scorecardresearch

ગુજરાત બજેટ 2023 : ગુજરાતનું ₹ 21,605 કરોડનું કૃષિ બજેટ, ખેડૂતો અને પશુપાલકોને શું મળ્યું?

Gujarat budget 2023: ગુજરાતનું વર્ષ 2023-24નું બજેટ રજૂ (Gujarat budget 2023-24) કરવામાં આવ્યુ છે. જેમાં કૃષિ બજેટ જાડા ધાન્યની ખેતીને પ્રોત્સાહન, અદ્યતન ડ્રોન ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકવામાં આવ્યો છે. કૃષિ (agriculture budget) , ખેતી, બાગાયતી પાક, સહકાર, પશુપાલન અને મત્સ્યોદ્યોગ માટે બજેટમાં કેટલા રકમની ફાળવણી કરાઇ જાણો

Gujarat budget 2023
ગુજરાતના વર્ષ 2023-24ના બજેટમાં ખેતી- ખેડૂત, પશુપાલન માટે કેટલી ફાળવણી કરાઇ

ગુજરાત વિધાનસભામાં નાણાં મંત્રી કનુભાઇ દેસાઇએ નાણાંકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. ગુજરાતના બજેટમાં ખેતી, ખેડૂત, સહકાર, પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે 21,604 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

કૃષિક્ષેત્રને લગતી માહિતી માટે iNDEXT-Aની સ્થાપના કરાશે

કૃષિ ક્ષેત્રે ગુજરાતે દીર્ઘદ્રષ્ટિપૂર્ણ અને લાંબા ગાળાનો વિકાસ વ્યૂહ અપનાવ્યો છે. કૃષિમાં વૈવિધ્યીકરણ લાવી બાગાયત, પશુપાલન, એગ્રોપ્રોસેસીંગ, એગ્રોમાર્કેટીંગ જેવી સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોની આવક વધારવાનું સરકારનું ધ્યેય છે. પ્રાકૃતિક કૃષિ માટે ખેડૂતો પ્રેરિત થાય તેના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવેલ છે. કૃષિ ક્ષેત્રે ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા અને કૃષિક્ષેત્રને લગતી માહિતી સેન્‍ટ્રલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા iNDEXT-A ની સ્થાપના કરવામાં આવશે.

• પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત છેલ્લાં ચાર વર્ષમાં એકંદરે બાર હપ્તામાં આશરે ૬૧ લાખથી વધુ ખેડૂત કુટુંબોને સીધેસીધા તેમના બેન્ક ખાતામાં અંદાજે ૧૨ હજાર કરોડની સહાય આપવામાં આવેલ છે.
બજેટ 2023-24માં ખેડૂતોને વીજ જોડાણ તેમજ રાહતદરે વીજળી ઉપલબ્ધ કરાવવા માટે ૮૨૭૮ કરોડની જોગવાઇ.

પાક કૃષિ વ્યવસ્થા

• ટ્રેક્ટર તેમજ કૃષિ યાંત્રિકીકરણ માટેના અન્ય સાધનો તેમજ વિવિધ ઓજારોની ખરીદીમાં સહાય આપવા ૬૧૫ કરોડ જેટલી માતબર રકમની જોગવાઇ.
• વન્ય પ્રાણીઓ દ્વારા ખેડૂતોના પાકને થતું નુકશાન અટકાવવા ખેતરની ફરતે કાંટાળી તારની વાડ અને સોલાર ફેન્સીંગ બનાવવા સહાય માટે ૪૦૦ કરોડની જોગવાઈ.
• કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના વિવિધ પ્રોજેક્ટ માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૨૫૦ કરોડની જોગવાઇ.
• પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપવા ૨૦૩ કરોડની જોગવાઇ.
• એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમોને સહાય આપવા ૨૦૦ કરોડની જોગવાઇ.
• ખાતેદાર ખેડુતોને આકસ્મિક મૃત્યુ/કાયમી અપંગતાના કિસ્સામાં વીમા રક્ષણ આપવાની યોજના હેઠળ ૧૨૫ કરોડની જોગવાઇ.
• સ્માર્ટ ફાર્મિંગની યોજના અંતર્ગત સોઈલ હેલ્થ કાર્ડ અને ખેડૂતોને કૃષિ એડવાઈઝરી માટે ૫૦ કરોડની જોગવાઇ.
• ખેડૂતોને મિલેટ્સના વાવેતર વિસ્તાર વધારવા બિયારણ સહાય, પ્રચાર-પ્રસાર વગેરે માટે ૩૫ કરોડની જોગવાઈ.
• નેનો ફર્ટિલાઇઝર અને જંતુનાશક દવાઓના છંટકાવ માટે કૃષિ ક્ષેત્રે અદ્યતન ડ્રોન ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવા ૧૦ કરોડની જોગવાઈ.
• ટ્રેનિંગ ફોર એગ્રીકલ્ચરલ લર્નીંગ એન્ડ ઇન્ટીગ્રેશન મીશન (TALIM) યોજના માટે ૨ કરોડની જોગવાઈ.
• શેરડીના પાક માટે સેન્ટર ઓફ એક્સેલન્સ ઊભું કરવા ૨ કરોડની જોગવાઈ.

બાગાયત ખેતી

• ફળ પાક ઉત્પાદકતા વધારવા અને બાગાયતી પાકોના ઉચ્ચ ગુણવત્તાયુક્ત ધરૂ/રોપા/કલમોનો ઉછેર અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા નર્સરી વિકાસ માટે સહાય આપવા કુલ ૬૫ કરોડની જોગવાઇ.
• બાગાયતી પાકોમાં કાપણી પછી બગાડ અટકાવવા માળખાકિય સુવિધા ઊભી કરવા ૪૦ કરોડની જોગવાઇ.
• નાળિયેરીની ખેતીને પ્રોત્સાહન હેતુ ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ માટે
૬ કરોડની જોગવાઇ.
• મસાલા પાકોના સર્ટીફાઇડ બિયારણ ઉપર સહાય યોજના માટે ૫ કરોડની જોગવાઇ.
• અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ હેઠળ શહેરમાં માળી કામ અર્થે યુવાનોને કૌશલ્યવર્ધન રોજગારલક્ષી તાલીમ આપવા માટે ૩ કરોડની જોગવાઇ.

કૃષિ-પશુપાલન શિક્ષણ અને સંશોધન

કૃષિ, પશુપાલન, મત્સ્યઉદ્યોગ અને પ્રાકૃતિક ખેતી સંલગ્ન શિક્ષણ, વિસ્તરણ તથા સંશોધન અંતર્ગત લેબ ટુ લેન્ડના એપ્રોચ સાથે કૃષિ યુનિવર્સિટીઓ, કામધેનુ યુનિવર્સિટી, ગુજરાત નેચરલ ફાર્મિંગ એન્ડ ઓર્ગેનિક એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી‌ કાર્યરત છે. આ યુનિવર્સિટીઓમાં માળખાકિય સગવડોના વિકાસ, શૈક્ષણિક કાર્ય અને સંશોધન માટે ૧૧૫૩ કરોડની જોગવાઇ.

પશુપાલન

• ગૌશાળા, પાંજરાપોળ અને ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને ગૌવંશ નિભાવ માટે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત ૫૦૦ કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી નિ:શુલ્ક પશુ સારવાર યોજના અને ફરતાં પશુ દવાખાનાની સેવાઓ માટે ૧૦૯ કરોડની જોગવાઈ.
• ગ્રામ્ય કક્ષાએ સ્વરોજગારી માટે ડેરી ફાર્મ તેમજ પશુ એકમ સ્થાપવા સહાય માટે ૬૨ કરોડની જોગવાઈ.
• દૂધ ઉત્પાદક સહકારી સંઘોને વિવિધ માળખાકિય સુવિધાઓ વિકસાવવા માટે સહાય પૂરી પાડવા ૧૨ કરોડની જોગવાઈ.
• કરુણા એનિમલ એમ્બ્યુલન્સ–૧૯૬૨ ની સેવાઓ માટે ૧૦ કરોડની જોગવાઈ.
• રાજ્યમાં ૧૫૦ નવા સ્થાયી પશુ દવાખાના શરુ કરવા ૧૦ કરોડની જોગવાઈ.

મત્સ્યોદ્યોગ

• નવા મત્સ્યબંદરોના વિકાસ તેમજ હયાત મત્સ્યકેન્‍દ્રોના આધુનિકીકરણ અને નિભાવ માટે ૬૪૦ કરોડની જોગવાઈ.
• સાગરખેડુઓને ડિઝલ વેટ રાહત તેમજ પેટ્રોલ પર સહાય માટે ૪૫૩ કરોડની જોગવાઈ.
• પ્રધાનમંત્રી મત્સ્યસંપદા યોજના હેઠળ મત્સ્યોદ્યોગના સર્વાંગી વિકાસ માટે `૧૫૫ કરોડની જોગવાઈ.
• દરિયાઈ, આંતરદેશીય અને ભાંભરા પાણી આધારિત મત્સ્યોદ્યોગના વિકાસ માટે ૧૧૭ કરોડની જોગવાઈ.

આ પણ વાંચોઃ  ‘ગુજરાત વિકાસ પોથી’ શું છે, આ ‘પોથી’માં ક્યાં રહસ્યો છુપાયેલા છે? જાણો

સહકાર

• ખેડૂતો, પશુપાલકો અને સાગરખેડુઓને કિસાન ક્રેડિટ કાર્ડ મારફત અપાતા
`૩ લાખ સુધીના ટૂંકી મુદતનું પાક ધિરાણ પર વ્યાજ સહાય પેટે ૧૨૭૦ કરોડની જોગવાઇ.
• પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓના કોમ્પ્યુટરાઇઝેશન તેમજ સાધન સહાય માટે ૧૨૪ કરોડની જોગવાઇ.
• બજાર સમિતિઓમાં વેરહાઉસ બનાવવા સહાય માટે ૩૮ કરોડની જોગવાઇ.
• કિસાન કલ્પવૃક્ષ યોજના હેઠળ બજાર સમિતિઓમાં માળખાગત સુવિધાઓ સુદ્રઢ કરવા ૨૩ કરોડની જોગવાઇ.
• તાલુકા અને જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘોના વિવિધ પ્રોજેક્ટ માટે કેપિટલ સહાયની યોજના અંતર્ગત ૩ કરોડની જોગવાઇ.

Web Title: Gujarat budget 2023 agriculture budget fisheries industry

Best of Express