Gujarat Board Results 2024, GSEB 10th Result 2024 : ગુજરાત શિક્ષણ બોર્ડે વર્ષ 2024 માર્ચમાં લીધેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. સમગ્ર ગુજરાતમાં ધોરણ 10નું 82.56 ટકા પરિણામ જાહેર કર્યું છે. વર્ષ 2024માં ધોરણ 10ના પરિણામમાં ગાંધીનગર જિલ્લો 87.22 ટકા પરિણામ સાથે ટોપ પર રહ્યો છે જ્યારે પોરબંદર જિલ્લો 74.57 ટકા પરિણામ સાથે સૌથી છેલ્લો છે. આ વર્ષે ધોરણ 10ના પરિણામમાં આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓએ કમાલ કરી હતી. દર વર્ષ કરતા આ વર્ષે પરિણામમાં નામાંકિત શહેરોને પાછળ પાડી દીધા છે.
GSEB 10th Result 2024 : આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓએ કરી કમાલ
સામાન્ય રીતે મોટાભાગના વર્ષોમાં આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓનું પરિણામ અન્ય નામાંકિત શહેરો કરતા ઓછું આવતું હોય છે. જોકે, આ વર્ષ 2024નું ધોરણ 10ના પરિણામમાં આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓ કમાક કરી દીધી છે. ગુજરાતમાં છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, નર્મદા, તાપી, પંચમહાલ, મહિસાગરમાં મોટાભાગે આદિવાસી વસ્તી વધારે રહે છે. આ જિલ્લાઓમાં શિક્ષણનું સ્તર અન્ય જિલ્લાઓ કરતા ઓછું રહેતું હોય છે. જોકે, આ વર્ષે આ જિલ્લાઓએ 81 ટકા કરતા પણ વધારે પરિણામ લાવી બતાવ્યું છે.
GSEB 10th Result 2024 : આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓનું ધોરણ 10નું પરિણામ
જિલ્લાનું નામ પરિણામ – 2024 પરિણામ – 2023 નર્મદા 86.54% 55.49% ડાંગ (આહવા) 85.85% 66.92% છોટા ઉદેપુર 84.57% 61.44% દાહોદ 81.67% 40.75% તાપી 81.35% 58.09% પંચમહાલ 81.75% 56.64% મહિસાગર (લુણાવાડા) 81.25% 56.45%
આ પણ વાંચોઃ- GSEB 10th Result 2024: ગુજરાત બોર્ડ ધો.10નું 82.56 ટકા પરિણામ, એક ક્લિક પર જાણો રિઝલ્ટની A to Z માહિતી
ગત વર્ષે તળિયે બેઠેલો દાહોદે અમદાવાદને પાડ્યું પાછળ
ગત વર્ષ 2023ના પરિણામમાં દાહોદ જિલ્લો 40.75 ટકા જિલ્લા સાથે પાછળ રહ્યો હતો. જોકે, આ વર્ષે દાહોદ જિલ્લાએ કમાલ કરી છે. આ વર્ષે દાહોદ જિલ્લાનું 81.67 ટકા પરિણામ આવ્યું છે. જે મેગાસિટી અમદાવાદ કરતા પણ વધારે છે. એક રીતે કહી શકાય કે આદિવાસી જિલ્લા દાહોદે ધોરણ 10 પરિણામમાં અમદાવાદ શહેરને પણ પાછળ પાડી દીધું છે.
85 ટકા કરતા વધારે પરિણામ ધરાવતા જિલ્લાઓ
જિલ્લાનું નામ ધોરણ 10નું પરિણામ (2024) ગાંધીનગર 87.22% બનાસકાંઠા 86.23% મહેસાણા 86.03% બોટાદ 85.88% ડાંગ (આહવા) 85.85% સુરત 86.75% અરવલી (મોડાસા) 85.72% મોરબી 85.60% રાજકોટ 85.23%