Gujarat Budget 2023-24, Latest Live updates : ગુજરાતના નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ 24 ફેબ્રુઆરી 2023ના રોજ નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ વિધાનસભામાં રજૂ કરશે. કનુભાઇ દેસાઇનું બીજું બજેટ અને તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડપણ હેઠળ નવી રચાયેલી નવી સરકારનું પણ આ પહેલું બજેટ છે. રાજ્ય સરકાર આ વખતના બજેટ 2023-24માં રેકોર્ડ બ્રેક બજેટ ફાળવણી કરી શકે છે.
ગ્રીન ગ્રોથ માટે અંદાજે ₹ 2 લાખ કરોડનો ખર્ચ
ગરીબ માટે ₹ 2લાખ કરોડ
માનવ સંસાધન માટે ₹ 4 લાખ કરોડ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે ₹ 5 લાખ કરોડ
કૃષિ, ઉદ્યોગ, સેવા ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિના વિકાસ માટે ₹ 2 લાખ કરોડ

ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ `૯૩૭ કરોડની જોગવાઇ
કલાઇમેટ ચેન્જના કારણે વિવિધ ક્ષેત્રોમાં ઉત્પન્ન થયેલ પડકારોને પહોંચી વળવા સરકાર આયોજનબદ્ધ રીતે કાર્ય કરી રહી છે. તાજેતરમાં ભારત સરકારનાં નીતિ આયોગ દ્વારા જાહેર થયેલ ક્લાઇમેટ અને એનર્જી ઇન્ડેક્ષમાં ગુજરાતને પ્રથમ ક્રમ આપવામાં આવેલ છે. રિન્યુએબલ ઊર્જા સ્ત્રોતોનો વિકાસ કરી રાજ્યે ૧૯ હજાર મેગાવોટની ક્ષમતા સ્થાપિત કરી દેશના અગ્રગણ્ય રાજયોમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરેલ છે.
• ૪ લાખ ઉપરાંત ઘરોમાં સોલર રૂફટોપ સ્થાપી ૨૩૦૦ મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. આ યોજના માટે `૮૨૪ કરોડની જોગવાઈ.
• ૧૦ હજાર વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહન ખરીદવાની સહાય માટે
`૧૨ કરોડની જોગવાઇ.
• આગામી પાંચ વર્ષમાં રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં સ્મશાનગૃહોને સુધારેલ સ્મશાનભઠ્ઠી યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ યોજના માટે
`૭ કરોડની જોગવાઈ.
• ગૌશાળાઓ તથા અન્ય સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે
`૬ કરોડની જોગવાઈ.
ગુજરાત બજેટ 2023-24, નવા કોઈ કરવેરા નહીં, સામાન્ય લોકોને રાહત અને રોજગારી લક્ષી આપતું બજેટ
અનુસૂચિત જાતિ, વિચરતી અને વિમુક્ત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ તેમજ લઘુમતીઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ થકી સામાજિક સમરસતાનું વાતાવરણ સર્જાય તે માટે સરકાર સંવેદનશીલ અને કટિબદ્ધ છે. વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લક્ષિત લાભાર્થી સુધી પહોચાડવા પણ સરકાર પ્રતિબદ્ધ છે. આવી યોજનાઓ હેઠળ પાત્રતા ધરાવતી વ્યક્તિઓ સરળતાથી અરજી કરી શકે તે માટે આ યોજનાઓનું ઇ-ગ્રામ યોજના સાથે જોડાણ કરવામાં આવશે.
અમારી સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમો હાથ ધરી વનબંધુઓના સામાજિક સશકિતકરણ અને આર્થિક ઉત્કર્ષ માટે સતત કાર્યરત છે. વનબંધુ કલ્યાણ યોજના દ્વારા આદિજાતિ પરિવારોને પાયાની માળખાકિય સુવિધાઓ પૂરી પાડી તેઓના સર્વાંગી વિકાસ માટે સરકાર મક્કમપણે આગળ વધી રહી છે. ફોરેસ્ટ રાઇટ્સ એકટ હેઠળ રાજ્યમાં અંદાજે એક લાખ જેટલા આદિજાતિ કુટુંબોને જમીનના અધિકારો આપવામાં આવેલ છે. આ કુટુંબોના સર્વાંગી વિકાસ માટે જમીન સુધારણા, કૃષિ ઇનપુટ સહાય, કૃષિ ઓજારો, પશુપાલન વગેરે માટે સહાય આપવામાં આવશે.
રાજ્યના યુવાનો આર્થિક રીતે પગભર થઈ રોજગારીની ઉચ્ચ તકો મેળવે તે માટે તેમને કૌશલ્યબદ્ધ કરવા અમારી સરકાર કાર્યરત છે. ઔદ્યોગિક અને સેવાક્ષેત્રોમાં નવા નવા કૌશલ્યની જરૂરિયાત ઊભી થાય છે. આ કુશળ માનવ બળની જરૂરિયાત પૂરી પાડવા કૌશલ્ય વિકાસના નવા ક્ષેત્રોનો વિકાસ કરી રોજગારીની તકો પુરી પાડવા સરકાર સતત પ્રયત્નશીલ છે. શ્રમિકોની સુખાકારી માટે સરકાર કાયદાકીય રીતે અને કલ્યાણકારી યોજનાઓ થકી પગલા લઇ રહી છે.
દરેક વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ પાયાની જરૂરિયાત છે. શિક્ષણના દરેક તબક્કે માળખાગત સગવડો સુદ્રઢ કરવા, નવતર ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેમજ શિક્ષણમાં ગુણવત્તા લાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. વિદ્યાર્થીઓના શિક્ષણકાળમાં વધારો કરવો એ વૈશ્વિક તકોનો વધારે સારી રીતે લાભ લઇ શકે તે માટે જરૂરી છે. બદલાતી ટેકનોલોજીના પરિવેશમાં અનુકૂલન સાધી શકે તે માટે શિક્ષણ સંસ્થાઓમાં જરૂરી સગવડો આપી નવતર અભ્યાસક્રમો શરૂ કરવા સરકારે આયોજન કરેલ છે.
રાજ્યના તમામ વિસ્તારો, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. પ્રાથમિક આરોગ્ય સેવાઓની સાથોસાથ રેફરલ અને સુપર સ્પેશિયાલિટી સુધીની આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધારવામાં આવ્યો છે. દર્દીઓને દવાઓ સુલભ રીતે ઉપલબ્ધ થાય તેમજ જરૂરી નિદાન સેવાઓનો વ્યાપ ગ્રામ્યસ્તર સુધી વધે તે માટે સરકારે સઘન આયોજન કર્યુ છે. માતૃ અને બાળકલ્યાણ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી આ સેવાઓ વધુ સઘન અને સુલભ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરી આરોગ્ય સુનિશ્ચિત કરવા માળખાકિય સેવાઓનું સુનિયોજિત રીતે વિસ્તરણ કરવામાં આવશે. કેન્સર, ડાયાબિટીસ અને હાયપર ટેન્શન જેવા બિનચેપી રોગોનું નિદાન અને સારવાર માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
“સશક્ત સમાજના નિર્માણ માટે સશકત મહિલા”ના મંત્રને વરેલી અમારી સરકાર મહિલાઓની ગરિમા, સુરક્ષા અને સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે. અમારી સરકારોના પ્રયત્નોથી બેટી બચાવો જન અભિયાનને સફળતા હાંસલ થયેલ છે. જન્મ સમયનો પ્રતિ હજાર પુરૂષોએ સ્ત્રીઓનો જન્મદર વર્ષ ૨૦૦૧માં ૮૦૨ હતો જે વર્ષ ૨૦૨૦માં વધીને ૯૬૫ નોંધાયો છે. બાળકોના આરોગ્ય, પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની કાળજી લઇ ભવિષ્યની પેઢીના નિર્માણ દ્વારા વિકસિત ગુજરાતનો સંકલ્પ અમારી સરકારે કર્યો છે.
રાજ્યમાં પાત્રતા ધરાવતાં કુટુંબોની અન્ન સલામતી સુનિશ્ચિત કરી તેમને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્યસામગ્રી પૂરી પાડવા સરકાર પ્રતિબદ્ધ છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા NFSA કુટુંબોને છેલ્લા ત્રણ વર્ષમાં વિનામૂલ્યે અનાજ પૂરું પાડી કોરોનાના કપરા કાળમાં સરકાર ગરીબો માટે મદદરૂપ થયેલ છે. અન્ન સુરક્ષા, પોષણ અને નાગરિક પુરવઠાની યોજનાઓના સુદ્રઢ અમલીકરણ માટે ગત વર્ષે જોગવાઇમાં ૨૪ % નો વધારો સૂચવેલ હતો. આગામી વર્ષ માટે વિભાગની જોગવાઇમા ૪૨% જેટલો ધરખમ વધારો હું સૂચવું છું.
1- સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ માટે રૂપિયા 5580 કરોડની જોગવાઈ
2- આદિજાતી વિકાસ વિભાગ માટે કુલ રૂપિયા 3410 કરોડની જોગવાઈ
3- શ્રમ, કૌશલ્ય અને રોજગાર વિભાગ માટે રૂપિયા 2538 કરોડની જોગવાઈ
સ્ટેચ્યુ ઓફ યુનિટ ખાતે કોરોના મહામારી વચ્ચે પણ ચાર વર્ષમાં પ્રવાસીઓની સંખ્યા 1 કરોડને આંબી ગઇ
રાજ્યમાં પ્રવાસી ઉદ્યોગનો વિકાસદર 13 ટકા વૃદ્ધિ દર
રાજ્યના ચાર મુખ્ય પ્રવાસન સ્થળોએ 8000 કરોડનો ખર્ચ કરાશે
ધાર્મિંક અને ઇકોલોજી ટુરિઝમ સ્થળોના વિકાસ માટે 10000 કરોડનો ખર્ચ કરાશે
ગિફ્ટ સિટી ભારતનું આર્થિક નગરી બનવા જઇ રહ્યું છે
રાજ્યમાં ગત વર્ષે વીજ વપરાશ 22000 મેગાવોટના પીક લોડ પર પહોંચ્યો હતો. આગામી 10 વર્ષમાં રાજ્યમાં વીજ વપરાશ 35000 મેગાવોટ થવાની શક્યતા છે. રાજ્યના કુલ વીજ વપરાશમાં રિન્યુએબલ એનર્જીની હિસ્સો વર્ષ 2030 સુધીમાં વધારીને 42 ટકા કરવાનો લક્ષ્યાંક છે.
પરિક્રમા પથ યોજનાની જાહેરાતઃ કનુ દેસાઈ
સમાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 5580 કરોડની જોગવાઇ
દિવ્યાંગનોને સાધન સહાય તથા એસટી બસમાં મફત મુસાફરી નો લાભ આપવા માટે 52 કરોડની જોગવાઈ
મુખ્ય પાંચ સ્તંભ પર બજેટ રજૂ કરાઈ રહ્યું છે
બજેટ 2023-24માં 3.1 લાખ કરોડનું બજેટ રજૂ કરાયું
શ્રમિક અન્નપુર્ણા યોજનાનો વ્યાપ વધારાશેઃ કનુ દેસાઈ
સગર્ભા મહિલાઓ,આંગણવાડી અને મધ્યાહ્નન ભોજનમાં પોષક ધાન્યોનો સમાવેશ કરાશે. ભોજનમાં જાડા ધાન્યોનો સમાવેશ કરાશે, આંગણવાડી અને મહિલાઓના ભોજનમાં આવા જાડા ધાન્યોનો ઉપયોગ કરાશે, વાજબી ભાવની દુકાનો પર આવા જાડા ધાન્યોનું વિતરણ કરાશે
આરોગ્ય સમીક્ષા કેન્દ્રો ઊભા કરાશે : નાણામંત્રી
વિમાની મર્યાદા પાંચ લાખથી વધારીને 10 લાખ કરાઈ : નાણામંત્રી
મહિલાઓ અને બાળકોની સુવિધાને સુચારું થાય તેનું ધ્યાન આપવામાં આવશે : નાણામંત્રી
નાણામંત્રી કનુ દેસાઇ ગુજરાતનું બજેટ 2023-24 રજૂ કરી રહ્યા છે, અહીં જુઓ લાઇવ
Gujarat Budget live udpates: આ બજેટમાં બધા માટે સુખાકારી જેવું હશે : નાણામંત્રી
ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રજાનો જે વિશ્વાસ જળવાઇ રહે છે. અને આત્મનિર્ભર પ્રકારનું હોવું જોઈએઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
જી-20માં વિદેશ મંત્રીઓની બેઠકમાં સામેલ થવા માટે અમેરિકાના વિદેશ મંત્રી ભારત આવશે. પહેલી માર્ચે એન્ટની બ્લિંકન ભારતના મહેમાન બનશે.
છત્તીસગઢના ભાટાપરામાં પીકઅપ વાન સાથે ટ્રકની ટક્કર થતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 11 લોકોના મોત નીપજ્યા હતા. જેમાંથી 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થયો છે.
બજેટ 2023-24 રજૂ કરવા માટે નાણામંત્રી કનુ દેસાઇ વિધાનસભા પહોંચ્યા

વર્ષ 2021-22માં ગુજરાતનું બજેટ 2.27 કરોડનું હતું. જે બાદ વર્ષ 2022-23માં 2.43 કરોડનું થયું હતું. ત્યારે આજે વર્ષ 2023-24નું બજેટ રજૂ થઈ રહ્યું છે. જેનું કદ 2.50 કરોડને વટાવી શકે છે. એટલે કહી શકાય કે આ વખતે બજેટના કદમાં 10થી 20 ટકાનો વધારો થઈ શકે છે