Gujarat Teachers Fined: માર્ક્સ ઉમેરવામાં શિક્ષકોએ કરી ભૂલ, 9200 શિક્ષકો પર 1.54 કરોડનો દંડ

Gujarat Board Exam: ગુજરાત બોર્ડ પરીક્ષા ધોરણ 10 અને ધોરણ 12 ના પરીક્ષા પેપરમાં માર્ક્સ મુકવામાં ભૂલો કરનાર શિક્ષકોને 1.54 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો. વિધાનસભા પ્રશ્નોત્તરીમાં શિક્ષણમંત્રીએ આપ્યા જવાબ.

Gujarat Board Exam: ગુજરાત બોર્ડ પરીક્ષા ધોરણ 10 અને ધોરણ 12 ના પરીક્ષા પેપરમાં માર્ક્સ મુકવામાં ભૂલો કરનાર શિક્ષકોને 1.54 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો. વિધાનસભા પ્રશ્નોત્તરીમાં શિક્ષણમંત્રીએ આપ્યા જવાબ.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Gujarat Board Exam, Gujarat Teachers Fined, Gujarat Board Exams Answer sheet total

ગુજરાત બોર્ડ પરીક્ષાના પેપર તપાસમાં ભૂલો કરનાર શિક્ષકોને દંડનો મામલો (પ્રતિકાત્મક તસવીર - એક્સપ્રેસ)

ગુજરાત બોર્ડ પરીક્ષા : પરીક્ષાના મૂલ્યાંકનમાં ભૂલો કરવા બદલ ગુજરાત બોર્ડે 9 હજારથી વધુ શિક્ષકોને રૂ. 1.54 કરોડનો દંડ ફટકાર્યો છે. ગુજરાતમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીના મૂલ્યાંકનમાં ભૂલો કરવા બદલ બે વર્ષમાં 9,218 શિક્ષકો પાસેથી રૂ. 1.54 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. ગુજરાતના આ શિક્ષકો દ્વારા ધોરણ 10 અને 12 ની ઉત્તરવહીમાં કુલ માર્કસ રાખવામાં ભૂલ જોવા મળી હતી.

Advertisment

વિધાનસભામાં કોંગ્રેસે શું માહિતી માંગી

રાજ્યના શિક્ષણ મંત્રીએ વિધાનસભાને આ માહિતી આપી હતી. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા પૂછવામાં આવ્યું હતું કે, ધોરણ 10 અને 12ની ઉત્તરવહીના મૂલ્યાંકનમાં ભૂલ કરનારા શિક્ષકોની સંખ્યા કેટલી છે? તેcને કેટલો દંડ થયો? કેટલા શિક્ષકોએ દંડ ભર્યો? શિક્ષકોએ દંડ ન ભર્યો તો સરકારે શું પગલાં લીધાં?

ગુજરાત બોર્ડ પરીક્ષા ના ગુણ ઉમેરવામાં ભૂલ

વિધાનસભા પ્રશ્નકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના આ પ્રશ્નના જવાબમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે સ્વીકાર્યું કે, ઓછામાં ઓછા 9,218 શિક્ષકો - ધોરણ 10 ના 3,350 શિક્ષકો અને ધોરણ 12 ના 5,868 શિક્ષકોએ - વર્ષ 2022 અને 2023 માં બોર્ડની પરીક્ષામાં પુસ્તિકાઓના મૂલ્યાંકન દરમિયાન માર્કસની ગણતરીમાં ભૂલો કરવામાં આવી હતી. ગૃહમાં રજૂ કરાયેલ લેખિત જવાબ અનુસાર, રાજ્ય સરકારે આ શિક્ષકો પર 1.54 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. સરેરાશ, શિક્ષક દીઠ આશરે રૂ. 1,600 દંડ વસૂલવામાં આવ્યો હતો.

2657 શિક્ષકોએ હજુ સુધી દંડ ભર્યો નથી

ધોરણ 10 ના 787 શિક્ષકો અને 12 ના 1870 મળી કુલ 2657 શિક્ષકોએ 50.97 લાખનો દંડ હજુ સુધી ભર્યો નથી. શિક્ષણ વિભાગ દ્વારા આ તમામ શિક્ષકોને નોટિસો પણ આપવામાં આવી છે અને ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે સરકારે હવે ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવા વેરિફાયરની નિમણૂક કરી છે.

Advertisment

આ પણ વાંચો -

ગુજરાત બોર્ડ - હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800 233 5500 જાહેર કર્યો છે. માર્ચ-2024 માં યોજાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટે ટોલ ફ્રી હેલ્પલાઇનની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને માર્ગદર્શન આપવા માટે એક ટોલ ફ્રી હેલ્પલાઈન જાહેર કરવામાં આવી છે. આ ટોલ ફ્રી નંબર 8 ફેબ્રુઆરીથી 26 માર્ચ 2024 સુધી કાર્યરત રહેશે. આ હેલ્પલાઈન પર નિષ્ણાત કાઉન્સેલરો અને મનોવૈજ્ઞાનિકો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. હેલ્પલાઈનનો સમય સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધીનો છે.

ગુજરાત બોર્ડ પરીક્ષા પરીક્ષા ગુજરાતી ન્યૂઝ ગુજરાત