બોટાદ શહેરમાં શનિવારે કૃષ્ણ સાગર તળાવમાં પાંચ સગીર યુવકો ડુબી જવાની કરુણ ઘટના ઘટી છે. પાંચેય યુવનો એક સાથે ડુબી જવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે.
એક બીજાને બચાવવા જતા પાંચેય યુવાનો તળાવમાં ડુબી ગયા
સમગ્ર ઘટનાની વાત કરીયે તો બોટાદ શહેરમાં શનિવારે પાંચ સગીર યુવકો કૃષ્ણ સાગર તળાવમાં નાહવા ગયા હતા. આ દરમિયાન એક બીજાને ડુબતા બચાવવા જતા પાંચેય યુવાનો તળાવમાં ડુબી જવાની કરુણ ઘટના બની છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર શનિવરે બપોરે બે યુવાનો કષ્ણ સાગર તળાવમાં નાહવા ગયા હતા. તે દરમિયાન તેઓ ડુબવા લાગ્યા હતા. તે સમયે તેમની સાથે આવેલા અન્ય ત્રણ યુવાન મિત્રો તેમને બચવવા માટે તળાવમાં કુદી પડ્યા હતા. જો કે તે કમનસીબે બચાવવા માટે તળાવમાં કુદનાર આ ત્રણેય યુવાનો પણ કાળનો ભોગ બન્યા અને ડુબી જવાથી મૃત્યુ પામ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ પાંચેય યુવાનો બોટાદના સ્થાનિક રહેવાસી છે.
45 મિનિટની શોધખોળ બાદ મૃતદેહો મળ્યા
ફાયર બ્રિગેડના અધિકારી કુલદીપસિંહ ડોડિયાએ જણાવ્યું કે, પોલીસને લગભગ સાડા ચાર વાગેની આસપાસ આ કરુણ ઘટનાની જાણ થઇ હતી. માહિતી મળતા એક બચાવ ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને 45 મિનિટ સુધી શોધખોળ કર્યા બાદ પાંચ મૃતદેહો તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. તળાવમાં ડુબી જવાતી મૃત્યુ પામનાર તમામ યુવાનોની ઉંમર 13થી 17 વર્ષની વચ્ચે છે.