ગુજરાત : BSF નો પ્યૂન પાકિસ્તાન માટે કરતો હતો જાસુસી, કેવી રીતે ઝડપાયો? ગુજરાત ATSએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા

BSF peon used spy for Pakistan : ગુજરાતમાં બીએસએફ ભુજ હેડક્વાર્ટર ખાતે પ્યુન તરીકે કામ કરનાર પાકિસ્તાન માટે જાસૂસી કરનારને ગુજરાત એટીએસ એ ઝડપી પાડ્યો છે, બીએસએફની ગુપ્ત માહિતી પાકિસ્તાન એજન્ટને વોટ્સઅપથી આપતો.

Written by Kiran Mehta
Updated : July 08, 2023 18:23 IST
ગુજરાત : BSF નો પ્યૂન પાકિસ્તાન માટે કરતો હતો જાસુસી, કેવી રીતે ઝડપાયો? ગુજરાત ATSએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા
ભુજ બીએસએફનો પટાવાળો પાકિસ્તાન માટે જાસૂસી કરતા ઝડપાયો

બીએસએફનો એક કર્મચારી પાકિસ્તાન માટે જાસુસી કરતો હોવાનું સામે આવતા સુરક્ષા બેડામાં ખળભળાટ મચી ગયો છે. ગુજરાત એટીએસએ તત્કાલીન બીએસએફ કર્મચારીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. આ સાથે વધુ માહિતી પ્રાપ્ત કરવા 14 દિવસના રિમાન્ડની પણ માંગ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજ બીએસએફ હેડક્વાર્ટર ખાતે પટાવાળા તરીકે નોકરી કરનાર નિલેશ બળિયા પાકિસ્તાની એજન્ટના પ્રેમજાળમાં ફસાઈ ગયો અને થોડા પૈસાની લાલચમાં પાકિસ્તાન માટે જાસૂસીનું કામ કરવા લાગ્યો અને બીએસએફની ગુપ્ત અને સંવેદનશિલ માહિતી પાકિસ્તાન એજન્ટને મોકલવા લાગ્યો. ગુજરાત એટીએસને માહિતી મળતા ટેક્નિકલ રીતે તપાસ કરી બીએસએફના પ્યૂનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

કેવી રીતે ઝડપાયો?

ગુજરાત એટીએસ દ્વારા જણાવ્યા અનુસાર, ગુજરાત એટીએસના પીઆઈ ડી બી બસીયાને મળી માહિતી મળી કે, ભુજના બીએસએફ હેડક્વાર્ટરમાં નોકરી કરતા નિલેષ વાલજીભાઈ બળીયા બીએસએફ સુરક્ષાને લગતી સંવેદનશિલ માહિતી પાકિસ્તાનના એજન્ટને વોટ્સઅપથી મોકલે છે. પોલીસે પૂછપરછ હાથ ધરી, જેમાં આરોપી નિલેષ પાંચ વર્ષથી ભુજ બીએસએફ ખાતે ઈલેક્ટ્રીક વિભાગની ઓફિસમાં પટાવાળા તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું. ત્યારબાદ એટીએસએ તેના મોબાઈલની ટેક્નિકલ તપાસ કરતા મોબાઈલમાંથી પાકિસ્તાન એજન્ટ સાથેના ચેટ, કોલ તથા બીએસએફની ગુપ્ત માહિતીના ફોટા વગેરે મળી આવ્યું, આ સિવાય પાકિસ્તાન એજન્ટ દ્વારા પેટીએમ જેવા માદ્યમથી પૈસાની લેતીનો પણ પૂરાવો મળી આવ્યો, આ સાથે તેની ધરપકડ કરી, ઈન્ડિયન પીનલ કોડ ક-121, ક-123 તથા 120-બી મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી.

પોલીસ પૂછપરછમાં શું સામે આવ્યું

પોલીસે આરોપી નિલેષ બળીયાની ઉલટ પૂછપરછ કરતા સામે આવ્યું કે, તે 2023માં અદિતી તિવારી નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. તેને મહિલાને કોમ્યુટર ઓપરેટર હોવાનું કહ્યું હતું. મહિલાએ તેને મોહજાળમાં ફસાવી બીએસએફની સુરક્ષાને લગતા કાગળો વોટ્સઅપથી આપવાનું કહ્યું, તેને આ માટે સારા પૈસા મળશે તેવી લાલચ પણ આપી. નીલેશ પણ લાલચમાં આવી ગયો અને તેણે હા પાડી અને પછી ગુપ્ત માહિતી શેર કરવાનું ષડયંત્ર શરૂ થયું.

કેવી કેવી ગુપ્ત માહિતી મોકલી?

પોલીસ સામે કબુલાત અનુસાર, આરોપી નિલેષે જાન્યુઆરી 2023થી અત્યાર સુધીમાં એટલે કે 6 મહિનામાં બીએસએફના કાર્યક્ષેત્રમાં ચાલી રહેલા બાંધકામ, અથવા નવા બનનાર બાંધકામ વિશેની ગુપ્ત અને સંવેદનશિલ માહિતી વોટ્યઅપ દ્વારા પાકિસ્તાની એજન્ટને આપી. સામે પાકિસ્તાન એજન્ટ દ્વારા પેટીએમ જેવા માધ્યમથી 28800 જેટલી રકમ પણ તેને આપવામાં આવી હોાનું સામે આવ્યું છે.

આ પણ વાંચોગુજરાત વરસાદ આગાહી અપડેટ : હવે ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર! શનિવારે ગીર સોમનાથ, જૂનાગઢ, દીવ માટે રેડ એલર્ટ

ગુજરાત એટીએસએ 14 દિવસના રિમાન્ડ માંગ્યા

ગુજરાત એટીએસે આરોપી નિલેષને આજે ભુજ કોર્ટમાં રજૂ કર્યો હતો, તેની પાસેથી વધુ માહિતી એકત્ર કરવા સહિત સંવેદનશિલ બાબતો જાણવા માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ