ્યાંગ વિદ્યાર્થીઓની સંખ્યા 638 564 ગેરરીતિના કેસની સંખ્યા 357 238 કુલ કેન્દ્રો 482 502
પ્રવાહવાર નિયમિત ઉમેદવારોનું પરિણામ
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2024 માં આપણે પ્રવાહવાર ઉમેદવારોની વાત કરીએ તો, સામાન્ય પ્રવાહમાં 91.92 ટકા પરિણામ, તો વ્ય. પ્રવાહ (કોમર્સ) માં 89 ટકા પરિણામ, તો ઉત્તર બુનિયાદી પ્રવાહમાં 93.85 ટકા પરિણામ નોંધાયું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2024 – ગ્રેડ મુજબ
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું ગ્રેડ મુજબ પરિણામ જોઈએ તો, A1 ગ્રેડ મેળવનાર 5508 વિદ્યાર્થી રહ્યા, વ્ય. પ્રવાહ (કોમર્સ) માં 03 વિદ્યાર્થી તો ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહમાં 11 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ – પર્સન્ટાઈલ પ્રમાણે
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પર્સન્ટાઈલ મુજબ પરિણામની વાત કરીએ તો, સામાન્ય પ્રવાહમાં 99 પર્સન્ટાઈલ મેળવનાર 4189 વિદ્યાર્થી રહ્યા, તો ઉ. ઉત્તર બુનિયાદીમાં 7 ઉમેદવારોએ 99 પર્સન્ટાઈલ પ્રાપ્ત કર્યો છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2024 – વિષયવાર
ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિષયવાર પરિણામની વાત કરીએ તો, ગુજરાતી વિષયમાં સૌથી સારૂ રિજલ્ટ 99.10 જોવા મળ્યું છે, તો કમ્પ્યુટરમાં ઓછુ 90.95 ટકા પરિણામ જોવા મળ્યું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2024 – કેન્દ્ર મુજબ
કેન્દ્ર પ્રમાણે વધુ-ઓછા પરિણામની વાત કરીએ તો, છાલા કેન્દ્રનું સૌથી વધુ 99.61 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર ખાવડા 51.11 ટકા નોંધાયું છે.
ધોરણ 12 જિલ્લા મુજબ સામાન્ય પ્રવાહ પરિણામ 2024
ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ ઈતિહાસ – વર્ષ 2015 થી 2024 સુધીનું પરિણામ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામના ઈતિહાસની વાત કરીએ તો, બોર્ડ દ્વારા 2015 થી 2024 સુધીમાં અત્યાર સુધીનું પરિણામ કેવુંરહ્યું, કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી કેટલા પાસ થયા કયા વર્ષે કેવું પરિણામ રહ્યું હતુ તેની વિગતો પણ જાહેર કરી છે.
જેલ કેદી પરિણામ – 57 માંથી 37 ઉત્તીર્ણ થયા
ઉલ્લેખનીય છે કે, દર વર્ષની જેમ ગુજરાત બોર્ડ દ્વારા જેલના કેદીઓ માટે પણ પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 2024 ના ચાલુ વર્ષે ગુજરાત રાજ્યની અલગ-અલગ જેલમાં બંધ બંદીવાનો માટે જેલની અંદર જ પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વરષે કુલ 57 કેદીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી, જેમાંથી 37 ઉત્તીર્ણ થયા છે.