GSEB 10th Result 2024, ગુજરાત બોર્ડ ધો.10 પરિણામ : ડાંગથી દાહોદ સુધી આદિવાસી જિલ્લાઓએ કરી કમાલ

Gujarat board 10th Result 2024 In tribal districts, ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ :આ વર્ષે ધોરણ 10ના પરિણામમાં આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓએ કમાલ કરી હતી. દર વર્ષ કરતા આ વર્ષે પરિણામમાં નામાંકિત શહેરોને પાછળ પાડી દીધા છે.

Written by Ankit Patel
May 11, 2024 11:56 IST
GSEB 10th Result 2024, ગુજરાત બોર્ડ ધો.10 પરિણામ : ડાંગથી દાહોદ સુધી આદિવાસી જિલ્લાઓએ કરી કમાલ
GSEB SSC Results 2024 Live: ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ - પ્રતિકાત્મક તસવીર -Express photo

Gujarat Board Results 2024, GSEB 10th Result 2024 : ગુજરાત શિક્ષણ બોર્ડે વર્ષ 2024 માર્ચમાં લીધેલી ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. સમગ્ર ગુજરાતમાં ધોરણ 10નું 82.56 ટકા પરિણામ જાહેર કર્યું છે. વર્ષ 2024માં ધોરણ 10ના પરિણામમાં ગાંધીનગર જિલ્લો 87.22 ટકા પરિણામ સાથે ટોપ પર રહ્યો છે જ્યારે પોરબંદર જિલ્લો 74.57 ટકા પરિણામ સાથે સૌથી છેલ્લો છે. આ વર્ષે ધોરણ 10ના પરિણામમાં આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓએ કમાલ કરી હતી. દર વર્ષ કરતા આ વર્ષે પરિણામમાં નામાંકિત શહેરોને પાછળ પાડી દીધા છે.

GSEB 10th Result 2024 : આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓએ કરી કમાલ

સામાન્ય રીતે મોટાભાગના વર્ષોમાં આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓનું પરિણામ અન્ય નામાંકિત શહેરો કરતા ઓછું આવતું હોય છે. જોકે, આ વર્ષ 2024નું ધોરણ 10ના પરિણામમાં આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓ કમાક કરી દીધી છે. ગુજરાતમાં છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, નર્મદા, તાપી, પંચમહાલ, મહિસાગરમાં મોટાભાગે આદિવાસી વસ્તી વધારે રહે છે. આ જિલ્લાઓમાં શિક્ષણનું સ્તર અન્ય જિલ્લાઓ કરતા ઓછું રહેતું હોય છે. જોકે, આ વર્ષે આ જિલ્લાઓએ 81 ટકા કરતા પણ વધારે પરિણામ લાવી બતાવ્યું છે.

GSEB 10th Result 2024 : આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓનું ધોરણ 10નું પરિણામ

જિલ્લાનું નામપરિણામ – 2024 પરિણામ – 2023
નર્મદા 86.54%55.49%
ડાંગ (આહવા) 85.85% 66.92%
છોટા ઉદેપુર 84.57% 61.44%
દાહોદ 81.67% 40.75%
તાપી 81.35% 58.09%
પંચમહાલ 81.75% 56.64%
મહિસાગર (લુણાવાડા) 81.25% 56.45%

આ પણ વાંચોઃ- GSEB 10th Result 2024: ગુજરાત બોર્ડ ધો.10નું 82.56 ટકા પરિણામ, એક ક્લિક પર જાણો રિઝલ્ટની A to Z માહિતી

ગત વર્ષે તળિયે બેઠેલો દાહોદે અમદાવાદને પાડ્યું પાછળ

ગત વર્ષ 2023ના પરિણામમાં દાહોદ જિલ્લો 40.75 ટકા જિલ્લા સાથે પાછળ રહ્યો હતો. જોકે, આ વર્ષે દાહોદ જિલ્લાએ કમાલ કરી છે. આ વર્ષે દાહોદ જિલ્લાનું 81.67 ટકા પરિણામ આવ્યું છે. જે મેગાસિટી અમદાવાદ કરતા પણ વધારે છે. એક રીતે કહી શકાય કે આદિવાસી જિલ્લા દાહોદે ધોરણ 10 પરિણામમાં અમદાવાદ શહેરને પણ પાછળ પાડી દીધું છે.

આ પણ વાંચોઃ- ગુજરાત બોર્ડ ધોરણ 10 પરિણામ: કેટલા વિષયમાં નાપાસ વિદ્યાર્થી પૂરક પરીક્ષા આપી શકશે, દફતર ચકાસણી માટે ક્યા અરજી કરવી? જાણો

85 ટકા કરતા વધારે પરિણામ ધરાવતા જિલ્લાઓ

જિલ્લાનું નામધોરણ 10નું પરિણામ (2024)
ગાંધીનગર 87.22%
બનાસકાંઠા 86.23%
મહેસાણા 86.03%
બોટાદ 85.88%
ડાંગ (આહવા)85.85%
સુરત 86.75%
અરવલી (મોડાસા) 85.72%
મોરબી 85.60%
રાજકોટ 85.23%

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ