Gujarat Board Class 12 General Stream, Class 12 Science Stream Result 2024 District Wise : ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ 2024 માં લેવામાં આવનાર ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 502 કેન્દ્રો પર તા. 11/03/2024 થી 26/03/2024 દરિમયાન, તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 147 કેન્દ્રો પર તા. 11-03-2024 થી તા. 22-03-2024 દરમિયાન યોજવામાં આવી હતી.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ પરિણામ 2024
ગુજરાત બોર્ડ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માં કુલ 3,78,268 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 3,47,738 વિદ્યાર્થીઓ પાસ થયા છે, આ સાથે સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા નોંધાયું છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે કુલ 1,30,650 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 91,625 વિદ્યાર્થી ઉત્તિર્ણ થયા છે. આ સાથે રાજ્યમાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 82.45 ટકા નોંધાયું છે.
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2024 – જિલ્લા પ્રમાણે
જિલ્લા પરીક્ષા આપનાર વિદ્યાર્થી ટકા અમદાવાદ શહેર 23889 87.60 અમદાવાદ ગ્રામ્ય 19424 89.39 અમરેલી 8146 89.80 કચ્છ (ભુજ) 10362 94.23 ખેડા 11414 87.43 જામનગર 7678 91.39 જુનાગઢ 10490 84.81 ડાંગ 1799 95.11 પંચમહાલ 10644 89.35 બનાસકાંઠા 21308 94.61 ભરૂચ 7411 92.11 ભાવનગર 15829 95.54 મહેસાણા 11993 95.39 રાજકોટ 22566 93.29 વડોદરા 14658 85.23 વલસાડ 9135 90.63 સાબરકાંઠા 9631 92.89 સુરત 42258 93.38 સુરેન્દ્રનગર 8923 95.70 દમણ 2137 89.85 આણંદ 11587 89.25 પાટણ 7262 96.38 નવસારી 7614 94.34 દાહોદ 15678 89.85 પોરબંદર 3159 90.88 નર્મદા 3390 91.27 ગાંધીનગર 11162 94.10 તાપી 4075 94.01 અરવલ્લી 8631 94.08 બોટાદ 4477 96.40 છોટા ઉદેપુર 5370 91.84 દેવભૂમિ દ્વરકા 3518 95.03 ગીર સોમનાથ 8540 92.41 મહિસાગર 7543 96.26 મોરબી 6185 94.91 દીવ 382 97.91 કુલ 378268 91.93
ધોરણ 12 સામાન્ય પ્રવાહ – સૌથી ઓછુ અને સૌથી વધુ પરિણામ
ઉલ્લેખનીય છે કે, ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ 2024 માં જિલ્લા પ્રમાણે વધુ-ઓછા પરિણામની વાત કરીએ તો, બોટાદ જિલ્લો 96.40 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો છે, જ્યારે જુનાગઢ જિલ્લો 84.81 ટકા પરિણામ સાથે સૌથી ઓછુ પરિણામ મેળવનાર જિલ્લો છે.આ સિવાય જો કેન્દ્ર પ્રમાણે વધુ-ઓછા પરિણામની વાત કરીએ તો, છાલા કેન્દ્રનું સૌથી વધુ 99.61 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર ખાવડા 51.11 ટકા નોંધાયું છે.
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ 2024 – જિલ્લા પ્રમાણે
જિલ્લા પરીક્ષા આપનાર વિદ્યાર્થી ટકા અમદાવાદ શહેર 8012 81.05 અમદાવાદ ગ્રામ્ય 5665 85.05 અમરેલી 1657 78.88 કચ્છ (ભુજ) 1307 84.32 ખેડા 2272 77.68 જામનગર 1864 90.34 જુનાગઢ 2990 85.22 ડાંગ 326 91.10 પંચમહાલ 1722 69.92 બનાસકાંઠા 5289 88.83 ભરૂચ 3044 80.09 ભાવનગર 5848 89.72 મહેસાણા 3805 85.26 રાજકોટ 7998 92.06 વડોદરા 6399 82.50 વલસાડ 4126 72.10 સાબરકાંઠા 2817 76.11 સુરત 15866 85.56 સુરેન્દ્રનગર 1285 88.25 દમણ 920 75.22 આણંદ 4073 76.43 પાટણ 1760 83.41 નવસારી 4676 85.76 દાહોદ 1508 51.59 પોરબંદર 420 79.52 નર્મદા 876 69.63 ગાંધીનગર 4620 81.60 તાપી 1089 68.41 અરવલ્લી 1818 71.45 બોટાદ 830 89.04 છોટા ઉદેપુર 1067 51.36 દેવભૂમિ દ્વરકા 347 86.46 ગીર સોમનાથ 1392 80.46 મહિસાગર 1531 66.82 મોરબી 1833 92.80 દીવ 80 73.75 કુલ 111132 82.45
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ – સૌથી ઓછુ અને સૌથી વધુ પરિણામ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પરિણામ 2024 માં જિલ્લા પ્રમાણે વધુ-ઓછા પરિણામની વાત કરીએ તો, મોરબી જિલ્લો 92.80 ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો છે, જ્યારે છોટા ઉદેપુર જિલ્લો 51.36 ટકા પરિણામ સાથે સૌથી ઓછુ પરિણામ મેળવનાર જિલ્લો છે. આ સિવાય જો કેન્દ્ર પ્રમાણે વધુ-ઓછા પરિણામની વાત કરીએ તો, કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 97.97 ટકા પરિણામ આવ્યું છે, જ્યારે સૌથી ઓછુ પરિણામ ધરાવતુ કેન્દ્ર બોડેલી 47.98 ટકા નોંધાયું છે.